સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે
રાજકોટ જિલ્લાના તમામ સેલ્ટર હોમની મુલાકાત લેતા મંત્રી રાઘવજી પટેલ
રાજકોટ જિલ્લાના બેડી વિસ્તારના આસપાસના વિસ્તારોમાં બિપારજોય વાવાઝોડાને ધ્યાને લઇ રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલભાઈ દવેના માર્ગદર્શનમાં રાજકોટ માર્કેટિંગયાર્ડ ખાતે 2000 લોકોને રહેવા-જમવાની આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, માર્કેટિંગયાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, જિલ્લા મહામંત્રી મનસુખભાઇ રામાણીએ જણાવ્યું છે.આપણા રાજકોટ જીલ્લામાં બીપરજોય વાવાઝોડાના સંકટ સમયે ધોરાજી શહેર/તાલુકા, ઉપલેટા શહેર/તાલુકા, ભાયાવદર શહેર, જામકંડોરણા, જેતપુર શહેર/તાલુકા, ગોંડલ શહેર/તાલુકા, કોટડાસાંગાણી, લોધિકા, રાજકોટ, પડધરી, જસદણ શહેર/તાલુકા, વિછીયા તાલુકાના સેલ્ટરહોમ ખાતે 7000 જેટલા લોકોને રાખવામાં આવ્યા છે.
ત્યાં આજરોજ રાજકોટ જીલ્લાના પ્રભારીમંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડો,મહેન્દ્રભાઈ પાડલીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, પ્ર.કારોબારી સભ્ય વી.ડી.પટેલ, જીલ્લા ભાજપ મંત્રી બિંદીયાબેન મકવાણા સહીતના જીલ્લા તેમજ મંડલના હોદેદારો અને કાર્યકર્તાઓએ મુલાકાત લઇ આશરો લઈ રહેલા સર્વે લોકોને મળી હાલ ચાલ પૂછ્યા તેમજ તમામ સુવિધાઓ ચકાસી હતી ખૂબ સરસ આયોજન બદલ ભાજપના તમામ હોદેદારો અને સદસ્યોને અભિનંદન પાઠવ્યા હતા
ઘોરાજી સેલ્ટર હોમ ખાતે જીલ્લા પ્રભારી મંત્રી રાધવજીભાઈ પટેલ ની અધ્યક્ષતામા અને જીલ્લા પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા, જીલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, સાંસદ રામભાઈ મોકરીયા જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર ની ઉપસ્થિતિમાં વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ સંભવિત આવનારા બીપોરજોઈ વાવાઝોડાના પગલે જેતપુર ખાતે રેન બસેરામાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જેતપુર ની મુલાકાત લીધી હતી અને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.આજરોજ ઉપલેટા તાલુકા પંચાયત ખાતે જીલ્લા પ્રભારી મંત્રી રાધવજીભાઈ પટેલ સાહેબ ની અધ્યક્ષતામા અને જીલ્લા પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા, જીલ્લા પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, સાંસદ રામભાઈ મોકરીયા જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર ની ઉપસ્થિતિમાં વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી.