અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિને લેખિતમાં રજુઆત
તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા.૨૫મી જુનથી લેવાનારી તમામ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે જોકે આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર થશે ત્યારે યુજી સેમ-૬નાં કેટીનાં વિદ્યાર્થીઓને બીજા અને ચોથા સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓની જેમ મેરીટ બેઈઝ પ્રોગેશન આપવામાં આવે તેવી માંગ સાથે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા કુલપતિ ડો.નીતિન પેથાણીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજરોજ જ યુજી સેમેસ્ટર-૬નાં કેટીનાં વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવશે અને તેઓને માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ આપી દેવામાં આવશે. આ નિર્ણયને ધ્યાને રાખીને આજરોજ એબીવીપી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ આવો નિર્ણય કરે અને વિદ્યાર્થીઓનાં હિતને ધ્યાનમાં રાખી યુજી સેમ-૬નાં વિદ્યાર્થીઓને મેરીટ બેઈઝ પ્રોગેશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.