સમાધાન લાયક ૧૭૨૧ કેસો મુકાયા: સાંજ સુધીમાં ૭૦ થી ૮૦ ટકા કેસનો નિકાલ: ડિસ્ટ્રીકટ જજ યુ.ટી દેસાઈએ વર્ચ્યુઅલ ઈ-લોક અદાલતને ખૂલ્લી મૂકી હતી
રાજયના કાનુની સેવા સત્તા મંડળ અને હાઈકોર્ટના ઉપક્રમે રાજકોટ જિલ્લા અને તાલુકા મથકે આજરોજ યોજાયેલી રાષ્ટ્રીય મેગા ઈ-લોક અદાલતનું ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ યુ.ટી. દેસાઈએ વર્ચ્યુઅલથી ખૂલી મૂકી હતી જેમાં બપોર સુધીમાં ૨૫ ટકા કેસોના સમાધાન રાહે નિકાલ કરવામાં આવ્યું છે.
વધુ વિગત મુજબ કોરોનાની મહામારીમાં માર્ચ માસમાં લોકડાઉન કરવામા આવ્યા બાદ હાઈકોર્ટ અને જિલ્લાની અદાલતોમાં મોટાભાગની કામગીરી વર્ચ્યુઅલ રીતે કરવામાં આવે છે. આજે તા.૧૨ને શનિવારે રાષ્ટ્રીય મેગા ઈ-લોકઅદાલતમાં કોર્ટમાં દાખલ થયેલા કેસો પૈકી સમાધાનકારી ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણા, અકસ્માત વળતર, લગ્ન વિષયક, મજૂર અદાલત, ઈલેકટ્રીક પાણીના બીલ અને રેવેન્યુ તેમજ દિવાની સહત ૧૭૨૧ કેસો મૂકવામાં આવ્યા હતા.
આ તકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને ડિસ્ટ્રીકટ જજ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેશાઈએ તમામ પક્ષકારોને અનુરોધ કર્યા હતા. ઈ-લોક અદાલતમાં કેસ મૂકી નિર્ણત કરવામા આવે છે. બંને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ કરી કોઈનો વિજય નહી કે કોઈનો પરાજય નહી અને વિવાદ મૂકત બની વૈમનસ્યથી મૂકત થાય છે.
આજની લોક અદાલતમાં અકસ્માત વળતર અને નેગોશીએબલ એકટના મોટાભાગના કેસ મૂકયા છે. જેમાં અકસ્માત વળતરમાં રૂ.૨.૫૦ થી ૩ કરોડનું વળતર ચૂકવી ૧૨૬ કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. અને બપોરે સુધીમાં ૨૫ ટકા કેસનો નિકાલ થયો છે. સાંજ સુધીમાં ૬૦ થી ૭૦ ટકા સુધી કેસનો નિકાલ થવાની શકયતાઓ છે. તેમ જિલ્લા કાનૂની સેવા મંડળના સચિવ એચ.વી. જોટાણીયા જણાવ્યું છે.
આ તકે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના સભ્ય દિલીપ પટેલ, બારના પ્રમુખ બકુલ રાજાણી, એમ.એ.સી.પી.નાં પ્રમુખ રાજેશ મહેતા, ગોપાલ ત્રિવેદી, ડી.જી.પી. એસ.કે.વોરા, મુકેશભાઈ જય ગોંડલીયા, કલ્પેશ વાઘેલા, કયુબ શુકલા અને નિકુંજ શુકલા સહિત સીનીયર જૂનીયર એડવોકેટ ઈ-લોક અદાલતને સફળ બનાવવા પ્રયાસ કર્યો છે.