સુરતનો પરિવાર ઉજ્જૈન દર્શન કરી પાવગઢ જતી વેળાએ કાળનો કોળિયો બન્યો
કાર ક્નટેનર પાછળ ઘૂસી જતાં રેસ્ક્યું માટે જેસિબીની મદદ લેવામાં આવી
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પાસે એક ગોઝારો અક્સ્માત સર્જાયો છે જેમાં ઉજ્જૈન અને પાવાગઢથી દર્શન કરીને સુરત જઈ રહેલા પરિવારના 4 લોકોનાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયાં છે, જેમાં 8 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.કાર ક્ધટેનર પાછળ ઘૂસી ગઈ હોવાથી રેસક્યું માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી.
વિગતો મુજબ મૂળ રાજસ્થાનનો અને સુરતમાં રહેતો પરિવાર ઉજ્જૈન દર્શન માટે ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે પાવાગઢ મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા અને ત્યાંથી પરિવાર સુરત પરત ફરી રહ્યો હતો. એ સમયે વડોદરા નજીક જરોદ પાસે આવેલી હોટલ વે વેટ પાસે કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં એસયુવી કાર ક્ધટેનરની પાછળ ઘૂસી ગઈ હતી. આ સમયે કારમાં બેઠેલા 4 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ અને એન.ડી.આર.એફ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ અને એન.ડી.આર.એફની ટીમે રેસ્ક્યુ-ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યારે જરોદ પોલીસની ટીમે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જરોદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કાર ક્ધટેનરની પાછળ ઘૂસી ગઈ હોવાથી રેસ્ક્યુ-ઓપરેશનમાં જેસીબીની મદદ લેવાઈ હતી અને જેસીબીની મદદથી કારને ક્ધટેનરમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઉલેખનિય છે કે,વડોદરા શહેર નજીક આવેલા દરજીપુરા એરફોર્સ સ્ટેશન પાસે 4 ઓક્ટોબરે સુરત તરફથી અમદાવાદ તરફ જઇ રહેલું ક્ધટેનર ડિવાઇડર કૂદી સામેની સાઇડે એક છકડાને અથડાયું હતું, જેમાં વડોદરા, દેવગઢ બારિયા અને પાવીજેતપુર સહિતના 10 લોકોનાં મોત થયાં હતાં.
મૃતકોના નામ
1)રઘાજી કિશોરજી કલાલ (ઉ.65), (રહે. પલસાણા, સુરત)
2)રોશન રઘાજી કલાલ (ઉ.40), (રહે. પલસાણા, સુરત)
3)પ્રકાશ રામાજી ગુર્જર (ઉ.35), (રહે. પલસાણા, સુરત)
4)રાકેશ કનૈયાલાલ ગુર્જર (ઉ.08), (રહે. પલસાણા, સુરત)