• ગણેશજીને પ્રિય દુર્વા ઘાસ

v 5 2

એક વાર અનલાસુર નામનો રાક્ષારા બદષિમુનિઓને રંજાડી રહ્યો હતો. ત્રસ્ત વાષિમુનિઓ ગણેશજી પાસે મદદ માગવા આવ્યા. ગણેજી પૃથ્વી પરથી અસુરોનો ત્રાસ દૂર કરવા અનલાસુરને આખેઆખો ગળી. ગયા. અનલ એટલે આગ કે અગ્નિ આ કારણે ગણેશજીને શરીર આખામાં ભયંકર બળતરા થવા લાગી, બળતરાની પીડા એટલી અસહ્ય હતી કે ગણેશજીથી રહેવાતું નહોતું. આગ જેવી બળતરા માટે કઠવા મુનિએ દૂર્વા ઘાસની ૨૧ પત્તીઓ ગણેશજીને ખાવા આપી અને દૂર્વા ઘાસનો તાજો રસ બનાવીને આખા શરીરે ચોપડયો. આમ દૂર્વા અંદર અને બહાર બન્નેની બળતરા શમાવવામાં કામ આવી. ત્યારથી જ ગણેશજીને દૂર્વા પ્રિય થઈ ગઈ છે.  દર્ધામાં ઔષધીય ગુણો છે જે બળતરાનું શમન કરે છે, પેટની તકલીફોમાં પણ એ ફાયદાકારક છે.આ પ્લાન્ટનું સાયન્ટિફિક નામ છે સાયનોડોન ડેકટાઇલોન, મોડર્ન મેડિસિને આ પાનનો અભ્યાસ કરીને નોંધ્યું છે કે એમાં કેશિયમ, ફોરફરસ, પોટેશિયમ જેવા મિનરલ્સ છે જેના ઘણા ફાયદા છે. જે રોગોમાં પિત્ત વધી જાય અને જેને કારણે શરીરમાં કોઈ પણ ક્રિયાથી દાહ અને બળતરા થતી હોય એમાં દૂર્વા અકસીર દવા છે.  ચામડીમાં બળતરા, લાલાશ, ચકામાં ઊઠવાં, પગનાં તળિયાંમાં બળતરા થવી, પેશાબમાં બળતરા થવી અને શરીર સતત થોડું ગરમ રહેવું જેવાં લક્ષણો તજા ગરમીનાં છે. તજાગરમીને કારણે શરીરે પરસેવો પણ પુષ્કળ થાય છે અને આખા શરીરમાં દાહ થાય છે. આ સમસ્યામાં દૂર્વા જેવી અસરકારક ઔષધી બીજી કોઈ જ નથી.  આજકાલ ડેગ્ય ફીવરનો વાયરો ચાલે છે. આ તાવ દરમ્યાન અને પછી બન્ને વખતે ત્વચા પર રેશિસ થઈ શકે છે. ફીવરની નબળાઈને કારણે આ રેશિસ ખૂબ કનડે છે, જો એ વખતે પણ દૂર્વાનો રસ સોનાગેરુ સાથે મેળવીને શરીર પર લગાવવામાં આવે તો રાહત મળે છે.

  • ધૂપ – સાયન્ટિફિક સમજણ

v 6 2

આપણા હિન્દુ ધર્મ અનુસાર પ્રત્યેક તહેવારની ઉજવણી આયુર્વેદમાં વૈજ્ઞાનિક સમજણ સાથે) તૈયાર કરવામાં આવી છે. માનવશરીરની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પ્રત્યેક તહેવારની ઉજવણી નક્કી કરવામાં આવી છે.

દિવાળી એટલે કે આસો મહિનાનો અંત એ સંધિનો સમય છે. ચોમાસું પૂરું થાય એ પછી શિયાળો શરૂ થાય એ સમય. આ સમયગાળા દરમ્યાન ભેજ, અતિશય ગરમી અને કયારેક ઠંડો પવન એમ મિશ્ર વાતાવરણ રહે. નવરાત્રિ પહેલાં સામાન્ય રીતે વરસાદ બંધ થઈ જાય. વરસાદ દરમ્યાન ઘરોમાં ખૂણેખાંચરે ભેજ અને જંતુઓ ઘર કરી ગયાં હોય. તાપ પડવો શરૂ થાય એટલે ચોમાસાનાં જીવજંતુઓનો નાશકરવા માટે ઘરની સાફસફાઈ કરવાની પ્રથા છે. ગાદલાં તપાવવાં, ઘરનાં માળિયાં અને કબાટો સાફ કરીને નવેસરથી ગોઠવવાં, ફર્નિચરની ઝાપટ-ઝૂપટ કરીને એને સ્વચ્છ કરવું જેવી સાફસૂફી એ દિવાળી પહેલાંની વિધિ જ ગણાતી. તાંબા-પિત્તળનાં વાસણો જ્યારે વપરાતાં હતાં ત્યારે દર વર્ષે દિવાળીમાં લોકો એને પણ માંજીને ચકચકાટ કરતાં. હવે પ્લાસ્ટિક, ઍલેમાઇન, કાચ અને સ્ટીલનાં વાસણો વધુ વપરાતાં હોવાથી એની જરૂરિયાત રહી નથી.  દિવાળીની સાફસૂફીની સાથે ધુમાડાનું પણ ખૂબ મહત્વ છે. વાતાવરણમાંનો રહ્યો હો ભેજ અને જીવાણુઓ દૂર કરવા માટે ઔષધસિદ્ધ ધૂપ ખૂબ જ અગત્યનો છે. વાઇરલ અને બેંકટેરિયલ ઇન્ફકશનોનો ખાતમો બોલાવવો હોય તો આ સીઝનમાં ઘરમાં તેમ જ ઘરની બહાર વાતાવરણની શુદ્ધિ માટે ધુમાડો જરૂર કરવો. નાકમાં સુગંધ ભરાઈ જાય એવી અગરબત્તી નહીં, પણ ખરેખર જ શ્વાસ અને મોંમાં જાય તો ફાયદો કરે એવો ધુમાડો કરવો જોઈએ.

વીજળી નહોતી ત્યારે સૂર્યાસ્ત વખતે ઘીનો દીવો અને ધૂપ કરવાની પ્રથા હતી. એની પાછળ સાયન્સ છે. સૂર્યનો તાપ જાય એટલે લીલોતરીમાં છુપાયેલાં ઊડતાં જીવજંતુઓ ઘરમાં ઘૂસે. ગાયના ઘીના દીવામાં જંતુષ્ણ ગુણ છે એટલે જીવજંતુઓ દીવાની જ્યોત તરફ આકર્ષાય અને મરી જાય. સાથે જ લીમડો કે નીલગિરિનાં પાન બાળીને એના ધુમાડાથી હવા સ્વચ્છ કરવામાં આવતી. વીજળી આવ્યા પછીયે સાંધ્ય દીવો અને ધૂપની પ્રથા અકબંધ રહી. લીલાં પાનને બદલે લોકો વજ અને લોબાન જેવી ઔષધિઓ કોલસા પર નાખીને એનો ધુમાડો કરવા લાગ્યા. સાંજની હવાનું શુદ્ધીકરણ કરવા માટે એ ખૂબ જરૂરી પણ હતું.  રોજ ઘરમાં ગાયના ઘીનો દીવો કરો. સુગંધ માટે એકાદ અગરબત્તી ઠીક છે, પણ ખરો ધુમાડો કરવા માટે ગાયના છાણા પર એક ચમચી ગાયનું ઘી રેડીને કુલડીમાં સળગાવો અને એમાં વજ,, લોબાન, હળદ૨, લીમડો કે નીલગિરિનાં પાન નાખીને એનો ધુમાડો કરો. થોડીક મિનિટ ઘર બંધ કરીને આ ધુમાડો ઘરના ખૂણેખૂણામાં પ્રસરે એમ રહેવા દો.

  • મુશ્કેલ નામોના ઉચ્ચારણ માટેનું ફેસબૂક ફીચર

v 7 2

ઘણી વખત ફેસબુક પ્રોફાઈલ પર એવા લોકોનાં નામ જોવા મળે છે જેને યોગ્ય રીતે બોલવું સરળ નથી હોતું. આવામાં મુશ્કેલ કામોનાં ઉચ્ચારણ માટે ફેસબુકમાં એક ફિચર આપવામાં આવ્યું છે. નામોના યોગ્ય ઉચ્ચારણ માટે આ ફિચરને ઓન કરવું પડે છે.

  • આવી રીતે કરો આ ફિચરને એકટીવ:-

– ફેસબુક એકાઉન્ટને લોગ ઈન કરો.

– કવર ફોટોની નીચે અબાઉટ પર કિલક કરો.

– ડાબી તરફ આપવામાં આવેલા ડિટેઈલ અબાઉટ યૂ ઓપ્શનને પસંદ કરો.

– અહિંયા તમે નેમ પ્રોનાઉનસીએસન સેકશનને શોધી શકો છો જેનું નામ હાઉ ડુ યુ પ્રોનાઉન્સ યોર નેમ છે.

– પોતાના નામનું સૌથી સારું ઉચ્ચારણ પસંદ કરીને તેને સેવ કરો.

– આ પછી જયારે પણ કોઈ ફેસબુક યુઝર્સ તમારી ફેસબુક પ્રોફાઈલ ચેક કરશે તો તેને તમારા નામના યોગ્ય ઉચ્ચારણનું ઓપ્શન પણ મળશે.

  • વોટર પ્યુરિફાયર

v 8

આપણે તો નળ ખોલીએ અને પાણી આવે એટલે શુદ્ધ, સ્વચ્છ પાણીની ઝાઝી કિંમત ન હોય, પરંતુ અવકાશયાત્રીઓ માટે પાણીનું એક-એક ટીપું મહામૂલું બની રહે છે. જોકે તેમને કંઈ પાણીના બાટલા લઈને જવું તો પોસાય નહીં. એટલે સ્પેસ-શટલમાં અવકાશયાત્રીઓને પીવાનું શુદ્ધ પાણી આપવા માટે સિતેરના દાયકામાં એવી પઘ્ધતિ વિકસાવાઈ જેમાં કલોરિનને બદલે આયોડિનયુકત ફિલ્ટર કાટૂર્જિની સિરીઝથી પાણીને ફિલ્ટર કરવાની ટેકનિકનો આવિષ્કાર થયો. આ ટેકનિક માનવમુત્રમાંથી પણ એકદમ શુદ્ધ પીવાનું પાણી તૈયાર કરી આપે છે. આજે વિશ્ર્વભરની મ્યુનિસિપાલિટીઓના વોટર પ્લાન્ટસમાં તથા અંતરિયાળ વિસ્તારોમાં પીવાનું પાણી આ ટેકનિકથી જ લોકોને પહોંચતું કરાય છે. આપણા ઘરમાં વપરાતા રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ પણ આ જ ગંગોત્રીમાંથી નીકળ્યા છે.

  • મેમરી ફોમ / ટેમ્પર ફોમ

v 9

આપણે જેને સ્પન્જ તરીકે ઓળખીએ છીએ એ પોચા ગાદલા બનાવવામાં વપરાતું મટીરીયલ વાસ્તવમાં મેમરી ફોમ કે ટેમ્પર ફોમ છે. વજનમાં હળવા, અત્યંત પોચા, ઘણે અંશે વોશેબલ એવા આ મટીરીયલે રૂ માંથી બનતા આપણા પરંપરાગત ગાદલાનું સ્થાન લઈ લીધું છે. વિમાન તથા સ્પેસક્રાફટમાં બેઠેલા યાત્રીઓને અકસ્માતે થતી પ્રચંડ અથડામણમાં શકય એટલી વધુ સલામતી પુરી પાડવા માટે નાસાના કેલિફોર્નિયા ખાતે આવેલા એમ્સ રિસર્ચ સેન્ટરનાં સંશોધકોએ પોલિયુરેથિનમાંથી આ મટીરીયલ વિકસાવ્યું હતું. એની ખાસિયત એ હતી કે આઘાતને ખમી લેવાની એની ક્ષમતા જબરદસ્ત હતી. સાથોસાથ તરત જ એ પોતાનો મૂળ આકાર ધારણ કરી લેતું હતું. એટલે જ એની શોધ સ્વીકૃત થયા બાદ તરત જ એ સ્પેસક્રાફટથી લઈને વિમાન, વાહનો, ગાદલા-તકિયા, ફર્નિચર, પ્રોસ્થેટિક એટલે કે કૃત્રિમ હાથ-પગ, અમ્યુઝમેન્ટ તર્કની રાઈડસથી લઈને સ્પોટસ શુઝ અને અન્ય સાધનોમાં થવા લાગ્યો. આજે આખા દિવસની ભાગદોડ પછી મળતી આઠ કલાકની મીઠી ઉંઘ આ મેમરી ફોમને આભારી છે.

  • હવે સ્માર્ટ બાસ્કેટ બોલ – કમ – કોચ

v 10

ક્રિકેટ હોય કે બાસ્કેટ બોલ કે પછી બીજી કોઈ પણ રમત, પ્રેકિટસનો કોઈ વિકલ્પ નથી, પરંતુ આધુનિક ટેકનોલોજી આપણી પ્રેકિટસની પળેપળ પર નજર રાખે અને એનો ડેટા ભેગો કરીને આપણી ભુલો સુધારે તો ? માઈલકક્રોલોની કંપની ઈન્ફોમોશન સ્પોર્ટસ ટેકનોલોજીએ આવું જ કર્યું. એણે એવો સ્માર્ટ બાસ્કેટબોલ તૈયાર કર્યો જેમાં પુરા નવ સેન્સર અને એક બ્લુટૂથ ચિપ બેસાડેલી છે. આપણે ૯૪ ફિફટી સ્માર્ટ સેન્સર નામનો આ બાસ્કેટ બોલ ખરીદવાનો અને એની એક એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાની. બસ, પછી બોલને ટપ્પા ખવડાવીએ એટલે સેન્સર એકિટવેટ થઈ જાય અને આપણે કયા એન્ગલથી, કેટલા ફોર્સથી દડો બાસ્કેટ તરફ ફેંકીએ છીએ એનો બધો જ ડેટા એપમાં સંઘરાવા માંડે. એનો અભ્યાસ કરીને આપણે આપણી ગેમ સુધારી શકીએ એટલું જ નહીં. એપમાં રહેલા વચુર્અલ કોચ આપણણનેણ બોલીને સુચના પણ આપે કે ભાઈ, જરા જોરથી દડો ફેંક, ખાતો નથી ?

  • વિચિત્ર મકાન !

તેના પતિએ ડિઝાઈન કરેલી બંદૂકથી મૃત્યુ પામનારાઓનાં ભૂત તેને પરેશાન કરી મૂકશે એવી બીકથી ૧૮૮૪માં સારા વિનચેસ્ટરે એક વિચિત્ર મકાન અમેરિકામાં બાંધ્યું હતુ જે આજનો મ્યુઝિમ બની ગયું છે. કેલીફોર્નીયામાં સાનજોઝ ખાતે આવલે આ ૨૫ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલા મકાનમાં ૧૬૦ ઓરડાઓ, ૧૦ હજાર બારીઓ, બે હજાર બારણાઓ, નવ રસોડાઓ, તેર બાથરૂ મ અને બીજી અનેક વિશેષતા છે.ભૂતથી બચવા સારા વિન્ચેસ્ટર દરરોજ અલગ અલગ શયનખંડમાં સુતી હતી ચાલીસ શયનખંડ બદલ્યા પછી ધરતીકંપમાં થયેલા અકસ્માતમાં તેનું મૃત્યુ નિપજયું હતુ.

  • વિશ્ર્વનો સૌથી ક્રુર પતિ

જોએઝ એવેઝ નામનો બ્રાઝિલનો એક કબર ખોદનાર શખ્સ તેની પત્ની અને બાળક ઉપર ભયંકર ત્રાસ ગુજારવા માટે પકડાયો આ બાળક પોતાનું નથી એવી શંકા જતા તેણે પત્ની અને નવા જન્મેલા બાળકને ઘરના એક ભાગમાં પૂરી દીધા હતા. પત્નીને તેણે સાંકળ વડેબાંધી રાખી હતી અને બાળકની હાજરીમાં જ અવારનવારતે પત્ની ઉપર બળાત્કાર કરતો હતો. આ અંગે શંકા જતા ૩૦ મહિના પછી પોલીસે જયારે દરોડો પાડી આ સ્ત્રી અને બાળકોને છોડાવ્યા ત્યારે બાળકની હાલત જંગલી પ્રાણી જેવી થઈ ગઈ હતી તે કાંઈ બોલી શકતા ન હતા. ૩૧ વર્ષની આ સ્ત્રી માનસીક સંતુલન ગુમાવી બેઠી. તેની ચામડી પીળી પડી ગઈ વિટામીનની ખામી ઓને કારણે તેમના દાંત બહાર આવી ગયા. તે પત્ની બાળકને થોડા ભાત અને કઠોળ આપતો હતો. જયારે દર અઠવાડીયે એક બાલદી પાણી શરીર સાફ કરવા આપતો.

  • મોંઘામાં મોઘું સેન્ટ !

દરેકને પોષાય તેવી આ વાત નથી રાજા મહારાજાઓ અને નવાબ શહેનશાઓ એક જમાનામાં બહુ મોંઘા અતર વાપરતાં અને નહાવામાં પણ સુગંધી દ્રવ્યોનો ઉપયાગે કરતા પણ આ જમાનામાં હવે મોંઘામાં મોંઘા સેન્ટનો ઉપયોગ થાય છે. બિજાન અથવા બેકારાટ ક્રિસ્ટલ કલેકોન નામનું એક સેન્ટ છે. જેની કિંમત એક ઔસના પંદર હજાર જેટલી ગણાય છે. તેની બોટલનો આકાર પણ જોવા જેવો છે !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.