• કાંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી જોરદાર ટક્કર મારતા એક કોચ ઉપર ચડી ગયો, જ્યારે અન્ય બે કોચ પાટા પરથી ઊતરી ગયા : બચાવ કાર્ય પુરજોશમાં ચાલુ : મૃત્યુઆંક વધવાની સંભાવના

પશ્ચિમ બંગાળમાં આજે સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં જલપાઈગુડીમાં મુસાફરોને લઈને જઈ રહેલી કાંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે કાંચનજંગા એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ બનાવમાં 15 લોકોના મોત પણ નિપજ્યા છે. દુર્ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું. 25 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે.

અહેવાલ અનુસાર આ અકસ્માત સવારે 9.30 વાગ્યની આસપાસ થયો હતો. ટ્રેન નંબર 13174 કાંચનજંગા એક્સપ્રેસની માલગાડી સાથે જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે કાંચનજંગા એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ગંભીર દુર્ઘટનામાં પંદર મુસાફરોના મોત થયા છે. જ્યારે ઘણા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મુસાફરોને બચાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ટ્રેન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું હતું  કે, એનએફઆર ઝોનમાં ખૂબ જ દુ:ખદ અકસ્માત થયો છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલવે, એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો સાથે મળીને કામ કરી રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કંચનજંગા એક્સપ્રેસ પશ્ચિમ બંગાળના અગરતલાથી સિયાલદહ જઈ રહી હતી. રેડ સિગ્નલના કારણે એક્સપ્રેસ ટ્રેનને સિલિગુડી- રંગપાની સ્ટેશન પાસે રૂઈધાસા ખાતે રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન પાછળથી આવતી માલગાડીએ તેને ટક્કર મારી દીધી હતી. આશંકા છે કે માલગાડીના પાઇલટે સિગ્નલની અવગણના કરી હતી, જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક્સપ્રેસ ટ્રેનનો એક ડબ્બો માલગાડીના એન્જિન પર ચડી ગયો હતો. જ્યારે અન્ય બે કોચ પાટા પરથી ઊતરી ગયા હતા.

દુર્ઘટનાને કારણે ઘણી ટ્રેનોને અસર થઈ કંચનજંગા એક્સપ્રેસ દરરોજની ટ્રેન છે. તે બંગાળને ઉત્તરપૂર્વીય શહેરો સિલચર અને અગરતલા સાથે જોડે છે. આ

માર્ગ ચિકન નેક કોરિડોરમાં છે, જે પૂર્વોત્તરને દેશના બાકીના ભાગો સાથે જોડે છે. દુર્ઘટનાને કારણે ઘણી ટ્રેનોને અસર થઈ છે. કંચનજંગા એક્સપ્રેસનો ઉપયોગ પ્રવાસીઓ દાર્જિલિંગની યાત્રા માટે કરે છે.

ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે. આ પહેલા પશ્ચિમ બંગાળ પોલીસે 5 લોકોના મોતની માહિતી આપી હતી, પરંતુ બાદમાં રેલવે અને પોલીસે 15 લોકોના મોતની પુષ્ટિ કરી છે. પશ્ચિમ બંગાળના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અભિષેક રોયે કહ્યું – ઘટનાસ્થળ પર સ્થિતિ હજુ પણ ગંભીર છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં 15 લોકોના મોત થયા છે, લગભગ 25 લોકો ઘાયલ થયા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.