રિલાયન્સ મેદાનમાં ઉતરતા એક સમયે રૂ.50માં એક ક્યુબીક મીટર ઓક્સિજનનો બેફામ ભાવ વધારો કરી લોકોની ગરજનો ભાવ લેનારા ગીધડાઓની કારી ન ફાવી 

પ્રાણવાયુનો કાળો કારોબાર કરનારા કાર્ટલને રિલાયન્સે મેદાનમાં ઉતરી વેન્ટિલેટર ઉપર મુકી દીધા છે. એક સમયે ઓક્સિજનમાં લોકોની ગરજનો ભાવ લેવાતો હતો. કેટલાંક તત્ત્વોએ એક્ કયુબીક મીટરના રૂા.50 સુધીના તોળ્યા હતા. આવી સ્થિતિમાં રિલાયન્સે પુરતા પ્રમાણમાં મેડિકલ ઓક્સિજન બજારમાં પૂરું પાડતા ભાવ રૂા.9 સુધી ગગડી ગયા છે.

કોરોના મહામારી દરમિયાન ઓક્સિજનના ભાવમાં બેફામ વધારો કરી ગરીબોને લૂંટવા માંગતા ગીધડાઓની કારી ફાવી નથી. હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. સારવાર માટેના ઈંજેકશન પણ મહા મુશ્કેલીએ મળે છે. આવી સ્થિતિમાં કાળા બજાર કરવા માટે કેટલાંક ગીધડાઓએ ઓક્સિજનના ભાવમાં કૃત્રિમ વધારો કરવાની પેરવી કરી હતી. ભાવ એક સમયે રૂા.50 ક્યુબીક મીટર સુધી પહોંચી ગયા હતા. પરિણામે લોકો ભારે હેરાન થતાં હતા. આવી સ્થિતિમાં સરકારે ગત તા.12ના રોજ પરિપત્ર બહાર પાડ્યો હતો. પરિપત્રમાં 100 એ 100 ટકા ઓક્સિજન મેડિકલ સપ્લાયમાં આપવાનો આદેશ કરાયો હતો. પરિણામે સપ્લાયર દ્વારા કંપનીના નિયમ મુજબ પુરતો ઓક્સિજન મેડિકલ સારવાર અર્થે પૂરો પાડવામાં આવ્યો હતો.

સુત્રોના જણાવ્યા મુજબ રિલાયન્સના આદેશથી ઓક્સિજન મેડિકલ સારવાર માટે પુરતો મળી રહે છે. અત્યાર સુધી કાળા બજારીયાઓએ લોકોને બેફામ લૂંટ્યા છે. ગયા ઓગષ્ટ મહિનામાં ભાવ સ્થિર હતા. પરંતુ ત્યારબાદ કોરોનાના વધતા કેસના કારણે દર્દીઓમાં ઓક્સિજનની વધુ જરૂરીયાત રહેતા ભાવમાં કુત્રિમ ઉછાળો લાવવાનો પ્રયાસ કેટલાંક તત્ત્વોએ કર્યો હતો. આવી સ્થિતિમાં હેરાલ્ડ ગ્રુપ સહિતનાએ તા.12 એપ્રીલથી રિલાયન્સ કંપનીમાંથી મળતો ઓક્સિજનનો તમામ પુરવઠો મેડિકલ સપ્લાયમાં આપ્યો હતો. જેના પરિણામે ભાવ ફરીથી સ્થિર થઈ ગયા છે. હેરાલ્ડ ગ્રુપની હાજરી હોવાથી જથ્થાબંધ, બલ્ક ઓક્સિજના ભાવ રૂા.15 થી 17 સુધી સ્થિર રહ્યાં છે. હાલ રિલાયન્સ સહિતની કંપનીઓના પ્રયાસોના કારણે ઓક્સિજનના ભાવમાં કૃત્રિમ તંગી ઉભી થઈ નથી.

વર્તમાન સમયે દર્દીઓને ઓક્સિજનની તાતી જરૂર છે. રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાં અનેક લોકોને કૃત્રિમ ઓક્સિજન આપવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં જો ઓક્સિજનના ભાવમાં કાળાબજાર કરવામાં આવે તો મુશ્કેલી સર્જાઈ શકે. આ વાતને ધ્યાને લઈ સરકારે તાત્કાલીક ધોરણે પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્રને રિલાયન્સ સહિતની કંપનીઓ અનુસરી રહી છે. તેમના પ્રયાસો થકી ભાવ કૃત્રિમ રીતે વધ્યા નથી. પરિણામે પ્રાણવાયુના કાળા કારોબાર કરનાર કાર્ટેલને તોડવામાં સફળતા મળી છે.

ચર્ચાતી વિગતો મુજબ કેટલીક કંપનીઓ પ્રાણવાયુ ઓક્સિજનનો કાળો કારોબાર કરી રહી હતી. દર્દીઓની ગરજનો ભાવ લેવામાં આવતો હતો. આવી સ્થિતિમાં સરકારની સાથે મળી રિલાયન્સ સહિતની કંપનીઓ ત્વરીતે પગલા ન લે તો ભાવ આસમાને પહોંચી જાત. જો કે, રિલાયન્સ અને હેરાલ્ડ ગ્રુપ થકી પુરતા પ્રમાણમાં મેડિકલ ક્ષેત્રે ઓક્સિજન પુરો પાડવામાં આવતા ભાવ રૂા.15 થી 17 જેટલા રહ્યાં છે.

રિલાયન્સમાંથી મળતો ઓક્સિજનનો તમામ પુરવઠો મેડિકલમાં સપ્લાય કરીએ છીએ: હેરાલ્ડ ગ્રુપ

IMG 20210415 WA0061 1

એક સમયે ઓક્સિજનમાં રૂા.50ના એક ક્યુબીક મીટર જેટલો બેફામ વધારો કરનારા તત્ત્વોને હવે ભાવ ઘટી જતાં પેટમાં દુ:ખાવો ઉભો થયો છે. પરિણામે હેરાલ્ડ ગ્રુપ સહિતની કંપનીઓ સામે કાવાદાવા થઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે. આવી સ્થિતિમાં હેરાલ્ડ ગ્રુપના નારણભાઈ દ્વારા જણાવાયું હતું કે, ગયા સપ્ટેમ્બર – ઓક્ટોમ્બર 2020 માં કોરોના મહામારી પીક પર હતી ત્યારે અમુક ઓક્સીજન ઉત્પાદન કરતી કંપનીઓએ રૂ 50 એક કયુબિક મીટર નો બેફામ ભાવ વધારો કરી લોકો પાસેથી ગરજના ભાવ લઇ લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા હતા. એ સમયે અમારી ઓક્સીજન માર્કેટમાં શરુઆત થઈ જ હતી જેવી અમારા હેરાલ્ડ ગ્રુપની ઓક્સીજન માર્કેટમાં સપાલય કરવાની શરૂઆત થઇ એટલે એક અઠવાડિયામાં ઓક્સીજનના ભાવ રૂ 50/- માંથી રૂ 9/- એક કયુબિક મીટર પર આવી ગયા હતા. હાલમાં ગયા વર્ષ કરતા કોરોના મહામારી ખુબ જ ભયાનક છે અને ઓક્સીજનની ડીમાંડ પણ  ખુબ જ વધુ હોવા છતાં ઓક્સીજન સપ્લાય માર્કેટમાં અમારા હેરાલ્ડ ગ્રુપની હાજરી હોવાથી જથાબંધ/ બલ્ક ઓક્સીજનના ભાવ 15 / 17 રૂપિયા એક કયુબિક મીટરથી વધારે ઉપર ગયા નથી. અમુક લોકોએ ગયા વર્ષે ઓક્સીજનની કૃત્રિમ તંગી ઉભી કરી બેફામ કાળાબજાર કરી 50 રૂપિયા જેવો બેફામ ભાવ લઇ/ કળા બજાર કરી લોકો ને લૂટ્યા જ હોય તો  તેવા અમુક લોકો અમને બ્લેક મેલ કરવા અને કરાવવા બધી જ પ્રકારના કાવાદાવા ખોટા આક્ષેપો કરવાના જ.

તા 12/04/2021 ના સરકારના પરિપત્ર મુજબ 100% ઓક્સીજન મેડીકલ સપ્લાયમાં આપવાનો આદેશ થયેલ છે. અમો એ તા. 12/04/2021 થી જ અમને  રિલાયન્સ કંપનીમાંથી મળતો ઓક્સીજનનો તમામ પુરવઠો અમો મેડીકલમાં સપ્લાય  કરીએ છીએ. જેની તમામ માહિતી અમોએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, જીલ્લા વહીવટી તંત્ર અને ભાવનગર એલ. સી. બી. પોલીસને દરરોજ આપીએ છીએ  જેની વિગત આ સાથે સામેલ છે.

હેરાલ્ડ ગ્રુપના છેલ્લા પાંચ દિવસના ગુજરાતમાં અલગ અલગ શહેરમાં મેડીકલ ઓક્સીજન સીલીન્ડરનું રીફીલીંગ કરતી  અલગ અલગ રીફીલર કંપનીઓને અમો હેરાલ્ડ ગ્રુપ જથ્થાબંધ/બલ્કમાં ઓક્સીજન સપ્લાય કરીએ છીએ અને તેઓ જે તે જીલ્લાની હોસ્પિટલોમાં ઓક્સીજન સીલીન્ડર સપ્લાય કરતા હોય છે. અને આ ઓક્સીજન સપ્લાયના તમામ ડેટા અમો હેરાલ્ડ ગ્રુપ દરરોજ ફૂડ એન્ડ ડ્રગ્સ ઈન્સ્પેક્ટરને મોકલી આપીએ છીએ. અને જે તે જીલ્લાના ડ્રગ્સ ઇન્સ્પેકટર તથા સરકારના બીજા વિભાગો દ્વારા તેની ચકાસણી થતી હોય છે. અને છેલ્લા 4 દિવસ થી સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને રિલાયન્સ કંપનીના આદેશ મુજબ જ ઓક્સીજન રીફીલીંગ કરતી કંપનીમા જ અમો ઓક્સીજન સપ્લાય કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.