પડતર પ્રશ્ને જીલ્લા કલેકટર, પીજીવીસીએલના એમડી અને પોલીસ કમિશનરને વીજ કર્મચારીઓએ આવેદન પાઠવ્યા: હવે ૧૪મીએ માસ સીએલ અને ર૦મીથી અચોકકસ મુદતની હડતાલ

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા ૫૫૦૦૦ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓના સામુહિક લાભો જેવા કે સાતમાં વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ.આર.એ. અને એલાઉન્સ એપ્રીલ-૨૦૧૬ થી ચુકવી આપવા, જીએસઓ ૦૪ મુજબ સ્ટાફ મંજુર કરી તાત્કાલીક ભરતી કરવી, હાલની મેડીકલ સ્કીમ સુધારવી, હકક રજાના પૈસા રોકડમાં ચુકવી આપવા નોન ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કર્મચારીઓને પ્રમોશન આપવા, ટેકનીકલ કર્મચારીઓને જોખમી કામગીરીની સામે રિસ્ક એલાઉન્સ આપવું તે સહીત અનેક માંગણીઓ બાબતે છેલ્લા બે વર્ષથી વધુ સમયથી કોઇ સકારાત્મક નિરાકરણ નહિ આવતા આખરે અખિલ ગુજરાત વિઘુત કામદાર સંઘ  અને જીબીઆ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં આજે રાજકોટમાં તમામ વીજ કર્મચારીઓ અને અધિકારીઓએ જીલ્લા કલેકટર, પોલીસ કમિશ્નર અને પીજીવીસીએલના એમ.ડી.ને કાળી પટ્ટી બાંધીને આવેદન આપવામાં આવ્યા હતા.

DSC 0917 DSC 0920

આવેદનમાં જણાવાયું હતું કે ગુજરાતના વીજ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ગુજરાતની ઓઘોગિક પ્રગતિમાં અને શહેરી અને ગ્રામ્ય પ્રજાને સાતત્યપૂર્ણ વીજળી પુરી પાડવા તેમજ ગુજરાતના સર્વાગી વિકાસમાં ઉર્જા ખાતાનું અનેરું યોગદાન છે અને આવી ઉત્તમ કામગીરી થકી ગુજરાતનું નામ સમગ્ર દેશમાં સેશન થયેલ છે.

Untitled 1

સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતના દરેક ગામડાઓ સહીત ર૪ કલાક વીજળી પુરી પાડવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના સપનાને સાકાર કરવાનું ભગીરથ કાર્ય ગુજરાતના વીજ કર્મચારીઓ એ પૂર્ણ કરેલ છે.

આંદોલન તા.૧૪ ના રોજ ગુજરાતની તમામ ડિસ્કોમ, પાવર સ્ટેશન અને જેટકોના કર્મચારીઓ અને અધિકારીઓ સામુહિક રજા ઉપર રહી પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે. બાદમાં તા.ર૦થી અચોકકસ મુદતની હડતાલ શરુ કરશે.

૨૫ હજાર કર્મીઓએ માસ સીએલ મુકી દીધી, હજુ વધુ ૧૦ હજાર કર્મીઓ તેમાં જોડાશે: બી.એમ.શાહ

vlcsnap 2019 11 08 14h10m58s101 1

‘અબતક’ સોની વાતચીતમાં જીબીઆના સેક્રેટરી જનરલ બી.એમ.શાહે જણાવ્યું હતું કે, ગુજરાત ઊર્જા વિકાસ લીમીટેડ હેઠળની અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જીનીયર એસો. બંને દ્વારા બનેલી ગુજરાત ઊર્જા સંકલન સમિતિ દ્વારા દોઢ વર્ષ પહેલા ગુજરાત ઊર્જા વિકાસ લીમીટેડને પડતર પ્રશ્ર્નો છે તેની રજૂઆતો લેખિતમાં કરેલ હતી. ત્યારબાદ અવાર-નવાર મેનેજમેન્ટમાં રજૂઆત કરી હોદ્દેદારો મળવા ગયેલ પરંતુ કોઈને કોઈ કારણોસર હકારાત્મક પરિણામ ન મળતા આંદોલન શ‚ કરવામાં આવ્યું છે. જેમાં ગત તા.૧ના રોજ ગુજરાતભરમાં ૧૦૦ી વધુ સનો પર હજારોની સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓએ સુત્રોચ્ચારના કાર્યક્રમ કર્યા હતા. ત્યારે આજરોજ પણ ૧૦૦ી વધુ સન પર તમામ જિલ્લા મકે કલેકટર, પોલીસ કમિશનર તેમજ કોર્પોટર ઓફિસ, ડિવિઝન ઓફિસ સપર્કલ ઓફિસ સહિતની તમામ ઓફિસમાં આવેદન અપાયું છે. ગુજરાત ઊર્જા વિકાસ લીમીટેડ હેઠળના અધિકારીઓ, કર્મચારીઓએ વાવાઝોડું, ધરતીકંપ સહિતની કુદરતી આફતોમાં ખુબ સારી કામગીરી કરેલ છે.

અત્યારે ૨૫ હજાર જેટલા કર્મચારીઓ બે માસ સીએલ મૂકી દીધી છે અને હજુ વધુ ૧૦ હજાર કર્મચારીઓ માસ સીએલ મુકશે તેવું અનુમાન છે. આગામી ૧૪ તારીખે માસ સીએલનો કાર્યક્રમ છે. જો હકારાત્મક પગલાં નહીં લે તો આગામી ૨૦ તારીખે હડતાલ પર ઉતરશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.