ધોરણ-8 ની ફાતેમાં શાહીવાળા માટી વાસણો જેવા કે તાવળી, ચકલીના માળા, જગ, સહીત રપ જેટલા વાસણોને બનાવ્યા કલાત્મક
પ્રથમ નંબરની ગણાતી ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કુલની બાળાએ માટીના વાસણોમાં કલાત્મક પેન્ટીંગ કરી પોતાની આવડત પ્રમાણે વાસણોને સજીવન કરી રહી છે.
ભાર વગરનું ભણતર અને ભણતરની સાથે જ્ઞાન અને ગણતર આપણી ધ મર્ધસ ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતી ધોરણ 8 ની વિદ્યાર્થીણીની ફાતેમા ઇસ્માઇલભાઇ શાહીવાળા આજે અભ્યાસની સાથે સાથે માટીના વિવિધ વાસણો જેવા કે તાવળી, ગોરા, જગ, ચકલીના માળા, કુંડા, સહિત રપ જેટલા વાસણોમાં કલાત્મક ડ્રોઇંગ પેન્ટીંગ કરી સજીવન કરી રહી છે આ સજાવટ કરેલા વાસણોને લોકો ધાર્મિક સ્થળો મંદિરો, ઓફીસો ઘરના વિવિધ ફરર્નીચર બનાવેલ જગ્યા પર બાગ બગીચામાં રાખી સુંદરતા વધારા રહ્યા છે.
આ અંગે ‘અબતક’ ના ભરત રાણપરીયા સાથે ફાતેમા શાહીવાળાએ જણાવેલ કે કે આ માટીના વાસણોને સજાવવાએ મારો વ્યવસાય નથી પણ શોખ છે. આ પ્રોજેકટમાં મને મારી સ્કુલના કેમ્પ ડાયરેકટર રાજેન્દ્રસિંહ ઝાલા, પ્રિન્સીપાલ માધુરી મંડળ તેમ જ મારા પરિવારના માતા પિતાનો સહયોગ મળે છે.