માં અંબાની આરાધનાનો પર્વ એટલે આસો નવરાત્રિ. નવરાત્રિના બીજા નોરતે અબતક સુરભીના ખેલૈયામાં એક અનોખો ક્રેઝ જોવા મળ્યો હતો . ખેલૈયાઓ “પુષ્પા રાજ જુકેગા નહીં સાલા” ની થીમ સાથે જોવા મળ્યા હતા . જેમાં તેઓ સાઉથ ઇન્ડિયન લૂકમાં કાળા અને સફેદ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા .સાથે કાળા ચશ્મા અને ઘરેણાં સોનેરી રંગના પહેરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા .
અબતક સુરભિ બધા કરતાં કઈક અલગ કરવામાં પહેલીથી માને છે ત્યારે ખેલૈયાઓમાં પણ અનોખો ઉત્સાહ અને જોશ જોવા મળ્યો છે . સાઉથ ઇન્ડિયન લુકમાં તૈયાર થઈ તેવો ગ્રૂપમાં જોવા મળ્યા હતા અને પુષ્પા સ્ટાઇલમાં જુમયા હતા .
છેલ્લા પાંચ વર્ષથી આ ગ્રુપ કઈક નવું કરી હમેશા આકર્ષન્નું કેન્દ્ર બને છે . ત્યારે આ વખતે તેમણે પુષ્પાનો લૂક સાથે ઝૂમવાનું નક્કી કર્યું હતું . તે દર વર્ષે નવું કઈક કરવાની ઇચ્છા સાથે અને લોકોને કઈક નવું જોવા મળે તેવું તે લોકો ઈચ્છે છે .
આ લુકમાં ગરબા કેમ રમ્યા ?
આ સાઉથ ઇન્ડિયન કપડામાં પુષ્પાની એકશન કરીને જુમશે તેવું કહ્યું હતું . તેઓએ કહ્યું હતું કે ગીત કોઈ પણ હોય અમારા લૂક પ્રમાણે અમે જુકેગા નહીં સાલાનો સ્ટેપ કરીશું .
આ લૂક માટે કેટલા દિવસ લાગ્યા ?
10 થી 15 દિવસ સુધી તેઓએ પ્રેક્ટિસ કરી હતી અને ત્યાર બાદ આ લૂકમા જુમયા હતા . તે લોકોએ દરરોજ એક પછી એક થીમ સાથે રમવાનું નક્કી કર્યું છે રોજ કઈક નવી થીમ સાથે તે લોકો આકર્ષનનું કેન્દ્ર બનશે .
તે લોકોએ જણાવ્યુ હતું કે પુષ્પા તેનું ફેવરિટ ફિલ્મ છે . સૌથી વધુ તે લોકો દોઢિયો અને ટીમલી રમવાનું વધુ પસંદ કરે છે .