સૌરાષ્ટ્ર સિમેન્ટ લી. દ્વારા કલ્યાણપુર તાલુકાના રાણ ગામે કાર્યરત બોકસાઇટ માઇન્સમા કામ કરતા મજુરો તેના પરિવારજનો તેમજ એજ વિસ્તારના અન્ય રહેવાસીઓને આરોગ્ય સેવાઓ પહોંચતી કરવા માટે બોબીલીટી સપોર્ટના
ભાગરુપે સૌરાષ્ટ્ર સિમેન્ટ લી. દ્વારા આશરે ૯.૫ લાખની કિંમતવાળી એક વાતાનુકુલીન એમ્બ્યુલન્સ દેવભૂમિ દ્વારકા જિલ્લાને આપવામાં આવેલ છે. જેનો કલેક્ટર જે.આર. ડોડીયાએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.
આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સીંગ, સૌરાષ્ટ્ર સિમેન્ટ લી. ના અધિકારી સર્વ સંજય જોશી, પ્રશાંત દેશપાંડે, મિલન વસાવડા તા આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્તિ રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,