પ્રિન્સિપાલ કમિશનર ડો.રામનિવાસ તેમજ ડેપ્યૂટી કમિશનર ઇશાન દુંગાલની ખાસ ઉપસ્થિતિ
રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ડેપ્યૂટી મ્યુનીસિપલ કમિશનર આશિષ કુમાર, એસીપી સાયબર ક્રાઇમ વિશાલ રબારી, ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસપી જયપાલસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો અબતક રાસોત્સવના બન્યાં મહેમાન
નવલા નોરતાને શક્તિ અને આરાધનાનો પર્વ માનવામાં આવે છે. અબતક રાસોત્સવ પાંચમા નોરતે ખેલૈયામાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો. ઠેર-ઠેર માં દુર્ગાની આરાધના કરવામાં આવે છે. જ્યારે અબતક સુરભી રાસોત્સવનો નજારો અલગ જોવા મળે છે. નવરાત્રીના પાંચમા દિવસે મોંઘેરા મહેમાનની સવિશેષ ઉપસ્થિતિ કાલે અબતક સુરભીમાં ચાર ચાંદ લાગી ગયા હતા. મોંઘેરા મહેમાનના આગમનથી ખેલૈયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગરબાપ્રેમીનો ઉત્સાહ અને પ્રેમથી આહલાદક વાતાવરણ સર્જાયું હતું. અબતક સુરભી રાસોત્સવના આંગણે પાટડીના ઉદાસી આશ્રમનાં સંત પૂ.ભાવેશબાપુ તેમજ વૈભવબાપુની પધરામણીથી વાતાવરણમાં હરખની હેલી જોવા મળી હતી બધા ખેલૈયાઓ અને અબતક સુરભીની ટીમે શુભ આશિષ પાઠવ્યા હતા.
મોંઘેરા મહેમાનમાં રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પ્રિન્સિપાલ કમિશનર ડો.રામનિવાસ અને તેમના પત્ની, ડેપ્યૂટી કમિશનર ઇશાન દુંગાલ જામનગર, ડેપ્યૂટી મ્યુનીસીપલ કમિશ્નર આશિષકુમાર, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને રાજકોટ રૂરલ એસીપી જયપાલસિંહ રાઠોડ, એસીપી સાયબર ક્રાઇમ વિશાલ રબારી તેમજ તેમના પત્ની, રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેટર નેહલભાઇ શુક્લ તેમજ રાજકોટ મહાનગરપાલિકા જયમીન ઠાકર, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડિત, ભાજપ અગ્રણી કિરીટભાઇ પાઠક, ભાજપ અગ્રણી પરેશભાઇ ઠાકર, રાજકોટ મહાનગરપાલિકા કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર અને રાજકોટ શહેર ભાજપ હરેશભાઇ જોષી, તેમજ એડવોકેટ તુષારભાઇ ગોકાણી તેમજ એડવોકેટ સુરેશભાઇ ફળદુ, પૂર્વ કોર્પોરેટર જયંતિભાઇ સરધારા, જોહરકાર્ડવાળા યુસુફભાઇ જોહર તેમજ બી.જે.પી. લીગલ સેલના પ્રદેશ સહ ક્ધવીનર અનિલભાઇ દેસાઇ તેમજ સિનિયર એડવોકેટ કમલેશભાઇ શાહ અને પ્ર.નગર પી.આઇ.આર.ટી.વ્યાસ, ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ હણ, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.મહેન્દ્ર ચાવડા, નરેન્દ્રભાઇ જીબા (ફૂલછાબ પ્રેસ) સહિતના મોંઘેરા મહેમાનની ઉપસ્થિતિ રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધી ગયો હતો. અબતક સુરભીના ગાયક કલાકાર ફરીદા મીર અને આશીફ જેરીયા, જીતુદાદ ગઢવી ખેલૈયાઓને છેલ્લે સુધી તેમના સુરમાં જકડી રાખ્યા હતા. બે વર્ષ બાદ આ વખતે ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો.
પાટડી ઉદાસી આશ્રમના પૂ.ભાવેશબાપુ અને પૂ.વૈભવબાપુ તેમજ સંજયભાઇ જીવરાજાનીની અબતક રાસોત્સવમાં વિશેષ ઉપસ્થિતિ
ડો. રામનિવાસ પ્રિન્સિપલ કમિશનર કસ્ટમ્સ (પ્રીવેન્ટીવ) જામનગર
રાજકોટ રૂરલ એસ.પી. જયપાલસિંહ રાઠોડ, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ
રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, કોર્પોરેટર નેહલ શુક્લ, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, ભાજપ અગ્રણી કિરીટભાઇ પાઠક, ભાજપ અગ્રણી પરેશભાઇ ઠાકર, મહાનગર પાલિકા કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા
શ્રી ઇશાન દુગ્ગલ, શ્રી આર.પી. સિંઘ રાસોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા
બીજેપી લીગલ સેલના પ્રદેશ સહ ક્ધવીનર અનિલ દેસાઇ અને સિનિયર એડવોકેટ કમલેશ શાહ
એડવોકેટ તુષાર ગોકાણી, એડવોકેટ સુરેશભાઇ ફળદુ
સાયબર ક્રાઇમ એ.સી.પી. વિશાલ રબારી, ડેપ્યૂટી કમિશનર આશિષ કુમાર ઉપસ્થિત રહ્યા હતા
અબતક સુરભી રાસોત્સવની રંગત જોઇ સાયબર ક્રાઇમના એ.સી.પી. વિશાલ રબારી સજોડે રાસ રમ્યા
પ્રિન્સિપાલ કમિશનર ડો.રામનિવાસ સજોડે ગરબે રમ્યા
ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમારે લીધા રાસ
પી.આઇ. એચ.એમ. ગઢવી, નિતુભાઇ ઝિબા (ફૂલછાબ)
યુુસુફભાઇ (જોહર કાર્ડ), હરેશભાઇ જોષી, ગોવિંદભાઇ પટેલ (ધારાસભ્ય)