પદ્મભૂષણ પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો દેશનો ત્રીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે. 26મી જાન્યુઆરી માટે દેશના સર્વોષ્ઠ એવોર્ડ માટે જાહેરાત કરવામાં આવી છે જે રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવશે ત્યારે ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે ગુજરાતના 7 લોકોને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે.
રાષ્ટ્રપતિએ 2023 માટે 106 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી છે. એવોર્ડ મેળવનારાઓમાં 19 મહિલાઓ છે. મરણોત્તર આ સન્માન માટે સાત લોકોની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં છ પદ્મ વિભૂષણ, નવ પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનું એક છે અને તેને ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ ગુજરાતના એવા વ્યક્તિઓ વિશે જેમને મળશે પદ્મશ્રી એવોર્ડ !!!
ગુજરાતના ત્રણ લોકોને પદ્મક્ષી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં હીરાબાઈ લોબી, ભાનુભાઈ ચીતારા અને પરેશ રાઠવા, પ્રોફેસર મહેન્દ્ર પાલ, ગુજરાતના જાણીતા ગાયક કલાકાર હેમંત ચૌહાણ, મહિપત કવિને પણ પદ્મશ્રી, બાલકૃષ્ણ દોશી અને અરીસ ખંભાતા ને મરણોપરાંત પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવશે.
કોણ છે હીરાબાઈ લોબી ?
ગુજરાતના સાત નાગરિકોને પદ્મા એવોર્ડ મળવાની જાહેરાત કરવામાં આવી છે તેમાંના એકમાત્ર મહિલા છે હીરાબાઈ લોબી. અબતક મહિલા નારી રત્ન કાર્યકમમાં સન્માનિત તાલાલા પંથકના સિદ્દી સમાજના અને આદિવાસી સમુદાયના ટેક્ધારી હીરબાઈ બેનને પદ્મશ્રીથી નવાજાશે. ગુજરાતનું ગૌરવ એવા હીરાબાઈ લોબી સોમનાથના જાંબુર ગામના વતની છે જેમને પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે. હીરાબાઈ લોબી સીદી સમાજની સોશિયલ વર્કર અને આગેવાન તરીકે ઓળખાય છે. આ મહિલાએ ગુજરાતમાં ડી કોમના વિકાસ માટે પોતાનું આગવું યોગદાન આપ્યું છે ત્યારે સીધી સમાજના સોશિયલ વર્કર અને આગેવાન તરીકે તેમને પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે.
અબતક મીડિયા રાજકોટ દ્વાર આયોજિત નારીરત્ન એવોર્ડ જે ૦૮ માર્ચ ૨૦૨૨ના રોજ યોજવામાં આવ્યો તેમાં હીરાબેન લોબીને રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરના હસ્તે નારી રત્ન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે હવે તાલાલા પંથકના સિદ્દી સમાજના અને આદિવાસી સમુદાયના ટેક્ધારી હીરબાઈ બેનને પદ્મશ્રીથી નવાજાશે.
કોણ છે હેમંત ચૌહાણ ??
હેમંત ચૌહાણ એક ગુજરાતી ભજનિક અને લોકગાયક છે. તેમનો જન્મ ૧૯૫૫માં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુંદણી ગામમાં થયો હતો. તેમનું વિશેષ પ્રદાન ભજન ક્ષેત્રે છે, તેમણે ગુજરાતી ભજન-સંતવાણીનાં અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે.આ ઉપરાંત ગુજરાતી ગરબાનાં સેંકડો આલ્બમોમાં પણ તેમણે પોતાનોનો સ્વર આપ્યો છે. શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેમની સૌથી મહત્વની વિશેષતા છે.
તેમને કેસર ચંદન માટે (૧૯૮૬-૮૭) શ્રેષ્ઠ પાર્શ્વગાયક પુરસ્કાર આપવામાં આવ્યો છે તથા ગુજરાત ગૌરવ પુરસ્કાર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે અને અકાદમી રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે ત્યારે હવે ભારત સરકાર દ્વારા હેમંત ચૌહાણને પદ્મશ્રી આપવામાં આવશે.