ટ્રાન્સપોર્ટ વાહનોને રિવર્સ લેતી વખતે થતા અકસ્માતોને ઘટાડવા કેન્દ્રના વાહન વ્યવહાર વિભાગનો નિર્ણય: એપ્રિલ ૨૦૨૦ બાદના તમામ નવા વાહનોમાં આ સિસ્ટમ લગાવવી ફરજિયાત

સતત વિકસતા જતા આપણા દેશ ભારતમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યા પણ નિરંતર વધી રહી છે. વધતી જતી ટ્રાફીકની સમસ્યા, ટ્રાફીકના નિયમો અંગે લોક જાગૃતતાના અભાવ વગેરે જેવા કારણોને લઈ દેશમાં વાહન અકસ્માતો અને તેમાં થતા મૃત્યુનો દર દર વર્ષે વધતો જાય છે. જેથી કેન્દ્રના વાહન વ્યવહાર વિભાગે તાજેતરમાં એક નવો નિર્ણય કર્યો છે. જે મુજબ એપ્રિલ ૨૦૨૦ બાદ નવા બનનારા દરેક ટ્રકો બસો જેવા ભારે ટ્રાન્સપોર્ટ વ્હીકલોમાં રિવર્સ પાર્કિંગ એલર્ટ સિસ્ટમ ફરજીયાત પણે લગાડવી પડશે.

કેન્દ્ર સરકારના વાહન વ્યવહારા વિભાગે ગુરુવારે બહાર પાડેલાએક પરિપત્ર મુજબ એપ્રીલ ૨૦૨૦ બાદ નવા બનાવવામાં આવનારા ટ્રકો, બસો સહિતના તમામ ટ્રાન્સપોર્ટ વ્હીલોમાં રીવર્સ પાર્કિંગ એલર્ટ સિસ્ટમ લગાવવી ફરજીયાત બનશે ટ્રેકટર, ટ્રેલર સાથે ટ્રેકટર, સેમી ટ્રેલર ટ્રેકટર અને હાઈડ્રોલીક ટ્રેલર સાથેના ટ્રેકટરમાં આ સિસ્ટમ લગાવવામાંથી છૂટ આપવામાં આવી છે. આ એલર્ટ સિસ્ટમમાં સેન્સર પણ લગાવવું પડશે આ સેન્સર રિવર્સ આવતા વાહનની આડે કંઈ વસ્તુ આવે તેનાથી થોડીક દૂરથી અવાજ કરવા લાગે તે પ્રકારનાં લગાવવાના રહેશે.

આ એલર્ટ સિસ્ટમમાં રિવર્સ વાહનો લેતી વખતે ડ્રાઈવર તેની સામેના મોનીટરમાં પાછળની સ્થિતિ નિહાળી શકે તે માટે કેમેરા પણ ફરજીયાત પણે લગાવવા પડશે. આ નવાનિર્ણયથી દેશભરમાં ટ્રાન્સપોર્ટ જેવા ભારે વાહનોને રીવર્સમા લેતી વખતે થતા અકસ્માતો અને નિદોર્ષ નાગરીકોના મૃત્યુને અટકાવી શકાશે. ફોર વ્હીલર વાહનોમાં રિવર્સ પાર્કિંગ એલર્ટ સિસ્ટમ ફરજીયાત પણે લગાવવાનો નિર્ણય જુલાઈ ૨૦૧૯થી કરવામાં આવી ચૂકયો છે. જેથી, હાલમાં નવી બનતી તમામ કારોમાં રિવર્સ પાર્કિંગ એલર્ટ સિસ્ટમ લગાવેલી આવે છે.

તાજેતરમાં દિલ્હીમાં બનેલી બે ઘટનાઓમાં બે ટ્રકોને રીવર્સ લેતી એક સ્કુલ વખતે શાળાએ જતી એક વિદ્યાર્થીની સહિત બે નિદોર્ષ લોકોના મૃત્યુ થયા હતા જયારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા જે બાદ અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા ભારે વાહનોમાં પણ રિવર્સ પાર્કિંગ એલર્ટ સિસ્ટમ લગાવવાની માંગ ઉઠવા પામી હતી આ સિસ્ટમમાં વાહનની પાછળ લગાવવામાં આવેલા કેમેરા અંધારામાં બાળક કે નાની વસ્તુને કેમેરાની સ્ક્રીન પર જોઈ ડ્રાઈવર એલર્ટ થઈ જશે તેવું વાહન વ્યવહાર મંત્રાલયનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.