પરાબજારના પે એન્ડ યુઝ ટોયલેટને સંચાલકે ઢોરવાડો બનાવી દીધો: તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં
નાગરિકોને હળવા થવા માટે હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પે એન્ડ યુઝ ટોયલેટ અર્થાત સુલભ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યા છે. જેનું સંચાલન અલગ-અલગ સંસ્થાઓને સોંપી દેવામાં આવે છે. આ સંસ્થાઓએ સુલભ શૌચાલયને ઢોરવાડા બનાવી દીધા હોય તેવું લાગી રહ્યું છે.
શહેરના વોર્ડ નં.3માં પરાબજાર વિસ્તારમાં આવેલા પે એન્ડ યૂઝ ટોયલેટમાં આજે સવારે 30 ઘેંટાઓને કોઇ માલધારીએ પૂરી દીધા હતા અને બહાર જાળી પર લોક મારી દીધું હતું. જો કે, ‘અબતક’ના તસવીરકારે જ્યારે સુલભ શૌચાલય ઘેટાંનું આશ્રયસ્થાન બની ગયું હોય તેવો ફોટો પાડ્યો કે ગણતરીની મિનિટોમાં ઘેંટા પૂરનાર અને પે એન્ડ યુઝ ટોયલેટના સંચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. થોડીવારમાં ઘેંટાને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.