અબતક, નવી દિલ્હી :
સરકારે એસી અને એલઇડી નિર્માણ કરતી 42 કંપનીઓનો પીએલઆઈ સ્કીમમાં સમાવેશ કર્યો છે. જેમાંથી 26 કંપનીઓ એસી કંપોનેન્ટ્સ અને 16 કંપનીઓ એલઇડી કંપોનેન્ટ્સ નિર્માણ કરે છે. ભારત આ બન્ને કંપોનેન્ટ્સ આયાત કરે છે. ત્યારે આ બન્ને પ્રોડક્ટમાં આત્મનિર્ભર બનવા માટે આ કંપનીઓની પીએલઆઈ સ્કીમમાં પસંદગી કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે એસી અને એલઇડી લાઈટનું મેન્યુફચરિંગ કરતી 42 કંપનીઓની PLI સ્કીમ માટે કરી પસંદગી
ડીર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડએ જણાવ્યું હતું કે બ્લુસ્ટાર, ડાઈકિન, હેવેલ્સ, ઓરિએન્ટ ઈલેક્ટ્રિક સહિતની 42 કંપનીઓને વ્હાઇટ ગુડ્સ માટે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ હેઠળ પસંદ કરવામાં આવી છે. આ યોજનામાં સમાવિષ્ટ થવા માટે કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. કુલ 52 કંપનીઓએ આ યોજના હેઠળ રૂ. 5,858 કરોડના પ્રતિબદ્ધ રોકાણ સાથે તેમની અરજી દાખલ કરી હતી. તમામ અરજીઓના મૂલ્યાંકન પછી, રૂ. 4,614 કરોડના પ્રતિબદ્ધ રોકાણ સાથેની 42 કંપનીઓને પીએલઆઈ યોજના હેઠળ લાભાર્થી તરીકે પસંદ કરવામાં આવી છે.
26 કંપનીઓ રૂ. 3,898 કરોડના રોકાણ સાથે એર કંડિશનરનું
ઉત્પાદન અને 16 કંપનીઓ રૂ. 716 કરોડના રોકાણ સાથે એલઇડી લાઈટનું ઉત્પાદન કરશે
પીએલઆઈ સ્કીમને એપ્રિલમાં કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી હતી. આ યોજના 2022થી શરૂ કરીને સાત વર્ષના સમયગાળામાં લાગુ કરવામાં આવશે. પસંદ કરાયેલ 26 કંપનીઓ રૂ. 3,898 કરોડના પ્રતિબદ્ધ રોકાણ સાથે એર કંડિશનર ઉત્પાદન અને 16 કંપનીઓ રૂ. 716 કરોડના પ્રતિબદ્ધ રોકાણો સાથે એલઇડી લાઇટ્સ ઉત્પાદન કરશે.રૂ. 4,614 કરોડના મંજૂર થયેલા રોકાણોથી આશરે રૂ. 81,254 કરોડનું ચોખ્ખું વધારાનું ઉત્પાદન અને લગભગ 44,000 લોકોને સીધી રોજગારી પ્રાપ્ત થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે એસી અને એલઇડી લાઈટ ઉત્પાદન કરતી 42 કંપનીઓને પીએલઆઈ સ્કીમમાં આવરી લેવામાં આવતા હવે તેની આયાતમાં ઘટાડો થશે અને વિશ્વના વિવિધ દેશોને ભારતમાં નિર્માણ થતી પ્રોડક્ટ નિકાસ કરીને મોકલવામાં આવશે.
પીએલઆઈ સ્કીમથી એક કાંકરે ત્રણ નિશાન : નિકાસ વધશે, આયાત ઘટશે અને રોજગાર વધશે
સરકાર પીએલઆઈ સ્કીમ લાગુ કરી એક કાંકરે ત્રણ નિશાન સાધી રહ્યું છે. આ સ્કીમથી આયાત ઘટશે અને નિકાસ વધશે સાથે રોજગાર પણ વધશે. આવનારા વર્ષમાં આ સ્કીમ હેઠળ 50 હજાર જેટલી નવી રોજગારી ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક છે. સરકાર પ્રોડક્શન લિંકડ ઇનસેટિવ ( પીએલઆઈ) સ્કીમનક આધારે દેશી અને વિદેશી કંપનીઓને ભારતમાં મેન્યુફચરિંગ યુનિટ લગાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. પીએલઆઈ સ્કીમથી ઓટો, ફાર્મા, મેડિકલ ઉપકરણ અને દવાઓને કાચા માલથી સંબંધિત વિદેશી નિર્ભરતા ઓછી હશે. આ ઉપરાંત ટેક્સટાઇલ અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને મળવા વાળી પીએલઆઈથી એગ્રીકલ્ચર સેક્ટરને લાભ મેળશે.