એક રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત ઓરી તથા રુબેલા સામે રક્ષણ મેળવવા માટે ઓરી – રૂબેલા (એમ.આર.) ની રસી આપવાનો પ્રારંભ શાળાઓ તથા આ ઉતરીય સત્રો મા કરવામાં આવશે આ એમ.આર. ની રસી ને બાદ મા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરી દેવામાં આવશે મહત્વ પૂર્ણ બાબત એ છે કે આ અભિયાન અંતર્ગત 9 મહિના થી 15 વર્ષ ની ઉંમર સુધી ના બાળકો ને આ રસી આપવામાં આવશે. તેમને અગાઉ એમ.આર. કે એમ.એમ.આર. ની રસી આપી દેવામાં આવી હોય તો પણ..આપવામાં આવશે. આ કાર્યક્રમમાં નોડલ ઓફિસરો, શિક્ષકો,ભાઈ-બહેનોને, તથા આંગણવાડી ના બહેનો ને આ અભિયાનમાં મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહાનુભાવો માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડો. મોદી, લીંબડી તાલુકા હેલ્થ ઓફિસર ડો. ઠાકર, લીંબડી હેલ્થ સુપરવાઈઝર મનોજભાઈ ભટ્ટ, અર્બન હેલ્થ સેન્ટર ડો. કમલેશ રાઠોડ, લીંબડી તાલુકા અધિકારી પ્રાથમિક શિક્ષણ જગદીશભાઈ મીર, લીંબડી સર. જે. હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ મનુભાઈ જોગરાણા, તેમજ આરોગ્ય ના કર્મચારી, તમામ સ્કૂલના નોડલ ઓફિસર, આચાર્ય, તથા સ્થાનિક હાજર રહયા હતા.