રાષ્ટ્રીય ખેલ માટે તરવૈયાઓનું આગમન
ખેલેગા ઈન્ડિયા, જુડેગા ઈન્ડિયાની થીમ સાથે શરૂ થયેલા રાષ્ટ્રીય ખેલથી ચોમેર માહોલ રમતમય બની રહ્યો છે, ત્યારે રાજકોટમાં બીજી ઑક્ટોબરથી યોજાવા જઈ રહેલી સ્વિમિંગની સ્પર્ધાઓના ખેલાડીઓનું આગમન થઈ ચૂક્યું છે.સ્વિમિંગ કોચ બંકિમ જોશીએ જણાવ્યું હતું કે, સ્વિમિંગની સ્પર્ધાઓમાં ભાગ લેનારા આર્યન નહેરા, માના પટેલ, શ્રી હરિ નટરાજન, રિદ્ધિકુમારી તેમજ નેશનલ કોચ પ્રદીપકુમાર વગેરે રાજકોટ ખાતે આવી ચૂક્યા છે.
ઉપરાંત રાષ્ટ્રીય રાફ્ટિંગ ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમ પણ રાજકોટ આવી પહોંચી છે.નોંધનીય છે કે, રાજકોટમાં બીજી ઑક્ટોબરથી સ્વિમિંગની વિવિધ સ્પર્ધાઓ શરૂ થશે.જેમાં સ્વિમિંગની 17 જેટલી ઈવેન્ટસ્, ડાઈવિંગની 3 પ્રકારની ઈવેન્ટ તેમજ વોટર પોલોની સ્પર્ધાઓ થશે. આ સ્પર્ધાઓમાં આશરે 700 જેટલા ખેલાડીઓ ભાગ લેનાર છે.