- 8 જેટલાં રાહદારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત : ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રિકો સરકારી હોસ્પિટલમાં ખસેડાયા
ગુજરાતમાં માર્ગ અકસ્માતના વધતા જતાં કેસ અને તેનાથી થતાં મૃત્યુના આંકડા ચોક્કસ ચિંતાજનક છે. ગત વર્ષે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર નબીરા તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જે બાદ પણ સમયાંતરે ગુજરાતમાં ઑવરસ્પીડિંગના કારણે અકસ્માતના બનાવો છાશવારે સામે આવતા રહ્યાં છે. આવો જ વધુ એક બનાવ આબુ રોડ પરથી સામે આવ્યો છે. જેમાં બેકાબૂ કારે ઠોકરે ચડાવતા 3 રાહદારીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આબુ રોડ પર આવેલા રિકો વિસ્તારમાં પાટણ પાસિંગની હુન્ડાઈ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જયો હતો. જેના કારણે સમગ્ર વિસ્તાર મરણચીસોથી ગૂંજી ઉઠ્યો હતો. બેકાબૂ કારે ત્યાંથી પસાર થઈ રહેલા 12 જેટલા રાહદારીઓને અડફેટમાં લેવા ઉપરાંત આસપાસના અનેક વાહનો તેમજ લારી-ગલ્લાને પણ ઠોકરે ચડાવ્યા હતા.
આ અકસ્માત બાદ ત્યાં વેર વિખેર સામાનની વચ્ચે દર્દથી કણસતા રાહદારીઓ જોવા મળ્યા હતા. બીજી તરફ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીક રિકો સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે.
આબુરોડમાં અંબાજી જવાના માર્ગે ચેકપોસ્ટ પાસે સોમવારે સાંજે પોણા પાંચ વાગે નશામાં ધૂત પાટણના બેંક અધિકારી યોગેશ શર્માએ નાસ્તાની લારીઓને ટક્કર મારી હતી.અહીં નાસ્તો કરી રહેલા લોકો અને બસ સ્ટોપ પર ઉભેલા 12 મુસાફરોને અડફેટે લેતાં રોડ પર ફેંકાયા હતા. જેમાંથી 8ની હાલત ગંભીર છે.પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લીધો છે.
કાર ચાલક પાટણ બેંકના અધિકારી યોગેશ શર્મા( મૂળ રહે. ઝુનઝુનુ) એ દારૂના નશામાં કાર પર કાબુ ગુમાવી આરટીઓ ટેક્સ કલેક્શન સેન્ટર પાસે અથડાવી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે લારીઓ 25 ફૂટના ફેંકાઈ હતી. જેને લઇ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. ટોળાએ કાર ચાલકને બહાર કાઢીને માર માર્યો હતો.
મોટાભાગના લોકો નાસ્તો કરી રહ્યા હતા, અહીં બસ સ્ટોપ અને શાકભાજીના સ્ટોલ પણ હતા સ્થળ પર રસ્તાની બંને બાજુ શાકભાજી અને ચા નાસ્તાના સ્ટોલ હતા, જ્યાં ભારે ભીડ હતી. અહીં બસ સ્ટોપ હોવાથી મજૂરો સહિત અન્ય લોકો ઉભા હતા.
રાજ્યમાં અકસ્માતમાં દરરોજ લેવાઈ રહ્યો છે 21 લોકોનો ભોગ
સરકારના આંકડા અનુસાર, ગુજરાતમાં દરરોજ 43 જેટલા માર્ગ અકસ્માતના બનાવો બને છે. જ્યારે દરરોજ 21 લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. વાહન અકસ્માતના મોટાભાગના કેસોમાં વધારે પડતી ઝડપ જવાબદાર હોવાનું કહેવાય છે. વર્ષ 2018 થી 2022 દરમિયાન ગુજરાતમાં 36,626 નાગરિકોએ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
અકસ્માત સર્જનાર કાર ચાલક બેંક અધિકારી હોવાનું આવ્યું સામે : નશામાં ધૂત હોવાનું પણ આવ્યું સામે
કાર ચાલક પાટણ બેંકના અધિકારી યોગેશ શર્મા( મૂળ રહે. ઝુનઝુનુ) એ દારૂના નશામાં કાર પર કાબુ ગુમાવી આરટીઓ ટેક્સ કલેક્શન સેન્ટર પાસે અથડાવી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે લારીઓ 25 ફૂટના ફેંકાઈ હતી. જેને લઇ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. ટોળાએ કાર ચાલકને બહાર કાઢીને માર માર્યો હતો.