- રાજકોટથી સુરત જતી ખાનગી ટ્રાવેલ્સની બસનો તારાપુર હાઇવે પર અકસ્માત
- ટ્રક સાથે બસ અથડાતા 3 મુસાફરોના ઘટનાસ્થળે મો*ત
- 15 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી
- પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતમાં એક પછી એક ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે. આજે આણંદના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં લક્ઝરી બસનું કચ્ચરઘાણ વળી ગયું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માત એટલો ભયાનક હતો કે 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. રાત્રીના અંદાજિત સાડા નવ વાગ્યે રાજકોટના પુનિતનગર ચોકમાંથી ખોડિયાર ટ્રાવેલ્સની બસ સુરત જવા રવાના થઇ હતી. આણંદ-તારાપુર હાઇવે પર ટ્રકને ઓવરટેક કરવા જતાં બસ અથડાઈ હતી. જેના પગલે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આણંદના તારાપુર-ધર્મજ હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો છે. તેમજ રાજકોટથી સુરત જતી ખાનગી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. તેમાં 3 લોકોના ધટના સ્થળે મોત નીપજ્યાં છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. ધટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. તેમજ મૃતદેહોને PM અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઓવરટેકના ચક્કરમાં સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. તેમાં રાજકોટથી સુરત તરફ જતી આ બસની ઓવરટેકના ચક્કરમાં ટ્રક સાથે ટક્કર થઇ ગઇ હતી. આ દરમિયાન ટ્રક સામેથી આવતી હતી. આ દરમિયાન ત્રણ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા બનાવ સ્થળે તેમનું મોત નીપજ્યું હતું.
આણંદના તારાપુર ધર્મજ હાઇવે પર ટ્રક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. વડદલા ગામનાં પાટીયા પાસે ટ્રક અને લકઝરી બસ જઈ રહ્યા હતા, જ્યાં ઓવરટેક કરવા જતાં ગોઝારો અક્સ્માત સર્જાયો છે. રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર એક ગોઝારો અકસ્માત થયો છે. વડદલા ગામનાં પાટીયા પાસે ટ્રક અને લકઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અક્સ્માતમાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનામાં મળેલી પ્રાથમિક માહિતી અનુસાર રાજકોટથી સુરત જઈ રહેલા 3 મુસાફરોના મોત થયા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આણંદના તારાપુર ધર્મજ હાઇવે પર ટ્રક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. વડદલા ગામનાં પાટીયા પાસે ટ્રક અને લકઝરી બસ જઈ રહ્યા હતા, જ્યાં ઓવરટેક કરવા જતાં ગોઝારો અક્સ્માત સર્જાયો છે. જેમાં રાજકોટથી સુરત જઈ રહેલા રાજકોટના ત્રણ મુસાફરોના મોત નિપજ્યા છે, જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની માહિતી મળતાં જ પેટલાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પીએમ માટે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.
નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર ગોઝારો અકસ્માત: ત્રણ મિત્રોના ઘટના સ્થળે અરેરાટી ભર્યા મોત
નવસારી સુરત સ્ટેટ હાઇવે નં-6 પર કોલસાણા ગામના પાટિયા પાસે ગત રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ દોડતી બાઈક કોલસાણા ગામના બસ સ્ટેન્ડમાં ભટકાતા ત્રીપલ સીટ બાઈક સવાર નવસારીના જલાલપોરમાં રહેતા ત્રણ યુવાન મિત્રોના ઘટના સ્થળે લોહી લુહાણ હાલતમાં અરેરાટીભર્યા મોત નીપજ્યા હતા. મૃતક ત્રણેય યુવાનો નવસારીના જલાલપોરથી સુરતના ઉધના ખાતે રહેતા ઠેકેદારને મળવા માટે જઈ રહ્યા હતા.
અનુસાર માહિતી મુજબ, આ બનાવની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ધટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન અકસ્માતમાં 3 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા બનાવ સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે 15 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે મૃતદેહોને PM અર્થે પેટલાદ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. તેમજ પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.