‘અબતક’ રજવાડી રાસોત્સવના બેનમૂન આયોજને સૌ કોઈનું ધ્યાન આકર્ષિત તો કર્યું છે. સાથોસાથ ‘અબતક’ રજવાડીના મહેમાન બનતા મહાનુભાવો પણ સુંદા આયોજનને વખાણી રહ્યા છે. અધતન સાઉન્ડ સીસ્ટમ, વિશાળ પાર્કિંગ, વિશાળ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મનમૂકીને ઝૂમી ઉઠ્તા વાતાવરણ અદભૂત જોવા મળે છે. રોજે રોજ ખેલૈયાઓને આકર્ષક ગિફટ આપીને પણ સન્માનીત કરાઈ રહ્યા છે.
કમલેશભાઈ મિરાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સૌ પ્રથમ તો રાજકોટના શહેરીજનોને નવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભકામના આજે અબતક રજવાડીના આયોજક મિત્રોના આમંત્રણને માન આપી અબતક રજવાડીમાં આવ્યો છું સમગ્ર રાજકોટના ડીસ્કો ડાંડીયામાં જવાનું થતુ હોય છે. પરંતુ આજે છેલ્લા ૧૦ મીનીટ ઓરકેસ્ટ્રા તથા ખેલૈયાઓનો ઉત્સાહ જોઈ હું એવું માનુ છુ કે અબતક રજવાડીને ચાર ચાંદ લગાડે તેવું છે. સાઉન્ડ સીસ્ટમ સારૂ છે. ગ્રાઉન્ડ સારૂ છે. તથા આયોજન પણ સારૂ છે. ખેલૈયાઓ પરિવારની ભાવનાથી રમી શકે તેવું વાતાવરણ અહી થયું છે.
દર્શન મીઠાપરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે નવરાત્રીમાં ગરબે રમવા મળે છે. ઘણો આનંદ મળે છે. અમે ગરબાની પ્રેકટીસ છ સાત મહિના પહેલા શરૂ કરી દઈએ છીએ મને ૬ સ્ટેપ ચોકડી અને વંદેમાતરમનો ટપો મને રમતા આવડે છે. અબતક રજવાડીની સાઉન્ડ સીસ્ટમ સારી છે. તથા ગ્રાઉન્ડ પણ સારૂ છે.