સૌરાષ્ટ્રના લોકોની ઉપર સારી કહો કે ખરાબ પરંતુ ખાવાના શોખીને તરીકેની છાપ છે. આપણે ત્યાં તેલમાં તળેલુ અને મસાલાી ધમધમતું અને મિઠાસમાં કોઈી પાછળ ન રહે તેવા ‘સ્વાદપ્રચુર’ ખોરાક સૌરાષ્ટ્રવાસીઓ અને રંગીલા રાજકોટીયનો આરોગે છે. સવારે ગાંઠીયાી લઈ કાવા સુધીની મોજ માણતા રાજકોટવાસીઓ હવે સ્વાસ્થ્ય માટે પણ મેરેોનમાં ૩૫૦૦૦ી વધુની સંખ્યામાં ભાગ લઈ રહ્યાં હોવાી આ વાત આવતા દિવસની સ્વાસ્થ્ય પ્રત્યે રાજકોટવાસીઓની સભાનતા દર્શાવે છે.
ભૌગોલીક રીતે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટ શહેર જેની વસ્તી ૧૮ લાખશ્રી હોવા છતાં સૌરાષ્ટ્રના ૨ કરોડ લોકોનું એની સો સતત જોડાણ રહ્યું છે. તેને લઈ રાજકોટ શહેર છેલ્લા ત્રણ દાયકામાં મેડિકલ બાબતે હરણફાળ ભરી રહ્યું છે. આજે રાજકોટમાં એઈમ્સ સહિતની સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલોી લઈ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની ફોજ લોકોના સ્વાસ્થ્ય માટે તત્પર છે. સાો સા રાજ્ય સરકારે પણ અમદાવાદ પછીનું મેડિકલ ટુરીઝમ રાજકોટ બને તે માટે એઈમ્સ, ગ્રીન ફિલ્ડ એરપોર્ટ, સિવિલનું આધુનિકરણની સો કેન્સર સહિતના જટીલ રોગોની સારવાર માટે ઈન્ફાસ્ટ્રકચર ઉભુ કર્યું છે. સાો સા રાજકોટના ખંતીલા ડોકટરો અને ખાનગી હોસ્પિટલો પણ આવતા દિવસની મેડિકલ સુવિધાને લઈ સક્ષમ બની ગયા છે. આજે વિશ્ર્વ કક્ષાની સારવારની સુવિધાઓ રાજકોટમાં ઉપલબ્ધ ઈ છે. જેી આવતા દિવસોમાં રાજકોટ મેડિકલ ટુરીઝમમાં મોટી હરણફાળ ભરવા સજ્જ બન્યું છે.
વિકસતા જતા રાજકોટ શહેરમાં દાયકાઓથી મેડીકલની તમામ પ્રકારની ઉચ્ચ ગુણવતાઓ વાળી સારવાર ઉપલબ્ધ છે. જેથી સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ ઉચ્ચ સારવાર માટે રાજકોટમાં આવતા રહ્યા છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાઓથી મેડીકલની તમામ શાખાઓમાં સુપર સ્પેશ્યાલીટીની નવી રાહ ખૂલવા પામી છે. જેથી હાલ રાજકોટમાં કાર્ડીયોલોજી, નેફોલોજી, પલ્મોનોલોજી, ન્યુરોલોજી, હીમેટોલોજી, ઓન્ક્રોલોજી, ગેસ્ટ્રોલોજી, યુરોલોજી, કાર્ડીયોથોરાકીક સર્જરી ગેસ્ટ્રો સર્જરી, ન્યુરો સર્જરી, ઓન્ક્રોસર્જરી, પ્લાસ્ટીક સર્જરી, પીડીયાટ્રીકસ સર્જરી, માઈક્રો સર્જરી, ઓથો અને સ્પાઈન સર્જરીની રીપ્લસમેન્ટ સર્જરી, ઓબેસીટી સર્જરી વગેરે જેવી તમામ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલો અને ડોકટરોની સેવાઓ ઉપલબ્ધ થઈ જવા પામી છે.
આજે નવજાત શિશુઓના મોર્ટાલીટી રેટ ઘટાડવાની મોટી ચેલેન્જ છે. તેને લઈ નવજાત શિશુઓ, નાના બાળકો માટેની જનાના સહિતની હોસ્પિટલો પણ નવા વાઘા પહેરી રહી છે. નવજાત શિશુની સારવારી લઈ બાળ સુવિધાઓની ટ્રીટમેન્ટ માટે આ હોસ્પિટલો સજ્જ બની છે. માત્ર એટલું જ નહી નવજાત શિશુ અને નાના બાળકો માટે પણ ખાસ બાળકોની હોસ્પિટલોનો પ્રારંભ થવા પામ્યો છે. જયાં પીડીયાટ્રીક ફીજીશીયન ઉપરાંત પીડીયાટ્રીક સર્જરી, નીઓનેટલ સર્જરીની સારવારો ઉપલબ્ધ છે. ગાયનેક એટલે કે પ્રસુતિઅને સ્ત્રીરોગનાનિષ્ણાંત વિભાગ હવે માત્ર પ્રસુતિ અને સામાન્ય સ્ત્રી રોગ પૂરતો સીમિત નથી રહ્યો હવે નિ:સંતાન દંપતીઓને આઈવીએફ એટલે કે ટેસ્ટટયુબ બેબીની ટ્રીટમેન્ટ દ્વારા સંતાનો આપતી અનેક હોસ્પિટલોનો પ્રારંભ થવા પામ્યો છે. ફીઝીશીયન વિભાગમાં કે હવે ચેસ્ટ ફીઝીશીયન, કાર્ડીયાક ફીઝીશીયન, નશના રોગો વગેરેના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સરવાર ઉપલબ્ધ થઈ જવા પામી છે. ન્યૂરો એટલે કે મગજના રોગોમાં ન્યુરો સર્જરી ઉપરાંત ન્યુરો ફીઝીશીયન અને ચાઈલ્ડ ન્યુરો ફીઝીશીયન જેવા સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સેવાઓ ઉપલબ્ધ થઈ જવા પામી છે.
ઓર્થોપેડીકસ એટલે કે હાડકાના રોગોમાં હવે હાડકા ઉપરાંત કરોડરજજુ, સાંધા, ની-રીપ્લેસમેન્ટ, પીડીયાટ્રીક ઓથોપેડીક સર્જરી વગેરે જેવા સુપર સ્પેશ્યાલીટી ડોકટરોની સેવાઓ રાજકોટમાં ઉપલબ્ધ થઈ છે. પેટ અને આંતરડાના દર્દોમાં હવે ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ ઉપરાંત સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સેવાઓ ઉપલબ્ધ થઈ જવા પામી છે. ઓન્ક્રોલોજી એટલે કે કેન્સર જેવા દર્દોમાં પણ ખાસ ઓન્ક્રોલોજી હોસ્પિટલ ઉપરાંત મધ્યમ અને લઘુ કક્ષાની હોસ્પિટલોમાં મેડીકલ એન્કોલોજીસ્ટની ડોકટરોની સારવાર ઉપલબ્ધ થઈ જવા પામી છે. ઉપરાંત ચામડીના રોગો માટે પણ કોર્પોરેટ કક્ષાની ખાસ કલીનીકોનો પ્રારંભ થવા પામ્યો છે. હવે આવા સ્ક્રીન કલીનીકો માત્ર ચામડીના રોગો પુરતા નીમિત ન રહેતા સુંદરતા વધારવા, હેર ટ્રાન્સપ્લાન્ટ, અણગમતા વાળ દૂર કરવા ઉપરાંત પ્લાસ્ટીક અને સુંદરતા વધારવાની અનેક સર્જરીની સુવિધાઓ પણ શરૂ થવા પામી છે.
ચહેરાની સુંદરતા વધારતા દાંતની પણ સુપર સ્પેશ્યાલીસ્ટ સરવારો હવે રાજકોટ શહેરમાં ઉપલબ્ધ છે. શહેરની કોર્પોરેટ કક્ષાની હોસ્પિટલોથી લઈને અનેક સુપર સ્પેશ્યાલીસ્ટ ડેન્ટીસ્ટોના કિલનીકોમાં વાંકા ચૂકા દાંત, સ્ક્રુથી દાંત ફીટ કરવાથી માંડીને દાંતને યોગ્ય સેઈપ આપીને ચહેરાની સુંદરતા વધારવા સુધીની તમામ પ્રકારની સર્જરી અને સારવારો ઉલબ્ધ છે. તેવી જ રીતે આંખના રોગોમાં પણ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સેવાઓ શહેરમાં ઉપલબ્ધ છે. માત્ર એટલું જ નહી લેસર દ્વારા આંખના નંબર ઉતારવા માટેના અનેક કિલનીકો રાજકોટ શહેરમાં કાર્યરત છે. જેથી, આંખના દર્દો ઉપરાંત ચશ્માના નંબર દૂર કરવા માટે સૌરાષ્ટ્રભરમાં દર્દઓ રાજકોટ શહેરમાં આવે છે.
આજે ‘અબતક’ને વિશેષ આનંદ છે કે, રાજકોટના આ બધા મેડિકલ ક્ષેત્રના માંધાતાઓ અને હોસ્પિટલોને લઈ સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા, સજાગતા અને સારવારને લઈ ‘લોકોભિયોગી’ મેડિકલ સપ્લીમેન્ટરી આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આશા છે કે, વાંચક મિત્રોને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન વા અમે સ્પેશ્યલ હેલ્ સપ્લીમેન્ટરી બહાર પાડી છે. તો વાંચક મિત્રોના પ્રતિભાવ પણ જરી છે. જે વાંચક મિત્રો અવશ્ય અમને મોકલશે. ભવિષ્યમાં અમે ફરી આવી વિશેષ સપ્લીમેન્ટરી આપવાનો પ્રયાસ કરશું. આ સો ડોકટરો, મેડિકલ સ્ટોર, દવા કંપનીઓ સહિતના દ્વારા અમને મળેલા ઉમળકાભેર આવકાર અને સહકારનો આભાર વ્યકત કરીએ છીએ.