એન્ટી કરપ્શન બ્યુરો અપ્રમાણસરની મિલકત, ડીકોઇ ટ્રેપ અને લાંચ આપવા ન માગતા ફરિયાદી મળે ત્યારે કાર્યવાહી કરી શકે

ભષ્ટાચારના ભોરીંગને ડામવા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કાર્યરત છે. એસીબી કંઇ રીતે અને કોની સામે લાંચ અંગેની કાર્યવાહી કરી શકે અને કાયદાકીય જોગવાઇ શુ છે. ભષ્ટાચારને નાથવા સરકાર દ્વારા સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવે છે. તેમજ કાયદાને સરકારક બનાવવા કેટલીક સુધારા કરવામાં આવ્યા છે. એસીબી અંગે જાગૃતિ લાવવા માટે તમામ સરકારી કચેરીઓમાં લાંચ માગનાર સામે કોણ કાર્યવાહી કરી શકે તે અંગે માર્ગદર્શન આપતું બોર્ડ લગાવવામાં આવે છે. તેમ છતાં ફરિયાદીનું પ્રમાણ ઓછુ રહે છે ત્યારે એસીબી દ્વારા ડીકોઇ ટ્રેપ અને ભ્રષ્ટ અધિકારી સામે કાર્યવાહી કરવા તેની આવક સામે તેના નામે રહેલી મિલકત અંગેનો સર્વે કરી અપ્રમાણસરની મિલકત અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરે છે.

સરકારી કર્મચારીની યોગ્ય અને સારા કામ કરવા તે તેની ફરજ છતાં આડા અવડા અર્થધટન કરી નિયત કામને ટલ્લે ચડાવી અરજદારને ધકકા ખવડાવવામાં આવતા આખરે કંટાળી રાજય સેવક સીધી અથવા આડકતરી રીતે લાંચની માંગણી કરી સરકારી કાયદાનો ભંગ કરે ત્યારે જો અરજદાર પોતાના યોગ્ય અથવા કાયદેસરના કાર્ય માટે કર્મચારી કે અધિકારીઓને લાંચ આપવા ન માંગતા હોય ત્યારે આવી વ્યકિતએ ગૃહ વિભાગની દેખરેખ હેઠળ લાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓનો સંપર્ક સાધી હકિકત વર્ણવે છે.

લાંચ રૂશ્વત શાખા દ્વારા ફરીયાદની રજુઆત સાંભળી લાંચ સંદર્ભે છટકુ ગોઠવવાનું આયોજન ધરવાની તૈયારી હાથ ધરવામાં આવે છે.

લાંચ રૂશ્વત શાખા દ્વારા સરકારમાંથી રૂશ્વતપિયા ઉપાડી તેની નોટ અને નદર યાદી તૈયાર કરી અને કેમિકલ પાવડર લગાવવામાં આવે છે. ત્યાર બાદ એ.સી.બી. દ્વારા બે સરકારી કર્મચારીઓ પંચો તરીકે તૈયાર કરવામાં આવે છે. તદઉપરાંત સાક્ષીઓને ફરીયાદ સંદર્ભે તૈયાર કરવામાં આવે છે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ છટકું ગોઠવવામાં આવે છે.

છટકું ગોઠવતા પૂર્વે ફરિયાદી અને એક પંચનો સભ્ય લાંચ માંગનાર કર્મચારીની ઓફીસે રૂશ્વતબરૂશ્વત જાય છે ત્યાં ફરીયાદી તેવું જણાવે કે રૂશ્વતપિયાની વ્યવસ્થા થઇ ગઇ છે. બે ત્રણ દિવસમાં તમો કરો ત્યાં પહોચાડી આપીશ. જેથી ફરીયાદી અને લાંચ માંગનાર વચ્ચે સ્થળ અને સમય નકકી થાય છે.

ત્યારબાદ છટકું ગોઠવવાની પ્રક્રિયા આગળ વધે છે. લાંચ આપવાના મુકરર થયેલ સ્થળની આજુબાજુ એ.સી.બી. નો સ્ટાફ ફરીયાદીની નજરે ન ચડે તે રીતે છૂપાઇને રહે છે. દરમ્યાન લાંચ માંગનાર કર્મચારી પાસે ફરીયાદી જઇ અને કહે છે રકમ કોને આપુ ત્યારે સરકારી કર્મચારી પોતે સ્વીકારે અથવા વચેટીયાને આપવાનું કહે તે રકમ આપવામાં આવે છે. ત્યારબાદ ફરીયાદી સાથે રહેલા પંચનો એક સભ્ય નકકી થયેલી સંચના (ઇશારો) મારફતે એ.સી.બી. ના સ્ટાફને જાણ કરે છે ત્યારે બાદ સ્ટાફ લાંચ સ્વીકારનાર કર્મચારી કે વચેટીયાને કબ્જામાંથી લાંચની રકમ સાથે ઝડપી લે છે.

coruption

એ.સી.બી. સ્ટાફે દ્વારા લાંચની રકમ લેતા ઝડપાયેલા કર્મચારી કે વચેટીયા પાસેથી કબ્જે કરેલ રકમને સાથે અટકાયત કરી કબ્જે લીધેલી રકમનું પૃથ્થકરણ કરવામાં આવે જેમાં પુરવાર થતા ધરપકડ કરી વિધિવત ફરીયાદ નોંધવામાં આવે છે.

લાંચ રૂશ્વત શાખા દ્વારા ગોઠવવામાં આવતા છટકામાં ૯પ ટકાથી વધુ છટકાઓમાં સફળ રહ્યા છે જયારે જે છટકામાં નિષ્ફળા સાપડે તો છટકાની કામગીરીમાં રહેલી અધિકારીઓ વિરૂશ્વતઘ્ધ ખાતાકીય પગલા ભરવામાં આવે છે. આથી અધિકારીઓ લાંચ રૂશ્વતની ફરીયાદમાં ગંભીરતાથી કામગીરી છે પંચો અને સાક્ષીઓને તપાસીઓને લેવામાં આવે છે.

લાંચએ રોકડમાં અને રૂશ્વતએ અપ્રત્યક્ષ સ્વીકારાય

ACB Gujarat

લાંચ-રૂશ્વતની કામગીરીને નિમત્રિત રાખવા લાંચ રૂશ્વત વિરોધી શાખા સ્થાપના કરવામાં આવેલી જેમાં સરકારી કર્મચારી દ્વારા માંગવામાં આવતી રકમ અથવા રૂશ્વતમાં અપ્રત્યક્ષ રીતે કોઇ લાભ ખાટવાની વાત આવે તેવું મુકરર કરાયું છે. લાંચીયા અમલદારો સામે છટકા ગોઠવવામાં આવે છે તેની જ રીતે કાયદાના સાણસામાં ન આવે તેવી રીતે યુકિત પૂર્વક લાભ મેળવી લેનાર કર્મચારી સામે અપ્રમાણસરની મિલ્કતનો ગુનો નોંધાય છે.

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સરકારી અધિકારી, કર્મચારી અને ચૂંટાયેલા પ્રતિનિધિ સામે લાંચનું છટકુ ગોઠવી કાર્યવાહી કરી શકે

coruption

કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ ખાતાના કર્મચારી દ્વારા લાંચ  રૂશ્વત ની માગણી કરવામાં આવે ત્યારે તે વ્યક્તિની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે સરકારે લાંચ  રૂશ્વત  વિરોધી ખાતાની રચના કરેલી છે. જેની મુખ્ય ઓફિસ અમદાવાદ ખાતે શાહીબાગમાં છે, જ્યારે રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, વડોદરા અને સુરત ખાતે વિભાગીય કચેરીઓ આવેલી છે જેમાં નાયબ પોલીસ અધિકારી કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે. તેમ જ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, પાટણ, આણંદ, ખેડા, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, ગોધરા, સુરત શહેર, સુરત ગ્રામ્ય, ભરૂચ, વલસાડ અને ડાંગ, તાપી-વ્યારા, નવસારી, નર્મદા-રાજપીપળા, દાહોદ, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, કચ્છ(પશ્વિમ) ભૂજ, કચ્છ(પૂર્વ) ગાંધીધામ,  જૂનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર અને અમરેલી ખાતે લાંચ  રૂશ્વત  વિરોધી બ્યુરોના પોલીસ સ્ટેશનો આવેલા છે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે. કોઈ પણ ખાતાના કર્મચારી વિરુદ્ધની લાંચ રૂશ્વત સંબંધી ફરિયાદ તેઓને આપી શકે છે. લાંચ  રૂશ્વત  અંગેની ફરિયાદ કોઈ પણ મદદનીશ નિયામક (નાયબ પોલીસ અધીક્ષક) કક્ષાના અધિકારી અથવા પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ જાહેર જનતા પોતાની ફરિયાદ આપી શકે છે. લાંચનું છટકું ગોઠવી ટ્રેપ કરનાર અધિકારી નથી કરી શકતા. કાયદાની જોગવાય મુજબ અન્ય અધિકારીને તપાસ સુપ્રત કરવામાં આવે છે તમામ સરકારી ખાતે એસીબીનો ટોલ ફ્રી નંબર સાથેનું બોર્ડ લગાવવું ફરજીયાત બનાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.