પાણી ભરાવાથી અવાર-નવાર અકસ્માતો સર્જાતા વાહનોમાં લાખોનું નુકશાન
અકસ્માત માટે ચોરડીના વળાકમાં વર્ષો જુની પરંપરા મુજબ અકસ્માત બંધ થવાનું નામ નથી લેતું ત્યારે સરકાર દ્વારા ટન ઓછો કરવો જરૂરી છે. નવા બ્રિજનું કામ નબળી ગુણવત્તાનું થયું છે ત્યાં મસ મોટા પ્રમાણમાં વાહનોના ખાપયાં તોડ ખાડામાં પાણી ભરાયેલ રહે છે પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે અકસ્માતની હારમાળા સર્જાતી હોય તેની અવાર નવાર ગામના જાગૃત નાગરિક રાજેન્દ્રસિંહ ઝાલા તથા જયવંતસિંહ ઝાલા દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઈ યોગ્ય જવાબ ન મળતાં ગ્રામજનોમાં તેવા સવાલો પણ ઉભા થાય છે કે વાહન ચાલકનો વાક ન હોવા છતાં લાખો રૂપિયાની ગાડીમાં જે નુકસાન થાય છે તે કોના કારણે..? કારણ કે સરકાર દ્વારા વાહન ટેક્ષ, રોડ ટેક્ષ, ટોલ ટેક્ષ, વગેરે મોટા પ્રમાણમાં ઉઘરાવી લેવાયા બાદ પણ નબળું ગુણવત્તા વાળું કામ કરી અને પ્રજાના પૈસાનું પાણી થાતું હોય છે જેના કારણે ગ્રામજનોમાં ભારે રોસ જવા મળી રહ્યો છે અને સમય સર જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો ગ્રામ જનો દ્વારા આગામી દિવસોમાં આ મુદ્દે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું સરપંચ ભીખુભા ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું છે.