લવ ટેમ્પલ ખાતે આયોજીત ત્રિ-દિવસીય મહોત્સવમાં લોકોના ટોળા ઉમટયા
ક્રીસમસના તહેવાર નિમિતે રાજકોટના લવ ટેમ્પલ ખાતે પ્રેમ મહોત્સવનું આયોજન કરાયું હતુ. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં લોકો ઉમટી પડયા હતા. વિવિધ આયોજનોમાં અમિર-ગરીબના ભેદભાવ ભૂલાયા હતા. આ કાર્યક્રમમાં ‘અબતક’મીડીયા પાર્ટનર રહ્યું હતુ. અબતક સાથેની વાતચીતમાં ફાધર જોસેકે જણાવ્યું હતુ કે દર વર્ષે ક્રિસમસ નિમિતે પ્રેમ મહોત્સવનું આયોજન કરીએ છીએ દર વર્ષે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે. પ્રેમ મહોત્સવનું ખાસ ધ્યેય લોકોમાં પ્રેમ શું છે? અહિયા પધારેલા મહેમાનો પ્રેમનો અનૂભવ કરે અને ક્રિસમસ પર્વી પર બધા સમાજના લોકો અહીયા આવી પ્રેમની લાગણી અનુભવે લોકોમાં પ્રેમની વહેચણી કરે અને બધા લોકો હળીમળીને રહે અને હર્ષોઉલ્લાસથી હર એક તહેવાર ઉજવે તેવી ઈચ્છા છે. પ્રેમ મહોત્સવમાં અમીર ગરીબ લોકોનો ભેદભાવ જોયા વગર તમામ પ્રકારના લોકો અહીયા આવી ક્રિસમસના માહોલને માણે છે.
અબતક સાથેની વાતચીતમાં એનડીસ ડાન્સ એકેડમી રીતુ દોશીએ જણાવ્યું હતુ કે પ્રેમ મહોત્સવમાં ભાગ લઈ એક અનેરો ઉત્સાહ જોવા મળે છે અમે છેલ્લા ઘણા દિવસોથી આ પરફોર્મન્સ માટે પ્રેકટીસ કરી હતી અમારા ગ્રુપની એનર્જી પણ વધારે હોવાથી આજરોજ સ્પર્ધામાં અમારા ગ્રુપનો ત્રીજો રેન્ક આવ્યો છે.
અબતક સાથેની વાતચીતમાં એસ.ડી.એ.ગ્રુપના સ્પર્ધક રોહીત થાપાએ જણાવ્યું હતુ કે આ ક્રિસમસ પર પ્રેમ મહોત્સવમાં ભાગ લઈ અમને ખૂબ આનંદ થયો અને કાંઈક નવું નિહાળી રહ્યા છીએ અને પ્રથમવાર ક્રિસમસ પર ભાગ લઈ અમને ખૂબ આનંદ થયો છે. અને આ સ્પર્ધામાં બીજા સ્થાન પર અમારૂ ગ્રુપ આવ્યું જે લઈ ખૂબ આનંદ થાય છે.
અબતક સાથેની વાતચીતમાં રાયલ સુપરસ્ટાર ગ્રુપના રૂકસાન ઓગલે જણાવ્યું હતુ કે પ્રેમ મહોત્સવમાં ભાગ લઈ ગ્રુપને ખૂબ આનંદ થયો છે. અમે લગભગ છેલ્લા એક મહિનાથી ડાન્સ સ્પર્ધાને લઈ પ્રેકટીસ કરી રહ્યા છીએ અને જેના પરિણામના ભાગરૂપે આજરોજ અમે પ્રથમ વિજેતા તરીકે થયા છીએ જેથી ગ્રુપમાં આનંદની બહેરકી ફરી વળી છે. અને અમે જજીસ અને આયોજકોનો આભાર માનીએ છીએ કે જે લોકોએ અમારા પર વિશ્ર્વાસ રાખ્યો અને આજ પ્રથમ વિજેતા તરીકે ઘોષિત કર્યા.
અબતક સાથેની વાતચીતમાં અભીએ જણાવ્યું હતુ કે છેલ્લા એક મહિનાથી પેકટીસ અમે જેના પરિણામના સ્વરૂપે આજરોજ અમે પ્રથમ વિજેતા બન્યા છીએ. જે રીતે ગ્રુપ મહેનત કરી હતી જેની મહેનત રંગ લાવી છે અને સ્પર્ધાની શરૂઆતમાં ગ્રુપ થોડુ નર્વસ હતુ પરંતુ પોઝીટીવ વિચાર સાથે ગ્રુપે ડાન્સ રજૂ કર્યો અને જે આજરોજ રંગ લાવ્યું છે.
અબતક સાથેની વાતચીતમાં હાર્બિ ડોબરીયાએ જણાવ્યું હતુકે પ્રમે મહોત્સવમાં ભાગ લેવા અમે લોકો ઘણા આતુર હતા દિન રાત મહેનત બાદ આજરોજ અમને પ્રાઈઝ મળ્યું જેનાથી અમે ખૂબ આનંદની અનૂભૂતિ પણ છે. ડાન્સ માટે અમે લોકો રોજ કલાકો સુધી પ્રેકટીસ કરતા હતા જેના પરિણામનો રંગ લાવી આજરોજ અમારા ગ્રુપે સેક્ધડ પ્રાઈઝ જીત્યા તેના માટે અમારૂ ગ્રુપ ખૂબ ઉત્સાહીત છે.