સતત દસમાં વર્ષે ભરવાડ સમાજના ૫૦૦ થી વધારે વિદ્યાર્થીનું ચોપડા, સ્કુલ બેગ, બોલપેન અને પ્રમાણપત્ર આપી સન્માન કરાશે
ગોપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળ રાજકોટ છેલ્લા નવ વર્ષથી ભરવાડ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરી રહી છે ત્યારે ફરી આ વર્ષે તા.૧૮ને શનિવારના રોજ અરવિંદ મણીયાર હોલ જયુબેલી ખાતે શૈક્ષણિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
ગૌપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળ-રાજકોટ દ્વારા ફરી આ વર્ષે દસમો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાઈ રહ્યો છે. જેમાં ધોરણ ૮ થી માસ્ટર ડિગ્રી સુધીના ૫૦ ટકાથી વધારે ટકાવારી ધરાવતા ભરવાડ સમાજના વિદ્યાર્થીઓને શનિવારે અરવિંદભાઇ મણિયાર હોલમાં બપોરે ૨:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધીમાં સન્માનીત કરવામાં આવશે.
આ વર્ષે સન્માન સમારોહમાં ૫૦ ટકાથી વધારે ટકાવારી ધરાવતા ૫૦૦થી વધારે વિદ્યાર્થીની માર્કશીટ આવી છે. આ તમામને સન્માન સમારોહમાં ચોપડા, બોલપેન અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાશે. જયારે દરેક ધોરણના પ્રથમ ત્રણ વિદ્યાર્થીને ચોપડા, બોલપેન, પ્રમાણપત્ર ઉપરાંત સ્કુલ બેગ અને શિલ્ડ આપવામાં આવશે.
આ શૈક્ષણિક સન્માન સમારોહનું સતત દસમાં વર્ષે ગૌપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળના મોમભાઈ મુંધવા, માધવભાઈ ગમારા, મનિષભાઈ જાદવ, નવઘણભાઈ બાંભવા, વિરમભાઈ બાંભવા અને મુકેશભાઈ મુંધવા આયોજન કરી રહ્યા છે. આ ઉપરાંત સમાજનાં જે વિદ્યાર્થીઓએ રમત-ગમત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે એને ખાસ શિલ્ડ આપીને સન્માનિત કરાશે. સમાજના વધુને વધુ વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરીમાં જોડાય એ માટે વિદ્યાર્થીઓને જનરલ નોલેજની બુક પણ આપવામાં આવશે.
જયારે સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે લાખાભાઈ ભરવાડ (ધારાસભ્ય, વિરગામ), જી.સી.અલગોતર (મેનેજીંગ ડિરેકટર, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ ગાંધીનગર), ગીરીશભાઈ સરૈયા (મોરબી ચીફ ઓફિસર), વિનુભાઈ ટોળીયા (નિ.પોલીસ અધિક્ષક-અમદાવાદ), વિરમભાઈ વકાતર (નિ.કાર્યપાલક ઈજનેર, સિંચાઈ વિભાગ-રાજકોટ), જે.એમ.ભરવાડ (ડીવાયએસપી જેતપુર) અને ઉદયભાઈ કાનગડ (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી રાજકોટ) હાજર રહેશે. તેમજ અતિથિ વિશેષમાં નલીનભાઈ ઝવેરી, રૈયાભાઈ બાંભવા, રાજેશભાઈ કાનમિયા, નવઘણભાઈ મુંધવા, જીતેશભાઈ મકવાણા, અનિલભાઈ રાઠોડ, ભરતભાઈ મકવાણા, દિનેશભાઈ ટોળીયા, લાલજીભાઈ ખાટરીયા, રેવાભાઈ ગમારા, નાથાભાઈ ટોળીયા, જીતુભાઈ કાટોડિયા, રણજીતભાઈ મુંધવા, કવાભાઈ ગોલતર હાજર રહેશે.