વર્લ્ડ રેકોર્ડનું સર્ટીફીકેટ સ્વીકારતા કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ નવધણભાઇ આહિર
અકસ્માતે મૃત્યુ પામનાર બે ડ્રાઇવરના પરિવારજનોને પાંચ લાખ વીમાનો લાભ પણ મળ્યો
કચ્છ જીલ્લા ટ્રક ઓનર્સ એસો.ના પ્રમુખ નવઘણભાઈ વી.આહીરની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ટ્રક ડ્રાઇવરોની સુરક્ષા હેતુ છેલ્લા ત્રણ વર્ષમાં 3000 થી વધુ ડ્રાઇવરોના પાંચ લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમા પોલિસીનું પ્રીમિયમ સંસ્થા દ્વારા ભરી આપવાનો એક વર્લ્ડ રેકોર્ડ 15 માર્ચના રોજ નોંધવામાં આવેલ છે,આ વર્લ્ડ રેકોર્ડ અંગેના સર્ટિફિકેટનું વિતરણ “વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા”ના કચ્છ ગુજરાતના નિર્ણયાક મિલનભાઈ સોની તેમજ દેવ્યાની સોનીના વરદ હસ્તે પ્રમુખ નવઘણભાઈ વી. આહીરને સુપરત કરવાનો એક કાર્યક્રમ તાજેતર સંસ્થાની ઓફિસ કિશાન લોજની પાછળ,માધાપર હાઇવે માધાપર ખાતે રાખવામાં આવેલ હતો જેમાં સંસ્થાના ઉપ પ્રમુખ રાજેશભાઈ એમ.આહીર,ખેંગારભાઈ રબારી,મંત્રી હરિલાલ કે. લીંબાણી, કારોબારી સભ્ય શંકરભાઈ ભીમાણી, વેલજીભાઈ આહીર,કે.પી.આહીર તેમજ ઓફિસ સ્ટાફ ઉપસ્થિત રહેલ હતા.સ્વાગત પ્રવચન ઉપ પ્રમુખ રાજેશભાઈ આહીર દ્વારા કરવામાં આવેલ અને ઉપ પ્રમુખ ખેંગાર ભાઈ રબારી,શંકરભાઈ ભીમાણીએ પોતાના પ્રવચનમાં સંસ્થા તરફથી ડ્રાઇવરો માટે જે પાંચ લાખના વીમા પોલિસી પ્રીમિયમ ભરી આપવાનું જે પ્રશંસનીય કાર્ય કરવામાં આવેલ તેને આવકારી આવા સારા કાર્યોમાં હંમેશા સંસ્થાના પ્રમુખ સાથે ખભે થી ખભા મિલાવી સાથે રહેવાનો કોલ આપેલ હતો.વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના કચ્છ ગુજરાતના નિર્ણાયક મિલનભાઈ સોની તેમજ દેવ્યાનીબેન સોની દ્વારા વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા જે વર્લ્ડ રેકોર્ડ નો સર્ટિફિકેટ સુપરત કરાયેલ તે અંગેની પારદર્શક પ્રક્રિયા બાબતે વિગતવાર પ્રકાશ પડેલ હતો.અને દેવ્યાની બેન સોની એ એવોર્ડની વિગત વાંચી સંભળાવવામાં આવેલ અને સંસ્થાના પ્રમુખ તેમજ હોદેદારો ને આ મળેલ એવોર્ડ બદલ શુભેચ્છાઓ પાઠવેલ હતી.પ્રમુખ નવઘણભાઈ વી.આહિરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થા દ્વારા વખતો વખત થઈ રહેલ સેવાકીય કાર્યો બાબતે વિગતવાર વાત કરેલ હતી અને જે ડ્રાઇવરો માટે પાંચ લાખના વીમા પોલિસી ભરવામાં આવેલ તેમાં અકસ્માતે મૃત્યુ પામેલ બે ડ્રાઈવર ભાઈઓ ના પરિવાર ને પાંચ પાંચ લાખનો વીમાનો લાભ પણ મળેલ હોવાનું જણાવી આ સંસ્થા હંમેશા સંસ્થાના સભ્યોની સાથે સાથે આ વ્યવસાય સાથે સંકળાયેલા ડ્રાઈવર કલીનરો માટે લાભકર્તા કાર્યો કરવા કટિબદ્ધ હોવાનો કોલ આપેલ હતો.અંતમાં હાજર તમામ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા ના પત્રકાર મિત્રો નો આભાર માની અન્ય સંસ્થા કે વ્યક્તિઓ ને આવા કાર્યો કરવાનું પ્રોત્સાહન મળે તે હેતુસર આવા સેવાભાવી કાર્ય ને જાહેર પ્રસિદ્ધિ આપવા પણ વિનંતી કરવામાં આવેલ હતું.