આ વિભાગ તમને અને તમારા સંતાનોને પરીક્ષામાં ઉપયોગી થાય એવા વિષયોની રસપ્રદ જાણકારીનો હેતુ ધરાવે છે

આપણે ત્યાં પોલીસોનું એક અજબ ગજબ જગત છે!

આપણી આસપાસમાં આટોપાઇ જાય એટલું નાનું કે સાંકડું આ જગત નથી!

આખા દેશમાં એનો વ્યાય છે. ઘણા બધા સામાજિક હેતુઓ એની સાથે સંકળાયેલા છે એનું અસ્તિત્વ સદીઓ જૂનું છે. છે કે અંગ્રેજીના જમાનાથી એ જુદા જુદા સ્વરૂપમાં મોજૂદ છે. મુંબઇ મોખરાનું સ્થાન ધરાવતું હતું તે વખતના મુંબઇના પોલિસતંત્રની અહીં રસપ્રદ માહિતી છે.

જે વખતે મુંબઇ પોલિસને બસો વર્ષ થયા હતા તે વખતનો આ ઇતિહાસ છે, જેમાં વૈવિધ્યનો જબરો રોમાંચ છે અને માહિતીની રસિકતા છે.

૧૭ ફેબ્રઆરી ૧૯૭૮ના દિને મુંબઇ પોલીસે બસોમાં વર્ષમાં પ્રવેશ કર્યો. ૨૦૦ વર્ષ પહેલાં કોર્ટ-કચેરીનું અસ્તિત્વ જ નહોતું. અન્ય વ્યવસ્થા સાથે ગુનેગાર, પ્રવૃતિના પ્રશ્ર્નો ઉકેલવાની વ્યવસ્થા ૧૮મી સદીના અંત સુધી ગવર્નર અને તેની કાઉન્સિલ કરતા. તમામ ગુનાહિત પ્રવૃતિઓ અંગે તેમની મુન્સફી પ્રમાણે કામકાજ ચાલતું. પોલીસના અસ્તિત્વ જેવું કંઇ જ નહોતું.

૧૭૭૮માં પોલીસ-વ્યવસ્થાનો આરંભ થયો, પણ તેનું વ્યવસ્થિત સંચાલન મોડું શરૂ થયું. આ વ્યવસ્થિત સંચાલન મોડું શરૂ થયું. આ વ્યવસ્થાના વડા તરીકે શ્રી જેમ્સટોડ નિમાયા અને તેમને લેફટેનંટ ઓફ પોલીસનો હોદ્દો અપાયો. તેમના હાથ નીચે ત્યારે મુંબઇ શહેર માટે ૮૦ સિપાઇ હતા. તેમાંથી ૧૬-૧૬ જણની જ ટુકડી પાડવામાં આવી, અને તે ધોબી તળાવ, એડમિસ્ટી હાઉસ (લાયન્સ ગેટની બાજુમાં), ડુંગરીના જંગલની સરહદ પર અને મલબાર હિલ ચોકી પેહેરો કરતી. બાકીના અનામત દળ તરીકે હતા.

ટોડના હોદ્દામાં વખતોવખત ફેરફાર થતો ગયો અને તે સાથે દળને વિસ્તારમાં પણ આવ્યું.

ચાર રૂપિયાના રોજથી શરૂ કરેલ કારકિર્દી ટોડે ૧૭૯૦ સુધી નિભાવી. તેમનું ઘર અને કાર્યાલય બન્ને કોર્ટમાં હતો પછીથી તે સ્થળ ટોડ સ્ટ્રીટ તરીકેસો વર્ષ સુધી ઓળખાયું. આજે તે સ્થળ ઘોઘા સ્ટ્રીટ (જયાંથી જન્મભૂમિ પત્રો પ્રસિધ્ધ થાય છે.) તરીકે જાણીતું છે. ૧૮૫૫ પછી પોલીસના વડાને ડેપ્પુટી કમિશ્નર ઓફ પોલીસ તરીકે ઓળખવાની પ્રથા શરૂ થઇ.

૧૮૫૬થી ૧૮૬૪ સુધી ચાર્લ્સ ફોરજેટ આ પદ રહ્યા. ફોરજેટની દૂરંદેશી, દેશી ભાષાઓની જાણકારી અને તકદારીને લીધે ૧૮૬૭ના બળવા વખતે મુંબઇ શહેરને ખાંચ આવી નહીં. ફોરજેટ કાઠિયાવાડી માતા અને બ્રિટિશ પિતાનું સંતાન હતા, અને ફોજદાર જેવી નીચી પાયરીઓની આપબળે આગળ વધેલા. તેમના કાળ દરમ્યાન પોલીસ-પ્રજા વચ્ચેનો સહકાર શરૂ થયો. તેમણે કઇ રીતે કામગીરી બજાવી અને ૧૮૫૭નો બળવો દાબી દીધો, તેનું વર્ણન તેમણે લખેલ પુસ્ત્ક ‘અવર રીયલ ડજર ઇન ઇન્ડિયા’માં મળે છે. તેમની યાદગીરીમાં ગોવાલિયા ટેન્ક અને તારદેવ રોડને જોડતા માર્ગને ‘ફોરજેટ-સ્ટ્રીટ’ નામ અપાયું

ફોરજેટના અનુગામી તરીકે ફ્રેન્ક હેન્રી સાઉટર આવ્યા. તેમને ૧૮૬૫માં પોલીસ કમિશ્નરનો હોદ્દો અને મેજિસ્ટ્રેટ જેટલી સત્તા અપાયાં. સાઉટર પ્રજાકીય વિષયોમાં પણ રસ લેતા અને બે વખત મ્યુનિસિપાલિટીના પ્રમુખ બનેલા. ૧૮૭૫માં તેમને નાઇટનો ખિતાબ પણ અપાયો. પ્રજાપ્રિય આ અધિકારીની યાદમાં ઊભું કરાયેલું પૂતળું આજે પણ પોલીસ-કમિશ્નરના કાર્યાલયની હરિયાળીમાં છે. ઉપરાંત ભાયખલા અને બોમ્બે સેન્ટ્રો વચ્ચેના માર્ગને સાઉટર સ્ટ્રીટ નામ અપાયું. આજે તે મેધરાજ શેઠી માર્ગ તરીકે ઓળખાય છે.

અત્યાર સુધી, પોલીસદળનું કામ ડિવિઝન પ્રમાણે ચાલતું. જેના એ,બી,સી,ડી,ઇ, એફ-એમ છ ડિવિઝન હતાં. દરેક ડિવિઝનમાં નીચે પ્રમાણેના વિસ્તારો હતા.

એ ડિવિઝન-કોલાબા, કોટ, બેકબે.

બી ડિવિઝન-ડુંગરી, પાયધુની, ઝવેરી બજાર, મુંબાદેવી.

સી ડિવિઝન-મહારબાવાડી, ખેતવાડી, મલબાર હિલ, ગ્રાંટરોડ.

ડી ડિવિઝન-મદનપુરા, નાગપાડા, તારદેવ, ભાયખલા.

ઇ ડિવિઝન-પરેલ, ભોઇવાડા, શીવરી, શીવ.

એફ ડિવિઝન- ડીલાઇલ રોડ, દાદર, માહિમ.

દરેક ડિવિઝન અંગ્રેજ સુપ્રિન્ટેંન્ટ હેઠળ હતું. ઉપરાંત કમિશ્નરને મદદરૂપ થવા એક ડેપ્યુટી કમિશ્નર હતો.

ફૂ લે મારકેટ પાસેથી પોલીસ વડામથકની વર્તમાન જગ્યા નકકી કરનાર સાઉટર હતા. તે પહેલાં તે ભાયખલા પર હાલ જયાં ટ્રાફિક ઇંસ્ટિટયૂટ છે ત્યાં હતી.

અત્યારના બૃહદ મુંબઇ પોલીસદળની રચના આ પ્રમાણે છે.

૧) કમિશ્નર ઓફ પોલીસ – ૧

૨) એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ – ૨

૩) ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ – ૧૫

૪) આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ – ૪૯

૫) ઇન્સ્પેકટર – ૧૧૫

૬) આસિસ્ટન્ટ ઇન્સ્પેકટર – ૨૨૫

૭) સબ ઇન્સ્પેકટર – ૧૨૦૦

૮) કોન્સ્ટેબલ – ૧૯૦૦૦

આમ લગભગ ૨૧૦૦૦ની સંખ્યાનું પોલીસોદળ ૬૦૦ ચો. કિલોમીટરમાં પથરોયેલા મુંબઇ શહેરના નિવાસીઓના જાનમાલની રક્ષાનું વ્યવસ્થા-તંત્ર સંભાળે છે. આ દળ આખા મહારાષ્ટ્રના પોલીસ દળનો ચોથો ભાગ છે.

રાજ્યની કુલ ગુનાખોરીની ૨૫ ટકા પ્રવૃતિ એકલા મુંબઇ શહેરમાં ચાલે છે. મુંબઇની મુખ્ય શાખામાં-૧. ગુના-અન્વે પણ વિભાગ, ૨. વિશેષ શાખા (રાજકીય હિલચાલની જાણકારી, પરદેશીઓ અને પારપત્ર-પાસપોર્ટા, ૩. દારૂબંધી ૪. વાહનવ્યવહાર-નિયંત્રણ, પ. લાંચરૂશ્વત વિરોધી વિભાગ, ૬. શસ્ત્રદળ વગેરે છે. આ મુખ્ય શાખાઓના અનેક ઉપવિભાગો છે, જેમાં વિજિલન્સ, જાપુ, જુવેનાઇન એઇડ પોલીસ યુનિટ, જનરલ બ્રાંચ, ડીટેકશન ઓફ ક્રાઇમ, સોશ્યલ સિકયોરિટી (ગુંડા), ફૂડ કંટ્રોલ, અને માોડસ ઓપરન્ડી ઉલ્લેખનીય છે. તેમની કામગીરી વિશે એક લાંબો સ્વતંત્ર લેખ લખી શકાય.

મુંબઇ પોલીસની કાર્યપદ્ધતિ લંડન પોલીસના જેવી જ છે. જુના લંડનનો એક માઇલનો વિસ્તાર ‘સિટી ઓફ લંડન પોલીસ’ હેઠળ છે. જયારે ચેંરિગ ર્ક્રાસ રેલવે-સ્ટેશનની પ માઇલનો વિસ્તાર ‘લંડન મેટ્રોપોલિટન પોલીસ’ (સ્કોટલેન્ડ યાર્ડ) હેઠળ છે. તેની ઓફિસ સ્કોટિન રાજાની કોઠીમાં હોવાથી તે સ્કોટલેન્ડ યાર્ડ કહેવાય છે. આપણી પોલસ, પધ્ધતિ સ્કોટલેન્ડ યાર્ડની પોલીસને મળતી છે તેમ કહેવાય. આથી લંડન પોલીસ (બોબી)ની મુંબઇ પોલીસ પર છાપ છે તેમ કહેવાય છે તે ખરું છે. પોલીસ ચોકીઓની મકાનની બાંધણી જોતાં, ગામદેવી, ભાયખલા, માહિમ, ભોઇવાડા, કાલાચોકી, પલટન રોડ, યેલો ગેટ, ડુંગરી એક સરખાં અને લંડન પોલીસનાં મકાનોને મળતાં આવતાં જણાશે.

ઉપરાંત મુંબઇ પોલીસની કાર્યપધ્ધતિ પણ લંડન પોલીસ જેવી જ છે. અલબત્ત, તે લંડનથી વધુ ઉંચા કે તેના જેવા સ્તરને પહોંચી શકી નથી, પણ તેનો દોષ માત્ર પોલીસદળને ન આપી શકાય.

છતાંય મુંબઇ શહેરની પ્રજા અને પોલીસનો સંબંધ સદાય સુંદર રહ્યો છે, તેના કારણમાં ભારતના કોઇ પણ મહાનગર કરતાં મુંબઇ શહેર પર પાશ્ચિમાત્ય પરંપરાની અસર વધુ છે. બ્રિટિશ પરંપરા પ્રમાણે પ્રજા બીજાના કામમાં બીનજરૂરી દાખલ કરતી નથી, અને આથી સંધર્ષ ટાળી શકાય છે. આ સંબંધો ધીમે ધીમે વણસતા જતા હોવા છતાં અહીંનો પોલીસ, પ્રજા, સંબંધ બીજા શહેરોની પ્રજા અને પોલીસ કરતાં સારો છે.

મુંબઇના કંઇ કટેલાય માર્ગનાં નામ અને શહેરમાં ઉભાં કરાયેલાં અનેક પૂતળાં પોલીસ અફસરોની કામગીરીના તેમજ પ્રજા-પોલીસ વચ્ચેના મીઠા સંબંધના સાક્ષી છે. આવા એક બ્રિટિશ અફસર હતા સર પેટ્રિક કેલી. તેઓ ૧૯૨૨થી ૧૯૩૩ દરમ્યાન લોકપ્રિય કમિશ્નર હતો. તે  વેળાના ક્રાફર્ડ મારકેટના ટ્રાફિક આયલેન્ડ (વાહતુક ચોક)માં તેમનું પૂતળું ઊભું કરવામાં આવેલું  ત્યારે તેના ઉદ્ઘાટન પ્રખર રાષ્ટ્રવાદી નેતા બેરિસ્ટર જમનાદાસ મહેતા હતા. તે વેળાના કમિશ્નરે કરેલું વિધાન પ્રજા-પોલીસ વચ્ચેનો સુમ.ળ દાખવે છે. તેમણે  કહેલું કે જેમ આજે આ ટ્રાફિક આયલેન્ડ (વાહતુક ચોક)ના એક છે ડે કોન્સ્ટેબલનું પૂતળું પણ ઊભું કરશે.

બીજા કેટલાક યાદગાર અફસરોની વાત કરીએ તો, ભાયખલાથી આજની નવી જગ્યાએ પોલીસ કચેરી ફેરવવાનું કાર્ય કરનાર રોબર્ટ વિન્સેન્ટની યાદમાં દાદર-શીવ વચ્ચેનો ભાગ વિન્સેન્ટ રોડ કહેવાયો. ૧૯૦૪થી ૧૯૦૯ના ગાળાના પોલીસ કમિશ્નર એચ.જી. જેલની યાદમાં અગ્રીપાડા પોલીસ-સ્ટેશનની બાજુના માર્ગને જેલ સ્ટ્રીટ નામ અપાયું. ૧૯૧૯માં ખાન બહાદુર કાવસજી જમશેદજી પેટીગરા સુપ્રિન્ટેન્ડન્ટ બનેલા. તેમનું ગિરગામના દક્ષિણ નોકે ‘પોપલ્સ ફ્રી લાયબ્રેરી’ના મકાનના ખૂણે ૧૯૪૦માં પૂતળું ઉભું કરાયું.

મુંબઇ શહેરની કસ્ટરીઓ ૧૯૧૦-૧૯૧૬ દરમ્યાનમાં બંધાઇ, ત્યારે માત્ર થોડાં વર્ષોની જરૂરિયાતોને  જ લક્ષમાં રખાયેલી. તેથી જયાં ૨૫ કેદીઓને રાખવાના હોય ત્યાં આજે ૧૦૦થી વધુ કેદીઓ રખાય છે. આમ કેદખાનાની હાલત અત્યંત ખરાબ છે. આથી જ રીઢા ગુનેગારો અને નવાસવા ગુનેગારો સાથે મળતાં ગુનાખોરી વધવા ઉપરાંત માનવતારહિત પ્રસંગો બને છે. આ માટે પોલીસ કરતાં રાજતંત્ર અને વ્યવસ્થા તંત્રની જવાબદારી વિશેષ છે.

પ્રજાની ફરિયાદ નોંધાણી પોલીસ ચોકી પર થતી હોય છે. પરંતુ ૮૦થી ૯૦ ટકા ફરિયાદ નોંધનારા અને નોંધાવનારા ફરિયાદ નોંધણીના નિયમો વિશે અજ્ઞાત હોવાથી તુમારના અનેક પ્રશ્ર્નો ઊભા થાય છે. હકીકતમાં પોલીસ અધિકારીએ, તેના પુસ્તકમાં જ, સ્વઅક્ષરે ફરિયાદ નોંધવી જોઇએ તેવું નથી. કોઇ પણ વ્યકિત પોતાના હાથે પૂરેપૂરી માહિતી સાથે લેખિત ફરિયાદ આપી શકે છે. ખૂટતી માહિતી, અધિકારી પૂછીને ફરિયાદનામામાં ટપકાવી લે અને તેની પહોંચ ફરિયાદીને આપી શકે. પરંતુ એમ જણાય છે કે ફરિયાદને ફરિયાદ કરવામાં ઘણો ત્રાસ અને હાડમારી ભોગવવાં પડે છે.

ઉપરાંત ફરિયાદી કોઇ પણ પોલીસ ચોકીએ ફરિયાદ કરી તત્કાળ રક્ષણ પણ મેળવી શકે તેવી વ્યવસ્થા છે. ફરિયાદ કરવાની સાચી પ્રધ્ધિતી પોલીસ અને પ્રજા બન્નેને સમજાવવામાં આવે તો ઘણી બીન જરૂરી માથાકૂટ ટાળી શકાય.

મુબંઇ પોલીસદળમાં મહિલા પોલીસનો પણ સમાવેશ થતો હોય. ૧૯૪૬થી આ વિભાગ શરૂ કરાયો છે. ૧૯૪૭માં સબ ઇન્સ્પેકટરના હોદ્દા પર જોડાયેલાં શાંતિ પરવાની આજે જુવેનાઇલ એઇડ પોલીસ યુનિટ (બાળ રક્ષણ પોલીસ દળ)ના આસિસ્ટન્ટ શન્ર ઓફ પોલીસના પદ પર હતા. બહારગામથી સિને ઉધોગના આકર્ષણથી આવતી સ્ત્રીઓ અને નાનાં બાળકોને શોધીને તેમને ઘર ભેગાં કરવામાં આ દળ ઘણું જ મહત્વનું કાર્ય કરતું હતું.યુનિવર્સિટી હતા ત્યાંને ત્યા પૂના યુનિર્સિટીની લો ફેકલ્ટી દ્વારા લેવાયેલી જૂન ૧૯૭૭ની એલએલ. એમ. પરીક્ષામાં સરાખાલે ગામના શ્રી રઘુનાથરાવ પાટિલને નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે ફેરચકારણી માટેની માગણી કરી, ત્યારે જણાયું કે એ પેપરમાં તેમને ૬૪ ટકા ગુણ મળ્યા હતા. અને તેમને એલએલ એમની પરીક્ષામાં પ્રથમ નંબરે આવવા માટે બે સુવર્ણ ચંદ્રકો મળ્યા હતા.વર્ષો પહેલાના આ પોલીસ તંત્રને આપણા હાલના પોલિસ તંત્ર, તેની ઓવરઓલ કામગીરી, સેવાઓ, ફરજો, દારૂબંધી લાયવગશાહી અને રૂશ્ર્વત પ્રથા સાથે તેમજ પોલીસતંત્રના રાજકીયકરણ સાથે સરખાવવાનું રસપ્રદ પણ બનશે અને સુધારા વધારની તકો જાણી શકાશે!!.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.