અડધો શિયાળો વીતીગયા બાદ સૌરાષ્ટ્રમાં પરમ દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અચાનક વાતાવરણમાં ભારે ઠંડા પવનસાથે તીવ્ર ઠંડી છવાઈ જતા રોડ પર બેઘર હાલતમાં રહેતા ગરીબ લોકોને ઠંડી ભગાવવા માટેતાપણાનો સહારો લેવો પડયો હતો જેથી ગરીબ લોકો માટે ઉપર આભ નીચે ‘તાપ’ જેવી સ્થિતિ ઉભી થવા પામી હતી. નાના ભુલકાઓને પણ તાપણા સહારે ઠંડી ભગાવવી પડતી હોય.
શિયાળામાં થોડાક ધાબળાનું વિતરણ કરી મોટી પ્રસિધ્ધી મેળવતા જીવદયાપ્રેમીઓ કયાં? તે પણ એક પ્રશ્ર્ન છે. જો કે, માણસ જીવનમાં આવતા વિવિધ તાપોમાંથી ઘડાઈને પરિપકવ બને છે. જીવનના આવા તાપોમાંથી ઘડાઈને બાળપણમાં આ વેંચતા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનપદેપહોંચી ગયા હતા જે માણસ જીંદગીના ‘તાપ’ સહન કરીને આગળ વધે છે જેઓ આભ સુધી વિસ્તરી શકે છે. તેમના માટે નીચે ‘તાપ’ જયારેઉપર આભ છે.