Abtak Media Google News
  • વિઠ્ઠલગઢ નજીક હાઇવે પર ત્રણ સવારી મોટરસાયકલ ચાલકને ડમ્પરએ હડફેટે લેતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે ત્યારે આજે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો છે. સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે ઉપર આવેલા લખતર ગામ પાસે આવેલા વિઠ્ઠલગઢ નજીક ડમ્પર ચાલકે બાઈકચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે ત્રણ યુવાનોમાં મોત નીપજવા પામ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક આવેલા વિઠ્ઠલગઢ ગામ નજીક અકસ્માત સર્જાયો છે. મળતી વિગતો અનુસાર બાઈક પર ત્રણ યુવકો વહેલી સવારે નોકરીએ જતા હતા. તે દરમિયાન સામેથી આવતા ડમ્પર ચાલકે હડફેટે લેતા ત્રણેય યુવકોના મોત નીપજવા પામ્યા છે. ઘટનાની જાણ થતા લખતર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ પોલીસ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી મુજબ ત્રણેય યુવકો વહેલી સવારે નોકરીએ જતા હતા તે દરમિયાન સામેથી આવતા ડમ્પરે હડફેટે લીધા હતા. લખતર સરકારી હોસ્પિટલ ખાતે તમામ મૃતકોની લાશ ખસેડવામાં આવી છે. આ સંદર્ભે લખતર પોલીસે ગુનો દાખલ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જી ડમ્પરચાલક ફરાર થઇ જતાં પોલીસે ડમ્પરચાલકની શોધખોળ હાથ ધરી છે.આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી ડમ્પરચાલકની ઓળખ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નોકરી પર જતાં યુવાન સાથે ચોપડા લેવા નીકળેલા બે ભાઈઓના મોતથી પરિવારમાં અરેરાટી

હાલ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ચોપડા લેવા માટે નોકરીએ જતા યુવક સાથે બે ભાઈઓ બાઈક ઉપર નીકળ્યા હતા. લખતરથી નીકળ્યા બાદ હતા ત્સામેથી આવતા ડમ્પર ચાલકે વિઠ્ઠલગઢ નજીક અડફેટે લીધા હતા. બે સગા ભાઈઓના મોતથી પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

સુરેન્દ્રનગરમાં ચાર અકસ્માતના બનાવમાં બેના મોત : 10 ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના 4 બનાવ બન્યા છે. જોરાવરનગરમાં રહેતા વિશાલભાઈ નરેન્દ્રભાઈ રાજગોર ગુરૂવારે સવારે ઈકો કાર લઈને મૂળીથી થાન તરફ જતા હતા. ત્યારે ગઢાદ પાસે પહોંચતા સામેથી આવી રહેલી પીકઅપ વાન સાથે અકસ્માત સર્જાયો હતો.જેમાં ઈકોમાં સવાર વિશાલભાઈ રાજગોરનું મોત થયુ હતુ. જયારે પીકઅપવાનમાં સવાર ભુપેન્દ્રભાઈ કૈલાસભાઈ પ્રજાપતિ, વિજય રમેશભાઈ પ્રજાપતિને ઈજાઓ થતા સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ લઈ જવાયા હતા. જયારે રાજસ્થાનના જયપુરમાં રહેતો ગુપ્તા પરીવાર મીની બસ લઈને દ્વારકા દર્શને આવ્યો હતો અને દ્વારકાથી જયપુર પરત જતો હતો. ત્યારે ગુરૂવારે સવારે લખતરના કડુ પાસે મીની બસનું ટાયર ફાટતા બસ રસ્તાની બાજુના ખેતરમાં પલટી મારી ગઈ હતી. જેમાં 7 મુસાફરોને ઈજાઓ થઈ હતી. આ ઉપરાંત ચોટીલાના કાળાસર ગામે રહેતા હરેશભાઈ ગેલાભાઈ ચોટીલાથી કાળાસર બુલેટ લઈને જતા હતા. ત્યારે આણંદપુર રોડ પર એક બાઈકને ઓવરટેક કરવા જતા બાઈક ચાલકે બુલેટ પાછળ ભટકાડી અકસ્માત કર્યો હતો. જેમાં હરેશભાઈ નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ચોટીલા દવાખાને લઈ જવાયા હતા. જેમાં હરેશભાઈનું મોત થયુ હતુ. બીજી તરફ ચોટીલાના વડાળી ગામે રહેતા વિશાલભાઈ દાનાભાઈ વાઘેલા તા. 18મીએ સાંજે બાઈક લઈને ચોટીલાથી વડાળી તરફ જતા હતા. ત્યારે પાંચવડા ગામ પાસે સામેથી આવતા ટ્રક ચાલકે બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં વિશાલભાઈને ઈજાઓ પહોંચી હતી. આથી તેઓને સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. બનાવની રમેશભાઈ વાઘેલાએ ચોટીલા પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ડી.કે.ડોડીયા ચલાવી રહ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.