૧૦૦૦ વિઘાર્થીઓ સાથે એબીવીપીનું આજે કલેકટરને આવેદન

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં ૧૯૪૮ થી પુરા ભારતમાં દેશ અને વિદ્યાર્થી હિતમાં કાર્ય કરે છે એજ પ્રમાણે સુરેન્દ્રનગરમાં એક માત્ર સરકારી કોલેજ એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ૩૦૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી, સ્વચ્છતા નથી અને કોઈ પણ વ્યક્તિ કોલેજની અંદર આવી બહેનોની છેડતી કરે તે બાબતને લઈને ૫ દિવસ પેહલાં એબીવીપી સાથે કોલેજના ૨૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓ સાથે લોકશાહી ઢબે આવેદનપત્ર આપવા એબીવીપી ના કાર્યકર્તાઓ ગયા હતા ત્યારે પ્રિન્સિપાલએ આવેદન પત્ર સ્વીકાર્યું નાહતું….

ત્યારબાદ આજે ૧૮ જુલાઈ ૨૦૧૮ ના રોજ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા ખાલી આવેદનપત્ર આપવા જેવી બાબતે એબીવીપી રાજકોટ  વિભાગના સંયોજક હિતેશ્વરસિંહ મોરીના તથા ૪ કાર્યકર્તાઓ વિરુદ્ધમાં

(૧) સરકારી કામ મા અડચણ, (૨) સરકારી કર્મચારી ને ઈજા, (૩) અપરાધ ના ઈરાદે પ્રવેશ, (૪) બળજબરી થી રોકી રાખવા, (૫) ધમકી, (૬) જીવ ને જોખમ (૭) અપરાધી કૃત્ય, (૮) કૃત્ય સમયે ગેરહાજરી

આવી ગંભીર કલમો લગાડી ફરિયાદ કરવામાં આવેલ છે જે સંપૂર્ણ એબીવીપી ના અવાજને દબાવી દેવાનો પ્રયત્ન છે ….

જેનો ABVP સખત રીતે વિરોધ કરે છે….

સુરેન્દ્રનગર જિલ્લાની બધીજ કોલેજમાંથી ૧૦૦૦ વિદ્યાર્થીઓ સાથે એબીવીપી કલેક્ટરશ્રીને ૧૨:૦૦ કલાકે આવેદન પત્ર આપશે…

આ ઈન્ચાર્જ પ્રિન્સિપલશ્રીએ ચાર્જ લેતાની  સાથે વર્ષોથી કોલેજમાં ચાલતો ખઅ નો કોર્સ બંધ કરી કોલેજના નોટિસ બોર્ડ પર સી.યુ.શાહ કોલેજ ખાતે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેવા માટેની નોટિસ લગાડી અને કોલેજમાં સાઇન્સ ફેકલ્ટીમાં ૧૦૦ સીટોનો ઘટાડો કર્યો.. જો તાત્કાલીક ધોરણે પ્રિન્સિપાલશ્રી પોતાની ફરિયાદ પાછી નહીં ખેંચે તો એબીવીપી સુરેન્દ્રનગર જિલ્લામાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રિન્સીપાલની રેહશે….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.