અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ૪૯મું પ્રદેશ અધિવેશન ભવ્ય રીતે સંપન્ન
૨૧મી સદીનું ભારત શૈક્ષણિક અને વર્તમાન પરિસ્થિતિ જેવા વિષયો પર પ્રસ્તાવ મુકવામાં આવ્યા
૪૯મું પ્રદેશ અધિવેશન તા.૧૯,૨૦,૨૧ જાન્યુઆરીના રોજ રાજકોટના ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વિષયો પર પ્રસ્તાવો પસાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ સત્રમાં હરીજ બોરીકરજીએ સત્રમાં ૨૧મી સદીનું ભારત જેવા વિષય પર ભાષણ આપ્યું હતું. ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ ડો.રવિસિંહ ઝાલાએ બે પ્રસ્તાવો જેવા કે શૈક્ષણિક અને વર્તમાન પરિસ્થિતિ જેવા વિષયોના બે પ્રસ્તાવો પસાર કર્યા હતા.
ત્યારબાદ ગુજરાત પ્રદેશ ૨૦૧૮ની નવી કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ રવિસિંહ ઝાલા અને પ્રદેશ મંત્રી નિખિલભાઈ મેઠિયા જવાબદારી વહન કરશે. ત્યારબાદ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડો.રવિસિંહ ઝાલા દ્વારા ગુજરાત પ્રદેશ ૨૦૧૮ની કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં પ્રાંત ઉપાધ્યક્ષ સંજયભાઈ સભાર્થી, પ્રાંત ઉપાધ્યક્ષ તુષારભાઈ પંડયા, પ્રાંત ઉપાધ્યક્ષ અતનુ મહાપાત્રા, પ્રાંત ઉપાધ્યક્ષ પારૂલબેન મોદી, પ્રાંત સહમંત્રી હિમાલયસિંહ ઝાલા, પ્રાંત સહમંત્રી કુશભાઈ પંડયા, પ્રાંત સહમંત્રી દિવ્યાબા ગોહિલ, પ્રાંત સહમંત્રી નરેશભાઈ ઠાકોરએ જવાબદારી વહન કરી હતી.
જયારે ૪૯મું પ્રદેશ અધિવેશનમાં સુરેન્દ્રભાઈ નાઈક (ઉતર પશ્ર્ચિમ ક્ષત્રીય સંગઠન મંત્રી), દર્શનભાઈ ગુંજાલ (પ્રાંત સંગઠન મંત્રી), ભરતભાઈ પ્રજાપતિ (પ્રાંત કોષાધ્યક્ષ), શ્ર્વેતલભાઈ સુતરીયા (સહ કોષાધ્યક્ષ), મયુરભાઈ કલસરીયા (પ્રાંત કાર્યાલય મંત્રી), આનંદભાઈ પારેખ (સહ કાર્યાલય મંત્રી), ફાલ્ગુનીબેન ઠકકર (પ્રદેશ છાત્રા પ્રમુખ) સુરભીબેન દવે (સહ છાત્રા પ્રમુખ)એ જવાબદારી વહન કરી હતી. ૪૯મું પ્રદેશ અધિવેશન તારીખ ૨૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ૪:૦૦ વાગ્યે ધ્વજનું અવતરણ કરી અધિવેશનનું સમાપન થયું હતું. ત્યારબાદ અધિવેશન સ્થળ પર સાંજે નવી જુની પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ હતી.