બધી જ રાશીના લોકોએ પીળુ કપડુ, ગોળ-સાકર-સોપારીનુ દાન કરવું ફળદાયી
ગૂરૂનો કાલથી ધનરાશીમાં પ્રવેશ થઈ રહ્યો છે. જે મેષ અને ધન રાશીના જાતકોને શુભ ફળ આપનારૂ રહેશે.
ગૂરૂ ગ્રહ મંગળવારે વહેલી સવારે ૫.૨૩ એટલે કે તા.૪.૧૧ના ધન રાશીમાં પ્રવેશ કરશે જેનુ ફળ બારેય રાશીને અલગ અલગ રીતે મળશે.
મેષ (અ,લ,ઈ):
મેષ રાશીના લોકોને ગુરૂ ભાગ્ય સ્થાનમાંથી પસાર થશે. ભાગ્યબળમાં વધારો થાય, યાત્રા પ્રવાશ થાય, ગજકેશરી યોગ થતા આત્મબળ વધે વિદ્યાઅભ્યાસમાં લાભ આપે સંતાનનો સાથે મેળ કરાવે મહેનતનું ફળ મળે.
વૃષભ (બ,વ,ઉ):
વૃષભ રાશીના લોકોને ગુરૂ આઠમાં સ્થાનેથી પસાર થશે. વારસાકિય પ્રશ્નોનો નિકાલ કરવો જરીતેમાં દગાખોરીથી બચવું ખર્ચા પર કાબુ રહે વાણી વ્યવહારમાં ધ્યાન રાખવું જમીન મકાન ખરીદવાના યોગ બને.
મિથુન (ક,છ,ઘ):
ગુરુ ગ્રહક સાતમા સ્થાનેથી પસાર થશે. મંત્ર જપ કરવા અથવાતો કરાવવા જાહેર જીવનમાં બહુ ધ્યાન રાખી આગળ વધવું વિવાહ બાબતે વિલંબ થાય છતા મહેતનનુ ફળ પુરતુ મળે.
કર્ક (ડ,હ):
ગૂરૂ ગ્રહ છઠ્ઠા, સ્થાનમાંથી પસાર થશે. ધનમાં વૃધ્ધિ કરાવે ખર્ચા પર કાબુ રાખવાથી ફાયદો થાય, નવા વ્યાપારની શરૂઆત કરી શકો છો. વ્યાપારમાં નવી તક મળે રાહુ બારમે ચાલતો હોવાથી જોઈ વિચારીને બધીજ બાબતે આગળ વધવું.
સિહ (મ,ટ):
ગુરૂ ગ્રહ પાચમા સ્થાનમાંથી પસાર થાય, વિદ્યા અભ્યાસ બાબતે ખૂબ ખ્યાલ રાખવો શેર શટ્ટાથી દૂર રહેવું ભાગ્યોદય થાય આત્મબળમાં વધારો થાય.
કન્યા (પ,ઠ,ણ):
કન્યા રાશીના લોકોને ગૂરૂ સુખભુવનમાંથી પસાર થશે. વારસાકીય પ્રશ્નોનો ઉકેલ આવે વ્યાપારમાં સાવચેત રહી વ્યાપાર કરવો, જરૂરી જમીન મકાનની ખરીદી કરવી હોય તો પણ સાવચેત રહીને કરવી.
તુલા (ર,ત,):
તુલા રાશીના લોકોને ગૂરૂ પરાક્રમભુવનમાંથી પસાર થશે. આથી મહેનત યોગ્ય જગ્યાએ કરવી, પ્રવાસમાં યાત્રામાં યોગ્ય આયોજન કરવું વાર્ષિક આવકમાં વધારો થાય સારા કાર્યો થાય વિવાહનોગ બને જાહેર જીવનમાં નામ મળે.
વૃશ્ચિક (ન,ય):
વૃશ્ચિક રાશીના લોકોને ગુરૂ ધન સ્થાનમાંથી પસાર થાય કુટુંબીક જગડાથી દૂર રહેવું છુપા શત્રુદૂર થાય, નોકરીયાત વર્ગને પ્રમોશન મળે, વ્યાપારમાં વધારો નવો વ્યાપારનું આયોજન થાય.
ધન (ભ,ફ,ધ):
ગૂરૂ દેહ ભુવનમાંથી પસાર થશે. આરોગ્ય સુધરે જાહેર જીવનમાં સાવચેત રહેવું અને આગળ વધવું વિદ્યાઅભ્યાસમાં ફાયદો થાય સંતાનોની પ્રગતી થાય ભાગ્યોદયકારક ભાગ્યબળમાં વધારો થાય નવા કામ થાય.
મકર (ખ,જ,) :
ગૂરૂ વ્યય ભુવનમાં પસાર થશે બીજાના કામકાજ કરતા ફસાવું નહિ, કોઈની સાક્ષીમાં પડવું નહિ પોતાના જમીન મકાનના યોગ ખરા.
કુંભ (ગ,શ,સ):
કુંભ રાશીના લોકોને ગૂરૂ લાભ સ્થાનમાંથી પસાર થશે. સારા કાર્યો થાય, મોટાભાઈ બહેનોથી લાભ મળે, વિદ્યા અભ્યાસમાં ધ્યાન આપવું,નાના યાત્રા પ્રવાશો થાય મહેનતનું ફળ મળે.
મીન (દ,ચ,ઝ,થ):
મીન રાશીના જાતકોને ગૂરૂ કર્મભુવનમાંથી પસાર થશે. વ્યાપાર ધંધો પૂરા લખાણ સાથે કરવો, જમીન-મકાન જોઈ વિચારીને લેવા, બેંક બેલેન્સમાં ફાયદો થાય, વાણી મધુર થાય નોકરીમાં પ્રમોશનની તક મળે.
ગૂરૂના ધનરાશીમાં પ્રવેશ સાથે ગોચરમાં મિથુન રાશીનો રાહુ ચાલે છે. આથી ગોચરમાં શની અને રાહુનો શ્રાપીતદોષ અને સાથે ચાંડાલયોગ પણ થશે આથી બધી જ રાશીના લોકોએ તેના નિવારણ માટે ગૂરૂનુદાન પીળુ કપડુ, ચણાની દાળ, ગોળ , સાકર સોપારી સોનું અથવા પીતળની વસ્તુનુદાન કરી શકાય છે. રાહુ માટે કાળુકપડુ , કાળાતલ, સોપારી, સ્ટીલની વસ્તુ દાન મહાદેવજી પાસે મૂકવુ,. તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપભાઈ જોષીની યાદીમાં જણાવ્યું છે.