મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.
શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રી નિવાસસને ગાંધીનગરની શાળાના બાળકો પહોચ્યા હતા.
મુખ્યમંત્રીએ તેમની સો સહજ સંવાદ કરીને ગુરૂજનો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન કર્યુ હતું. આ વેળાએ જિલ્લા કલેકટર કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાન, જિલ્લા શિક્ષણાઅધિકારી વાઢેર અને અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા.