- હરીપર બ્રિજ નજીક પ્લાયવુડની સીટ ભરેલ ટ્રક પલટી મારતા સજાયો અકસ્માત
- ટ્રક ચાલકે અગમ્ય કારણસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સજાયો અકસ્માત
- સદનસીબે મોટી જાનહાની થતા ટળી
- અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
- તાલુકા પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી
ધાંગધ્રા હાઇવે પર હરીપર બ્રિજ નજીક પ્લાયવુડ ની સીટ ભરેલ ટ્રક ગાડી ચાલે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક રોડ પર પલટી મારી જતા અકસ્માત સજાયો સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી જેમાં અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિક જામ ના દ્રશ્ય સજાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અહીં કચ્છ થી અમદાવાદ મેઈન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી છાશવારે અકસ્માતો જોવા મળતાં હોય છે ત્યારે છેલ્લા એક મહિનામાં હાઇવે પર અકસ્માતના અનેક બનાવો બન્યા છે જેમાં ધાંગધ્રા હરીપર બ્રિજ નજીક પ્લાયવુડ ની સીટ ભરીને આવતા ટ્રક ગાડી ચાલે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી મારતા અકસ્માત જેમાં ટ્રક ગાડી ના ચાલકે અગમ્યો કારણસર સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ચાલુ ગાડીએ રોડ ઉપર જ પલટી ખાતા અકસ્માત સજાયો હતો.
ત્યારે નજીક થી લોકો દ્વારા ઘટના સ્થળે પહોંચી ગાડી ચાલકના ડ્રાઈવરને બહાર કાઢી બચાવ કામગીરી કરવામાં આવી હતી જેમાં સદ નસીબે હાઇવે પર મોટી જાનહાની થતા ટળી હતી હાઇવે પર અકસ્માત થતાં રોડ પર 5 કિલોમીટર થી વધુની વાહનોની લાઈનો લાગી હતી ત્યારે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય સજાયા હતા ત્યારે હાઇવે પર કંપની ની ઈમરજન્સી સેવા આપતી ગાડીને અને તાલુકાના પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હડવો કર્યો હતો
અહેવાલ: સલીમ ઘાંચી