છરી, ધોકા પાઇપ વડે હુમલો કરતા સામ સામે નોંધાતી ફરીયાદ
ઉપલેટામાં આવેલ કટલેરી બજારમાં ગઇકાલના સાંજના સમયે પાકિંગમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતે 6 વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જેમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, યુવાનનું બાઇક રીક્ષા સાથે અથડાતા બન્ને વચ્ચે છરી, ધોકા, પાઇપ વચ્ચે ધિગાણું ખેલાયું હતું. જે મામલે બન્નેએ સામ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે 6 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ પ્રથમ ફરીયાદમાં કુવા પ્લોટમાં રહેતા મોહિતભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, તેઓ પોતાનું બાઇક લઇ કટલેરી બજારમાં ગયા હતા ત્યારે તે બઇક પાકીંગમાં રીક્ષા સાથે અથડાયુ હતું જેથી રીક્ષા ચાલક હુશેન અને તેની સાથેના મોઇન બાપુ અને મદીરએ તેના પર છરી અને પાઇપ વડે હુમલો કરતા તેને ગંભીર ઇજા પહોચી હતી જેથી તેને ત્રણેય સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
જયારે સામે પક્ષના હુશેન સરબારીએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું કે જે કટલેરી બજારમાં હતા ત્યારે તેની રીક્ષા સાથે આરોપી મોહીતએ બાઇક અથડાવી બોલાચાલી કરી તેના સાથેના દીપક સુવા અને કલ્પેશ ખાટએ ધોકા પાઇપ વડે હુમલો કરી માર મારતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.