બેંગલોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને કેનેડાની મેકગીલ યુનિવર્સિટીના ખગોશાસ્ત્રીઓ દ્વારા પુણેના જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપના ઊપયોગથી દ્વારા રેડિયો સિગ્નલ પ્રાપ્ત કાર્ય છે કે બ્રહ્માંડમાં પુષ્કળ પ્રમાણમાં અણુશક્તિનો સ્ત્રોત છે. વૈજ્ઞાનિકો જે રીતે અન્ય ગ્રહ ઉપર ઊર્જાનો સ્ત્રોત ઉપલબ્ધ છે કે નહી તેની શોધખોળ કરતા હોય છે તે જ રીતે આપણું બ્રહ્માંડ ખૂબ જ વિશાળ છે જેમાં આકાશગંગામા પણ ખૂબ જ મોટી માત્રામાં અણુશક્તિનો સ્ત્રોત પ્રાપ્ત થયો છે.
IISC દ્વારા સોમવારે આપેલા રોયલ એસ્ટ્રોનોમલ સોસાયટીમાં આપેલી માસિક નોંધ મુજબ જાણવા મળ્યું છે કે જ્યાંથી ઊર્જાનો સ્ત્રોત પ્રાપ્ત થયો છે તે ખૂબ જ દૂર અંતરે આવેલું છે. તદુપરાંત સૌપ્રથમ વખત આકાશગંગામાથી 21સીએમનુ શક્તિશાળી ઊર્જા ઉત્સર્જન જોવા મળ્યું હતું. બ્રહ્માંડના તેમજ કોઈપણ પૃથ્વીપરના કોઈપણ વસ્તુની ઉત્પત્તિ માટે હાઇડ્રોજન મુખ્યત્વે રહેલું હોય છે કે જેમાં કોઈપણ ઊર્જાની ઉત્પતિ અણુઓના વિભાજન અથવા એકત્રીકરણથી થાય છે. તેવી જ રીતે બ્રહ્માંડમાં તારાઓની રચના મુખ્ય ઉર્જા શક્તિ એટોમિક હાઇડ્રોજનના એકત્રીકરણથી થાય છે.
IISCના કહેવા પ્રમાણે જ્યારે આકાશગંગામા ખૂબ જ ગરમ આયોનાઈઝ ગેસ વાતાવરણમાં ઠંડો પડે છે કે જે પરમાણુ હાઇડ્રોજનમાં પરિણમે છે ત્યારબાદ તેના દ્વારા તારાઓની રચના થાય છે.અણુ હાઈડ્રોજન રેડિયોના 21સીએમના રેડીયો તરંગો ઉત્સર્જિત કરે છે.કે જે અણુશક્તિ વાયુ બ્રહ્માંડના નજીક અને દૂરના વિસ્તારમાં પણ જોવા મળે છે. છતા આપણાં રેડિયો ટેલિસ્કોપના રેડિયો તરંગો એટલા નબળા છે કે તેના દ્વારા દૂરના અંતરની આકાશગંગામાં જાણી શકાતુ નથી. એવું IISC એ જણાવ્યું હતું.
યશવંત ગુપ્તા, કેન્દ્રના નિયામક, NCRA પુણેએ જણાવ્યું હતું કે, દૂર બ્રહ્માંડમાંથી ઉત્સર્જનમાં ન્યુટ્રલ હાઇડ્રોજનની શોધ કરવી અત્યંત પડકારજનક છે અને તે GMRTના મુખ્ય વિજ્ઞાન લક્ષ્યોમાંનું એક છે. અમે GMRT સાથેના આ નવા પાથબ્રેકિંગ પરિણામથી ખુશ છીએ અને આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં તેની પુષ્ટિ અને સુધારણા થઈ શકે છે.રોયે જણાવ્યું હતું કે, આ શોધ ગુરુત્વાકર્ષણ લેન્સિંગ નામની ઘટના દ્વારા શક્ય બની હતી જેમાં લક્ષ્ય આકાશગંગા અને નિરીક્ષક વચ્ચે અસરકારક રીતે, પ્રારંભિક પ્રકારની લંબગોળ ગેલેક્સી જેવા અન્ય વિશાળ શરીરની હાજરીને કારણે સ્ત્રોત દ્વારા ઉત્સર્જિત પ્રકાશને વળાંક આપવામાં આવે છે. સિગ્નલના ’વૃદ્ધિકરણ’ માં પરિણમે છે.