- સાબરકાંઠામાં ACBની સફળ ટ્રેપ
- હિંમતનગરના બોરિયા ગ્રુપ ગ્રામ પંચાયતનો તલાટી 10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપ્યો
- તલાટીએ ગામના નમૂના નં.2 માં એન્ટ્રી માટે માંગી હતી લાંચ
ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સાબરકાંઠા જિલ્લામાં ACBની વધુ એક ટ્રેપ સફળ બની છે, જેમાં વધુ એક લાંચિયો તલાટી ઝડપાયો હતો. આ દરમિયાન હિંમતનગરના ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયો હતો.
અનુસાર માહિતી મુજબ, સાબરકાંઠામાં ACBની સફળ ટ્રેપ થઈ હતી. તેમજ હિંમતનગરના બોરિયા ગ્રુપ ગ્રામ પંચાયતનો તલાટી 10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડી હતી. તેમજ તલાટીએ ગામના નમૂના નં.2 માં એન્ટ્રી માટે લાંચ માંગી હતી.
હિંમતનગરના સાબરકાંઠામાં ACBએ વધુ એક સરકારી બાબુને લાંચ લેતા ઝડપી પાડ્યાં હતા. તલાટી કમ મંત્રી બોરીયા ગ્રુપ ગ્રામ પંચાયતનો તલાટી રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. તેમજ આરોપીએ મહાકાળી મંદિરથી કાંકણોલ જતા રોડ ઉપર, અંજલી પાર્કની પાસે, હિંમતનગરમાં આ લાંચની રકમ લીધી હતી.
બોરીયા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો
રૂપિયા 10 હજારની લાચ લેતા તલાટી કમ મંત્રી સામે ACBએ કાર્યવાહી કરી છે. ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ પર હતા તેમજ હિંમતનગરના બોરિયા ગ્રુપ ગ્રામ પંચાયતનો તલાટી 10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપ્યો હતો. આ દરમિયાન ફરિયાદીના રહેણાંક મકાનનો નમુના નંબર 2 કાઢવા તલાટીએ લાંચ માંગી હતી.
સુરેન્દ્રનગરમાં નાયબ ઇનજનેર લાંચ લેતા ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCLના નાયબ ઇજનેર પરેશ પંચાલ લાંચ લેતા ઝડપાયો છે. ખેતરમાં વીજ કનેક્શન આપવા મુદ્દે 5 હજારની લાંચ મંગાવામાં આવી હતી. સમગ્ર મામલે સુરેન્દ્રનગર ACBએ સફળ ટ્રેપ ગોઠવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામા ગણતરીના દિવસોમાં બે અધિકારી ACBની લપેટમાં આવી ગયા.