ખ્યાતનામ સિંગર દેવાયત ખવડ, આસીફ જેરીયા, હિના હિરાણી, અસ્ફાક ખાન, શેખર ગઢવી ગીત સંગીતના સુર રેલાવી ખેલૈયાઓને ડોલાવશે: એન્કર પાયલ પારેખ અને રિધમ-કાલુ ઉત્સાદનું રહેશે: અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સો ચૂસ્ત સિક્યોરીટી અને પારિવારીક માહોલમાં ભવ્ય આયોજન
‘અબતક’ સુરભી પ્રસ્તુત નિખીલ નવરાત્રી રાસોત્સવ ૨૦૧૯નો કાલી ધમાકેદાર પ્રારંભ વા જઈ રહ્યો છે. નવે-નવ દિવસ ખેલૈયાઓને ખ્યાતનામ સિંગરો ગીત સંગીતના સુર રેલાવી ગરબે રમાડશે. અર્વાચીન રાસોત્સવમાં ખ્યાતનામ સિંગર દેવાયત ખવડ, આરીફ જેરીયા, હિના હિરાણી, અસ્ફાક ખાન, શેખર ગઢવી પોતાની કલા રજૂ કરશે. ‘અબતક’ સુરભી રાસોત્સવમાં રીધમ કાલુ ઉસ્તાદનું તેમજ મ્યુઝીક જીલ એન્ટરટેઈન્મેન્ટનું રહેશે. નવરાત્રી મહોત્સવની ઘડી આવી ચૂકી છે. ત્યારે ‘અબતક’ સુરભી રાસોત્સવમાં પાસનું ફુલ બુકિંગ ઈ ગયું છે. ૫૦૦૦થી વધુ ખેલૈયાઓ રેસકોર્સમાં આયોજીત અર્વાચીન રાસોત્સવમાં ગરબે ઘુમશે.
નવરાત્રી દરમિયાન પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા ઈનામોથી પ્રોત્સાહિત કરાશે. શહેરના સૌથી જાણીતા ‘અબતક’ સુરભી રાસોત્સવમાં અદ્યતન સાઉન્ડ સીસ્ટમ, ખેલૈયાઓને સંપૂર્ણ સુવિધાઓ પૂરી પડાશે. આ ઉપરાંત પાર્કિંગની પણ જબ્બર વ્યવસ કરવામાં આવી છે. વિશાળ પાર્કિંગમાં તમામ ખેલૈયાઓ નિ:શુલ્ક પાર્કિંગ કરી શકશે.
આ વર્ષે હેલ્મેટનો ફરજિયાત કાયદો આવ્યો હોય જેના માટે પણ સુંદર વ્યવસ કરવામાં આવી છે. દરેક ખેલૈયાઓ પોતાના હેલ્મેટ નિશ્ચિતપણે રાખી શકશે. આ ઉપરાંત ખાસ બહેનો માટે ચુસ્ત સિક્યોરીટી તેમજ સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા છે. સંપૂર્ણ પારિવારીક માહોલમાં ‘અબતક’ સુરભી રાસોત્સવનું આયોજન યું હોય ખેલૈયાઓ ગરબે રમવા નગની રહ્યાં છે. દર વર્ષે અહીં ખેલૈયાઓ હજ્જારોની સંખ્યામાં ઉમટી પડી મન મુકી ગરમે ઝુંમે છે. નવરાત્રીના નવેય દિવસ રાત પળે પડેને જાણે સુરજ ઉગે તે રીતે અહીં ભારે ઉત્સાહ સો ગરબાની રમઝટ બોલે છે.
‘અબતક’ સુરભી રાસોત્સવ હંમેશા ખેલૈયાઓ માટે નં-૧ રહ્યું છે. ગત વર્ષે સુપ્રસિદ્ધ ચેનલો દ્વારા સુરતા અને વ્યવસને ધ્યાને રાખી ‘અબતક’ સુરભી રાસોત્સવને આપવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે પણ સુરક્ષા અને વ્યવસના સમન્વય વચ્ચે નામચીન કલાકારોની સુરાવલી ઉપર ગરબે ઝુમવા ખેલૈયાઓમાં અનેરો નગનાટ જોવા મળી રહ્યો છે.