સાયકલોનનું પ્લેટ બકેટ ફાટતા સર્જાઇ દુર્ધટના: બે વ્યકિત ગંભીર
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક આવેલ અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટ કંપનીમાં સવારે 7 કલાકે બની દુર્ઘટનામાં એક વ્યક્તિનું ધટના સ્થળે મોત નિપજયુ છે. બીજા અન્ય ને સારવાર અર્થે રાજુલા તેમજ જાફરાબાદ સરકારી હોસ્પિટલ મા લઈ જવાયા છે.
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક નર્મદા સિમેન્ટ કંપનીમાં આજરોજ સવારે 7 કલાક આસપાસ કંપનીમાં 5 મા માળે કલિંકર જામ થતાં ડસ્ટીન બહાર કાઢી રહ્યા હોય તે સાયકલોન નું પ્લેટ બકેટ ફાટતા દરમિયાન મોટી દુર્ઘટના બની હતી ..
આ બકેટ ફાટતા તેમાથી અત્યંત ગરમ મટીરીયલ આજુબાજુ ફેલાતા નજીક મા કામ કરી રહેલ મજુર નુ દાજી જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું કરુણ મોત થયું હતું બાબરકોટ ગામ નજીક આવેલ નર્મદા સિમેન્ટ કંપની માં 5 માળે ડસ્ટીન બહાર કાઢી રહ્યા હોય તે દરમિયાન ડસ્ટીન અત્યંત ગરમ હોવાના કારણે એક દાજી જતા ઘટના સ્થળે મોત થયું હતું અને બે વ્યક્તિઓ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું
એક નું ધટના સ્થળે મોત નિપજયુ હતું જેને રાજુલા સરકારી હોસ્પિટલ મા પી એમ માટે ખાસેડવામાં આવ્યો અને અન્ય બે વ્યક્તિઓને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. એક વ્યક્તિ વધુ ગંભીર હોવાથી તેને ભાવનગર હોસ્પિટલ માં વધુ સારવાર માટે ખશેડવામાં આવ્યા તેવું જાણવા મળ્યું છે અલ્ટ્રાટેસ સિમેન્ટ પ્લાન્ટ મા વારંવાર અકસ્માત થતા રહે છે. હમણાં છેલ્લા 3મહિનામાં સિમેન્ટ કંપનીમાં આ સતત બીજી વખત કંપનીની બેદરકારીના કારણે અને નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લોકો પાસે વધુ કામો કરાવવાની કંપની નીતિના કારણે વારંવાર દુર્ઘટના બનતી હોય છે.
આ અંગે બે થી ત્રણ મહિના પહેલા આગ લાગવાની બનાવ બનેલ છે.જેમાં પણ ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને વળતર પણ ચૂકવવામાં આવેલ છે કે કેમ તે અંગેના સવાલો છે ત્યારે આ ઘટના બનતા સેફટી વિભાગ તેમજ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ શું કરી લે આજે તે અંગેના સવાલો પણ લોકોમાંથી ઉઠી રહ્યા છે.
આ ઉપરાંત આ વિસ્તારમાં સતત ડસ્ટીગ ના કારણે લોકોને શ્વાસોના રોગોનો ભોગ બનવું પડતું હોવાની ફરિયાદો પણ અવારનવાર તંત્રને કરવામાં આવેલ હોવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે અને લોકો મેં રોગના ભોગ બનીને આ રીતે લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહી છે આવવાનું લોકોમાંથી જાણવા મળી રહે છે.