રેસકોર્સ મેદાનમાં ક્રિસમસ ટ્રેડ ફેરનો ધમાકેદાર પ્રારંભ: રાજકોટવાસીઓ નવ દિવસ ટ્રેડ ફેરનો આનંદ માણી શકશ
અબતક-રાજકોટ
ટચુકડા એવા કોરોના વાયરસના લીધે સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં યોજાતા ક્રિસમસ ટ્રેડ ફેરનો છેલ્લા બે વર્ષથી લોકો આનંદ માણી શક્યા નથી જો કે હવે બે વર્ષના લાંબ અંતરાળ બાદ રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં માઈક્રોફાઇન ઘરઘન્ટી પ્રસ્તુત ક્રિસમસ ટ્રેડ ફેરનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. 25 ડીસેમ્બર થી 2 જાન્યુઆરી સુધી ચાલનારા આ ક્રિસમસ ટ્રેડ ફેરનો રાજકોટવાસીઓ મન ભરીને માણશે. જો કે કોરોના વાયરસે હજુ છુટકારો ના લીધો હોય ટ્રેડ ફેર સંપૂર્ણ એસઓપી સાથે યોજવામાં આવશે. ટ્રેડ ફેરની મુલાકતે આવેલા તમામે કોવીડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પણે પાલન કરવાનું રહેશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે રાજકોટવાસીઓ આ ટ્રેડ ફેરનો આનંદ માણશે.
પંચામૃત ફૂડ ફેસ્ટીવલ, ડાન્સ સ્પર્ધા, બચ્ચા પાર્ટી, રેટ્રો શો, દિવ્યાંગ ટેલેન્ટ શો અને ફેસ ઓફ રાજકોટ સહિતની વિવિધ ઇવેન્ટ યોજાશે
ટ્રેડ ફેર વર્ષોથી થઈ રહ્યો હોય રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. ખાસ તો આ વર્ષે દર વર્ષ કરતા વધુ મોટા પ્રમાણમાં અને અત્યાધુનિક રીતે ફેર યોજવામાં આવ્યો છે. બાળકોથી લઈને મોટેરાઓ પરિવાર સાથે રેસકોર્સ ક્રિસમસ ટ્રેડ ફેરનો લાભ લઇ શકશે. દર વર્ષે રંગીલા રાજકોટવાસીઓ માટે ક્રિસમસ ટ્રેડ ફેર કંઈક નવું જ લઈને આવે છે ત્યારે આ વર્ષે પણ લોકોને અનેરો આનંદ મળે તે માટે દરરોજ ટ્રેડ ફેરમાં વિવિધ કાર્યક્રમો જેવા કે, કુકિંગ શો, ડાન્સ સ્પર્ધા, બચ્ચા પાર્ટી, રેટ્રો શો, દિવ્યાંગ ટેલેન્ટ શો, સાળી સ્પર્ધા અને ફેસ ઓફ રાજકોટ સહીતની ઇવેન્ટ પણ યોજવામાં આવશે. આ ઉપરાંત ખાસ તો આ વર્ષે રાજકોટવાસીઓ માટે કંઈક નવી જ થીમ સાથે પંચામૃત ફૂડ ફેસ્ટીવલ પણ યોજાશે. જે રાજકોટની ફૂડ પ્રેમી જનતાને ખૂબ જ પસંદ પડશે.
તદુપરાંત ફેરમાં બધા જ પ્રકારના સેગમેન્ટમાં સ્ટોલને આવરી લેવાયા છે. જ્યાં અત્યાધુનિક વસ્તુઓનું પ્રદર્શન તેમજ સૌરાષ્ટ્રની નામચીન કંપનીઓ પણ ફેરમાં ભાગ લઈ રહી છે.
ક્રિસમસ ટ્રેડ ફેરની મુલાકાત બપોરે 3 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી લઈ શકાશે. આ ફેરમાં ફર્નિચર એપ્લાયન્સ, ઇલેક્ટ્રોનિક આઈટમ, એફ એમ સી જી, ગિફ્ટ આર્ટિકલ, ઘરગથ્થું ની વસ્તુઓ, હેલ્થ, ફિટનેસ તેમજ ફુડ સ્ટોલ અને અન્ય બીજી ઘણી પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. આ ફેરની આકર્ષતા રોજે રોજ સાંસ્કૃતિક પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ડાન્સ સ્પ્રધા પણ યોજાશે.
રાજકોટવાસીઓ આનંદ ઉલ્લાસ સાથે ફેરને માણી શકે તેવું આયોજન કૃષ્ણસિંહ જાડેજા, હિતેશભાઈ દોશી, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા અને સાગર ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે. તો રાજકોટવાસીઓ ઉલ્લાસભેર આયોજનમાં સહભાગી થાય અને મુલાકાત લે તેવી અપીલ કરવામાં આવી છે.