એમએસએમઈ મેગા કોન્કલેવના આયોજન સંદર્ભે અધિકારીઓએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની લીધી મુલાકાત
રાજકોટ ખાતે એરોસ્પેસ અને ડિફેન્સ સેકટરમાં વેપારની વિપુલ તકો અંગે એમ.એસ.એમ.ઇ. મેગા કોન્કલેવના અયોજનની તૈયારી માટે અધિકારીઓ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે ભારત સરકારના એમ.એસ.એમ.ઇ. ડિપાર્ટમેન્ટ અમદાવાદ દ્વારા કાલે સવારના 10 થી પ સુધી સયાજી હોટેલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે એરોસ્પેસ અને ડિફેન્સ સેકટરમાં વેપારની વિપુલ તકો અંગે એમ.એસ.એમ.ઇ. મેગા કોન્કલેવનું કેન્દ્ર સરકારના સ્ટેસ એમ.એસ.એમ.ઇ. મંત્રી ભાનુપ્રતાપ સિંઘવમાં એમ.એસ.એમ.ઇ. સેક્રેટરી બી.બી.સ્વૈન તથા સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયાની ખાસ ઉ5સ્થિતમાં આયોજન કરવામાં આવેલ છે.
એમ.એસ.એમ.ઇ. મેગા કોન્કલેવ અંતર્ગત ઇન્ડીયન નેવી, એરફોર્સ બ્રાહમોસ એરોસ્પેસ તિરુવંતપરમ નેશનલ એરોન્યુટીકલ લી. એસ.એસ.સી. આઇ.એસ.આર.ઓ. તેમજ સિઘ્ધી એન્જી દ્વારા ડિફેન્ટ અને એરોસ્પેસમાં એમ.એસ.એમ.ઇ. સેકટરમાં રહેલ તકો અંગે પ્રેઝન્ટેશન આપી માહિતગાર કરશે. સાથો સાથ એમ.એસ.એમ.ઇ. ડી.એફ.ઓ., ડી.આઇ.સી, એસ.આઇ.ડી.બી.આઇ, એન.એસ.આઇ.સી., એસ.આર. આઇ., એન.એસ. આઇ.સી. વેન્યુઅર કેપીટલ કાઉન્ડ લીમીટેડ જેમ બીએઇઆઇ એસ.એમ.ઇ. દ્વારા નવા યુગના ફાયનાન્સીયલ સોલ્યુશન અને માકેટીંગ તથા સરકારના વિવિધ યોજનાઓ અને પોલીસી અંગે પ્રેઝન્ટેશન આપી જાણકારી આપશે.
એમ.એસ.એમ.ઇ. મેગા કોન્કલેવની તૈયારીના ભાગરુપે એમ.એસ.એમ.ઇ. અમદાવાદના જોઇન્ટ ડાયરેકટર વિકાસ ગુપ્તા, એમ.એસ.એમ.ઇ. ડે. ડાયરેકટર પી.એન. સોલંકી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના હોદેદારોની મુલાકાતે લઇ કાર્યક્રમ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવેલ.
આ નિ:શુલ્ક એમ.એસ.એમ.ઇ. મેગા કોન્કલેવમાં મર્યાદીત સંખ્યા હોવાથી ભાગ લેવા માટે ફોન નં. 0281-2465585 ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ કોન્કવેલનો લાભ લેવા ઉઘોગકારોને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીજ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.