પડધરી તાલુકાના હડમતીયા ગામે આવેલ covid સેન્ટર માં ગામના એક વડીલને ઈજા થતાં દવા લેવા ગયેલ પરંતુ ત્યાં જતા જોવા મળ્યું કે ડોક્ટર કે નર્સ હાજર ન હોય જેથી તેઓએ ગામના આગેવાનોને બોલાવી સ્થળ ચકાસણી કરવા કહ્યું. તાલુકા ના આગેવાન હાલમાં ચૂંટાયેલ રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય ગિરિરાજસિંહ જાડેજા તથા કિસાન સંઘના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા એ તુરંતજ ઙજઈ સેન્ટર ની મુલાકાત લીધી. ત્યાં ચોકાવનારા દૃશ્યો સામે આવ્યા.
પીએચસી સેન્ટર ડોક્ટર તેમજ નર્સ ચિકિત્સક માટે હેડ કોટર બનાવેલા છે તેઓએ પોતાની ડ્યુટી દરમિયાન ફરજિયાત હાજર રહેવાનું હોય છે પરંતુ હાલ અહીંયા સિવાય કોઈ વ્યક્તિ હાજર ન હતી અને દવાખાનાના રૂમના પંખાઓ લાઈટ કોઈ હાજર ન હોય છતાં પણ ચાલુ જ હતા. હાલ કોરોનાની મહામારી માં ગામ ને ત્યારે ડોક્ટરની તાતીર જરૂરિયાત હોય ત્યારે ડોક્ટર ગામ લોકોની સેવા માટે હાજર નથી. ગામલોકોની સરકાર પાસે માંગ છે કે તાત્કાલિક અહીંયા સ્ટાફ મૂકવામાં આવે અને ગામલોકો ની પરિસ્થિતિ સમજી તેમની સહાય કરે.