આજના યુગમાં દરેક વસ્તુમાં અનેક પ્રકારના ફ્યુઝન જોવા મળે છે. ત્યારે હવેના સમયમાં દરેક રેસટોરન્ટમાં જમવા જતાં હોય ત્યારે તેના મેનૂમાં આ એક કોકટેલ અવશ્ય સામે આવે જ છે. ત્યારે આજે દેશ-વિદેશમાં ખૂબ પ્રખ્યાત એવી દરેક પાર્ટીમાં ઉપયોગમાં લેવાતું “કોકટેલ” તેના માટેનો એક ખાસ દિવસ છે. હા,આજે વિશ્વ કોકટેલ દિવસ છે. જ્યારે પાર્ટી યાદ આવે તો સૌ પ્રથમ દરેકને આ એક કોકટેલ અવશ્ય મનમાં આવે છે. ઉનાળાની ઋતુમાં જે સૌથી વધુ પીવામાં આવે છે તે આ કોકટેલ.
કોકટેલ વિશે તમે જાણો છો ?
કોકટેલ તે એક સાથે મીઠા કડવા તેમજ ખારા આ બધા સ્વાદનો મિશ્રણ કરતું પીણું છે. સાથે તેમાં દારૂ,વિસકી ,રમ આવા અનેક પદાર્થોનો ખાસ ઉપયોગ પણ કરવામાં આવે છે. વિશ્વ કોકટેલ દિવસ મુખ્યરુપે ૧૮૦૬થી ઉજવામાં આવે છે. સાઝરાક તે સૌથી અમેરિકાનું સૌથી જૂનું કોકટેલ છે. મુખ્ય રીતે ઓક્સફોર્ડ ડીકશનરી દ્વારા આ શબ્દ “કોકટેલ”નો મતલબ બતાવમાં આવ્યું છે કે એક સાથે અનેક કોમ્બિનેશનસને કોકટેલ કહી શકાય છે. ત્યારે આજના યુગમાં દરેક રેસટોરન્ટમાં મેનૂમાં ખૂબ ઓળખીતા તેવા “પીના કોલાડા” ૧૯૫૪ રેમન મેરેરોએ જ્યારે સ્વાદિષ્ટ અનેનાસની પ્યુઅર્ટો રિકો સાથે તેને ભેળવીને આ કરાબી હિલ્ટન હોટલમાં તેઓએ બનાવ્યું હતું. ત્યારથી તે ખૂબ પ્રખ્યાત થઈ ગયું ત્યારબાદ તેઓએ પોતાના મિત્રો સાથે આ રીત ટોબી સેચિની સાન ફ્રાન્સિસ્કોમાં તેના સાથી બારટેન્ડરો સાથે ડ્રિંક શેર કરવાની ઈચ્છા કરી અનેક વિદેશમાં ખૂબ પ્રખ્યાતતા આ એક કોકટેલ સાથે મેળવી અને આજે પણ દરેકના મનમાં આ એક નામ સદાય છપાય ગયું છે. ત્યારે આખા વિશ્વમાં કોકટેલ દિવસની ઉજવણી અમેરિકાથી શરૂઆત કરવામાં આવી હતી.ત્યારે ૧૯મી સદીમાં જેરી થોમસએ પુસ્તક લખી જેનું નામ “ધ બાર્ટેન્ડરની માર્ગદર્શિકા” હતું તે પુસ્તક મુખ્ય રીતે એક વિવિધ સ્વાદ તેમજ ડ્રિંક્સ બનાવવા માટે અને તેને ભેળવા માટે એક જ્ઞાનકોશ સમાન હતી. જેમાં અનેક ઠંડાપીણા તેમજ વિવિધ ફ્લેવરને ભેળવી તેમાથી નવા-નવા પીણાં બનાવવા માટેની એક રીત અને સામગ્રી દર્શવામાં આવી હતી. તો આ રીતે સમયના પરીવર્તન સાથે લોકોમાં આ કોકટેલનો પરિચય થતો ગયો અને દેશ-વિદેશમાં લોકપ્રિયતા મેળવી.