અમદાવાદથી રાજકોટ ઇન્કમ ટેકસના દરોડા પાડવા જતી ટીમને સુરેન્દ્રનગર પાસે અકસ્માત નડયો
વહેલી સવારે ડ્રાયવરને ઝોકુ આવી જતા ટેમ્પો ટ્રાવેલ્સ ઝાડ સાથે અથડાઇ: તમામને સુરેન્દ્રનગર પ્રાથમિક સારવાર આપી અમદાવાદ ખસેડાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં રોજ બરોજ નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે ત્યારે ખાસ કરી રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર અકસ્માતોની સંખ્યામાં છેલ્લા એક મહિનામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ થી રાજકોટ જતી ઇન્કમટેક્સ ની ટીમને સોમાસર ગામ પાસે અકસ્માત નડ્યો છે અકસ્માતના પગલે ઘટનાસ્થળે 11 લોકોને ગંભીર ઇજા પહોંચવા પામી છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સોમાસર ગામ પાસે આજે વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યાના અરસામાં અમદાવાદ થી રાજકોટ ઈન્કમટેક્સના દરોડા પાડવા જતી આખી ટીમને અકસ્માત નડ્યો છે ત્યારે વહેલી સવારે અમદાવાદથી રાજકોટ તરફ ફોર્સ કંપનીની ટ્રાવેલર ગાડી લઈ અને તપાસ કામગીરી માટે ઇન્કમટેક્સની ટીમ રાજકોટ તરફ જઈ રહી હતી તે સમયે સોમાસર ગામ પાસે વહેલી સવારે ડ્રાઈવરને ઝોકુ આવી જતા ગાડી ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ છે.
આ ગાડી અથડાતાં ની સાથે જ ઇન્કમટેકસ અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે તમામને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની મેડીકલ કોલેજ ખાતે લાવવામાં આવ્યા છે અને તેમની હાલત હાલમાં ગંભીર હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છેે તમામ ની સારવાર તાત્કાલીક શરૂ કરાવી દેવામાં આવી છે ત્યારે ઉલ્લેખનીય છે કે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ને જાણકારી થતા તાત્કાલિક ધોરણે જોરાવરનગર પોલીસ મથકના પી.એસ.આઇ પોતાની ટીમ સાથે સોમાસર ગામે દોડી ગયા હતા અને જે સ્થળે આ અકસ્માત સર્જાયો હતો જે ગાડીમાં તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
અમદાવાદથી રાજકોટ તરફ ઇન્કમટેક્સ ના દરોડા પાડવા જતી ટીમને અકસ્માત નડ્યો છે અકસ્માતના પગલે 11 અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે અકસ્માતના પગલે 11 ઇન્કમટેક્ષના અધિકારીઓ ને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક તેને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની ટી.બી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે ત્યારે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાતા જોરાવરનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ના કુરેશી અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
તમામને ફોર્સ કંપનીની ટ્રાવેલ ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની ટી.બી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે ત્યારે તમામે તમામ ઈન્કમટેક્સ ઓફિસ ના અધિકારીઓ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે અન્ય મહિલા પોલીસ સ્ટાફ પણ તેમની સાથે હતો તેમને પણ ઈજા પહોંચવા પામી છે તમામની હાલત હાલ ગંભીર હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે રાત્રી દરમિયાન ઝોકુ આવી જતા ઝાડ સાથે ધડાકાભેર અથડાવી છે અને આ અકસ્માત સર્જાયો છે.
રાજકોટમાં ઈન્કમટેક્સના દરોડા પાડવા જતા હતા
પ્રાથમિક તપાસમાં મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના સોમાસર પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો છે ઇન્કમટેક્ષના અધિકારીઓ અને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે ત્યારે મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના સમાચાર પાસે અકસ્માત સર્જાયો છે તે ઇન્કમટેક્સના અધિકારી વહેલી સવારે અમદાવાદથી રાજકોટ તરફ ઇનકમ ટેક્સ માટેની તપાસ તથા દરોડા કરવા જઈ રહ્યા હતા તે સમયે ડ્રાઇવર દ્વારા સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવવામાં આવતા ઝાડ સાથે ધડાકાભેર ગાડી અથડાવતાં હતી અને ગાડીમાં સવાર 11 અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે જેમાં 6 મહિલા પોલીસને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેમને પણ સારવાર માટે ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે માથાના ભાગે 4 અધિકારીઓને ગંભીર ઇજા પહોંચી છે તેમના સીટી સ્કેન તથા ખઈંછ રિપોર્ટ પણ કરાવી લેવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ હોસ્પિટલે પહોંચી
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે આ બાબતની જાણકારી થતા સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી.એમ ઢોલ સહિતની ટીમ સુરેન્દ્રનગર શહેરની ટી.બી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર શરૂ કરાવી આપવામાં આવી હતી પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ એમ્બ્યુલન્સ સહિત ની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરાવી આપવામાં આવી હતી અને તમામને અમદાવાદ ખાતે હાલમાં રીફર કરવામાં આવ્યા છે.
અકસ્માતના પગલે ઇજાગ્રસ્તોના નામ
- 1 રાજકુમાર ગુપ્તા ઈંઝ અધિકારી
- 2 અમિત ભાઈ ગુપ્તા ઈંઝ અધિકારી
- 3 ઓજસ પરીખ ઈંઝ અધિકારી
- 4 રોહિત ઠક્કર ઈંઝ અધિકારી
- 5 ઉમાશંકર પ્રશાદ ઈંઝ અધિકારી
- 6 પ્રકાશ ઠક્કર ઈંઝ અધિકારી.
સાથે રહેલી મહિલા પોલીસ સ્ટાફ ને ઇજા
- 1 ડોડીયા સેજલ બેન
- 2 શ્રદ્ધા નાગરભાઈ
- 3 કોમલબેન ધનજી ભાઈ
- 4 કાજલ બેન વાલા ભાઈ
- 5 અન્ય એક.