સાયબા સડકુ બંધાવ આજે મારે જવાગડ જાવું
અદ્યતન સાઉન્ડ સિસ્ટમ , ખ્યાતનામ સીંગરોના સુરે ખેલૈયાઓનો થનગનાટ
અબતક સુરભીમાં એક નહીં અનેક ‘અન્ના’ઓ ઝુમ્યા
‘અબતક’ સુરભી પ્રસ્તુત નીખીલ નવરાત્રી રાસોત્સવમાં ગઈકાલે પાંચમા નોરતે ખેલૈયાઓએ બમણી રાસની રમઝટ બોલાવી હતી. શહેરમાં જાણે રાત પડે ને સુરજ ઉગે તેમ ખેલૈયાઓ સુરતાલના સથવારે થનગનાટ કરી રહ્યા છે.
દર વર્ષની જેમ ‘અબતક’ સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓ પૂર બહારમાં ખીલી ઉઠ્યા છે. પારિવારિક માહોલમાં રાસોત્સવનું સંપૂર્ણ આયોજન હોય દિવસને દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ બમણો થઈ રહ્યો છે. દરરોજની જેમ ગઈકાલે પાંચમા નોરતે મહાનુભાવોનાં હસ્તે માં જગદંબાની મહાઆરતી કરવામાં આવી હતી. ખેલૈયાઓ રોજ તાનમાં આવી અવનવા ટ્રેડિશ્નલ પોશાકમાં સજજ થઈ ગરબે રમવા આવી પહોચે છે. વિવિધ ગ્રુપો અલગ અલગ થીમ સાથે આવતા સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કરે છે. રોજે રોજ ખેલૈયાઓ જેમાં પ્રિન્સ, પ્રિન્સેસ, અને વેલડ્રેસ વિજેતાઓને લાખેણા ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
‘અબતક’ સુરભી રાસોત્સવમાં દિન પ્રતિદિન ખેલૈયાઓનો ઉત્સાહ વધી રહ્યો છે. અવનવા ટ્રેડિશ્નલ પોશાકમાં સજજ ખેલૈયાઓ સૌ કોઈને આકર્ષિત કરે છે. આ ઉપરાંત અલગ અલગ થીમ સાથે ટ્રેડિશ્નલ પહેરવેશ ધારણ કરેલા વિવિધ ગ્રુપો બધાને એકવાર જરૂર અચંબીત કરી રહ્યા છે.ગઈકાલે પાંચમા નોરતે ‘અબતક’ સુરભી રાસોત્સવમાં ૩૦ જેટલા ખેલૈયાઓનાં એક ગ્રુપે દરેકને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ખેલૈયાઓ ગઈકાલે સાઉથના સુપરસ્ટાર બન્યા હતા અને સાઉથ ઈન્ડિયનનો પહેરવેશ ધારણ કર્યો હતો. આ ગ્રુપ દરરોજ અલગ અલગ થીમ સાથે ગરબે રમે છે.
ત્યારે ગઈકાલે તેઓ વિજેતા પણ બન્યા હતા.