‘અખીયા મિલાકે’ ના રોગમાં જબરદસ્ત વધારો
રૂજ આવવાની શક્તિમાં ઘટાડો થતા કેસમાં સદંતર ઉછાળો: અનેક પરિવાર અતિચેપી રોગના શિકાર
રાજકોટ સહિત રાજ્યભરમાં વાયરલ કન્જક્ટીવાઈટીસ કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં રાજકોટ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પણ છેલ્લા દસ દિવસમાં જ ૧૫૦ ટકા જેટલો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં હાલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોજના ૫૦૦થી પણ વધુ કેસ હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં આખ આવવાના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અતિચેપી આ રોગમાં એક સભ્યથી તરત પરિવારજનોએ અસર થતા ઘરના હર એક સભ્યને આર જોવા મળી રહી છે. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પર નજર કરતા કેસની વધતી જતી ગતિ જોઈ શકાય છે. એટલું જ નહિ પરંતુ કેસ વધતાની સાથે સામે કામગીરી ક્ષમતા ઘટતી જોવા મળી રહી છે.
જે પણ દર્દીને આખ આવે તો તે પોતાની કાર્યશૈલીથી દૂર રહે છે જેના કારણે કામગીરીની ક્ષમતા પર ભારે અસર જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ સતત વધતા હતા કેસ સામે આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે. વાયરલ કન્જક્ટીવાઈટીસમાં ઋજ આવવાની શક્તિ ઘટી જતાં આ રોગની અસર લાંબા સમય સુધી રહે છે. જેના કારણે આ રોગની અસર વધુ જોવા મળી રહે છે.
આ અંગે તકેદારી રાખવા માટે આખ આવી હોય તે સંક્રમિત વ્યક્તિએ ચશ્મા પહેરવા જોઈએ. આંખમાંથી પાણી નીકળતું હોય તો એ વહીને ગાલ પર આવે ત્યારે ટીસ્યુ પેપરથી સાફ કરવું. જોઈએ સતત હાથ અને મોઢું ધોયા કરવું જોઈએ. ચેપી વ્યક્તિનો રૂમાલ અલગ રાખવો જોઈએ. પરિવારમાં કોઈ બાળકને ચેપ લાગે તો કાળજી લેનાર વાલીએ વાંરવાર હાથ ધોવા જોઈએ. તબીબોની સલાહ મુજબ સારવાર કરાવવી.
નોન ઇમરજન્સી કેસમાં આંખની હોસ્પિટલ પર જવાનું ટાળવું: ડો. કમલ ડોડીયા (સિવિલ હોસ્પિટલ)
રાજકોટ સિવિલ હોસ્પિટલ આખ વિભાગના નિષ્ણાત ડો.કમલ ડોડિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વાયરલ કન્જક્ટીવાઈટીસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં આખ વિભાગમાં રોજના ૨૦૦ જેટલા કેસ આવી રહ્યા છે. તો બીજી તરફ તેની કાળજી લેવા માટે અને નોન ઇમરજન્સી કેસમાં આંખની હોસ્પિટલ જવાનું ટાળવું તેવી સલાહ આપી હતી.
રાજકોટ જિલ્લામાં છેલ્લા દસ દિવસના આંકડા
તારીખ | પુરુષ | મહિલા | ટોટલ |
45124 | 94 | 81 | 175 |
45156 | 106 | 91 | 197 |
45126 | 162 | 148 | 310 |
45127 | 164 | 153 | 317 |
45128 | 323 | 262 | 585 |
45129 | 272 | 227 | 499 |
45131 | 466 | 359 | 825 |
45132 | 491 | 414 | 905 |
45133 | 587 | 518 | 1105 |
ટોટલ | 2501 | 2253 | 4918 |