અબતક, રાજકોટ:
ગલવાન વેલીમાં થયેલી હિંસક અથડામણમાં સંડોવાયેલા ચીનના હરામિ સૈન્ય અધિકારી વિન્ટર ઓલમ્પિકની મસાલ અપાતા દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે ચીનના વિન્ટર ઓલમ્પિકમાંથી આપણા ખેલાડીઓને પાછા બોલાવી લેવા જોઈએ કે નહીં તે મુદ્દે અબતક દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં આપણા ખેલાડીઓને પાછા બોલાવી લેવા જોઈએ તેવો પ્રજાનો બહુમત આવ્યો છે.
ચાઇના ખાતે વિન્ટર ઓલમ્પિકનો 4 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. જેમાં ચીને રાજકારણ ઘુસાડતા ભારતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ભારત અને ચાઇના વચ્ચે જે ગલવાન વેલીમાં અથડામણ થઈ હતી તેમાં સંડોવાયેલો હરામિ ને વિન્ટર ઓલમ્પિક ની ટોર્ચ આપવામાં આવતા પ્રશ્નો ઉભા થયા છે. ગલવાન વેલીમાં જે અથડામણ થઈ હતી, તેમાં 42 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. તેથી જે સ્થિતિ ઊભી થઇ છે તેને ન સ્વીકારતા ભારત દેશ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
ગલવાન વેલીમાં થયેલી હિંસક અથડામણમાં સંડોવાયેલા ચીનના
હરામિ સૈન્ય અધિકારી વિન્ટર ઓલમ્પિકની મસાલ અપાતા દેશભરમાં રોષ
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કે ઓલમ્પિકમાં ચાઇના દ્વારા રાજકારણ ઘૂસાડવામાં આવી રહ્યું છે ત્યારે જે જવાનને ઓલમ્પિકની ટોચ સોપવામાં આવી છે તે પીપલ લિબરેશન આર્મી એટલે પીએલએનો રેજીમેન્ટ કમાન્ડર છે જે 2020 માં થયેલા અથડામણમાં સમાવેશ થયો હતો. આ ઘટનાનો માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા, યુકે અને કેનેડા એ પણ વિરોધ દર્શાવ્યો છે. ભારતે બેઈજિંગ ખાતે ઓલમ્પિક શરૂ થયો છે તેના અને ક્લોઝિંગ સેરેમનીમાં સહભાગી ન થવાનો નિર્ણય પણ જાહેર કર્યો છે જેનાથી બંને દેશો વચ્ચે સંબંધો પણ ક્યાંક ને ક્યાંક ખાટા થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ઓપિનિયન પોલમાં ટ્વીટર ઉપર 100 ટકા, યુટ્યુબ ઉપર 90 ટકા અને ઇન્સ્ટાગ્રામ ઉપર 88 ટકા લોકોએ કહ્યું, ખેલાડીઓને પાછા બોલાવવા જોઈએ
આ ઘટનાને લઈને અબતકે સોશિયલ મીડિયા પર સર્વે કર્યો હતો. જેમાં ઓપિનિયન પોલમાં ટ્વીટર ઉપર 100 ટકા, યુટ્યુબ ઉપર 90 ટકા અને ઇન્સ્ટાગ્રામ ઉપર 88 ટકા લોકોએ કહ્યું, ખેલાડીઓને પાછા બોલાવવા જોઈએ.