લદ્દાખમાં આજ રોજ જવાનોને માર્ગ અકસ્માત નડ્યો છે. જેમાં સેનાના 26 જવાનોથી ભરેલી બસ નદીમાં પડી છે. આ દુર્ઘટનામાં સેનાના સાત જવાનો શહીદ થયા છે અને ઘણા જવાનો ઘાયલ હોવાની માહિતી મળી છે. અકસ્માત બાદ તરત જ જવાનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ અકસ્માતમાં સાત સૈનિકોના મોત થયા હતા અને ઘણાને ગંભીર ઈજાઓ થઈ હતી.

આ દુર્ઘટના થોઈસથી લગભગ 25 કિમી દૂર થઈ હતી. જ્યાં સેનાની બસ શ્યોક નદીમાં લગભગ 50-60 ફૂટની ઉંડાઈએ પડી હતી. જેમાં સેનાના તમામ જવાનો ઘાયલ થયા હતા. તમામ જવાનોને પરતાપુરની 403 ફિલ્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સર્જિકલ ટીમોને લેહથી પરતાપુર મોકલવામાં આવી હતી. જો કે આમાંથી સાત જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા છે.

સેનાનું સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી

ગંભીર રીતે ઘાયલ જવાનોની મદદ માટે એરફોર્સનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. સેનાની બસ કયા કારણોસર રોડ પરથી લપસીને નદીમાં ખાબકી તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટના અંગે સેના દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર, સૈનિકોની બસ ટ્રાન્ઝિટ કેમ્પથી સબ સેક્ટર હનીફના તરફ જઈ ફોરવર્ડ પોસ્ટ તરફ રહી હતી, તે દરમિયાન આ અકસ્માત થયો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.