Dahod : સંજેલી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે દારપણાના દાખલા માટે રૂપીયા 5000/-ની ઓફિસર વતી લાંચ લેતાં ACB એ સ્ટેમ્પ વેન્ડર રંગે હાથ ઝડપાયો
સંજેલી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે દારપણાના દાખલા માટે રૂપીયા 5000/-ની લાંચની માંગણી કરી હતી. ત્યારે ઓફિસર વતી લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર રંગે હાથ ઝડપાયો હતો. જાગૃત નાગરિકે ફરિયાદ કરતા ACBએ છટકું ગોઠવીને લાંચ લેનારને ઝડપી લીધો હતો.
સંજેલી તાલુકાના એક જાગૃત નાગરીકને દારપણાનો દાખલાની જરૂરીયાત હોય. તે રીતે નાગરિક મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં મળતાં ઓફિસમાં તેમણે અરજી આપવા જણાવ્યું હતું. આ બાદ જાગૃત નાગરિકે સ્ટેમ્પ વેન્ડર મોહન સોમા બારીઆને મળતાં તેઓએ દારપણાનો દાખલો મેળવવા માટે નાગરિકના મોટાભાઈના નામે મિલકત હતી. જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી નાગરિકે અરજી મામલતદાર કચેરી, સંજેલી ખાતે તા.7.11.2024ના રોજ આપી હતી.
ત્યારબાદ દારપણાનો દાખલો ન મળતાં નાગરીકે ફરીથી તારીખ 11.11.2024ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતાં તેઓને ઓફીસના કર્મચારીએ જણાવેલ કે, સ્ટેમ્પ વેન્ડર મોહન હાજર નથી અને આવતીકાલે તારીખ 12.11.2024ના રોજ આવશે. તેમ જણાવતાં નાગરિક તારીખ 12.11.2024ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ નાયબ મામલતદાર સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં મેહુલ ચંન્દ્રકાંત રાજપાલને મળતાં મેહુલ ચંન્દ્રકાંત રાજપાલે સ્ટેમ્પ વેન્ડરને મળી લેવા જણાવ્યું હતું. જેથી નાગરિક મોહનની ઓફિસે જઈ મળ્યાં હતાં. ત્યારે મહેલ રાજપાલે મોહનને મોબાઈલ ફોનથી વાતચીત કરી નાગરિક પાસેથી રૂા.5000/-ની લાંચની માંગણી કરી હતી. જેથી નાગરિકે આજે પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે પૈસા આપવાનું જણાવ્યું હતું.
આ લાંચના નાણાં નાગરિક આપવા નહોતો માંગતો. તેથી તેઓએ ACB પોલીસનો સંપર્ક કર્યો હતો. આ જાણકારી થતાંની સાથે મહીસાગર ACBના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. તેજોત અને તેમની ટીમે આજરોજ મામલતદાર કચેરી,સંજેલી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. ત્યારે સ્ટેમ્પ વેન્ડર મોહન તે નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.5000/-ની લાંચની માંગણી કરતાં લાંચના નાણાં સ્વીકારતાં સ્ટેમ્પ વેન્ડર મોહન ઝડપાઈ ગયો છે. ત્યારબાંદ પંચો રૂબરૂ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર મેહુલ ચંન્દ્રકાંત રાજપાલ સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી સ્ટેમ્પ વેન્ડર મોહન પકડાઈ ગયો અને મેહુલ પણ ત્યારબાદ પકડાઈ ગયા હતો. આ ઘટના અંગે મહીસાગર ACB પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : અભેસિંહ રાવલ